Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 41:1 - પવિત્ર બાઇબલ C.L.

1 ઈશ્વર કહે છે, “હે ટાપુઓ, મારી આગળ શાંત થાઓ! પ્રજાઓ પોતાની તાક્ત એકઠી કરે! તેઓ આગળ આવીને પોતાનો દાવો રજૂ કરે. આવો, અદાલતમાં એકત્ર થઈ તેનો નિકાલ લાવીએ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 ઈશ્વર કહે છે, “હે દ્વીપો, મારી આગળ છાના રહીને સાંભળો; અને લોકો નવું સામર્થ્ય પામે; તેઓ પાસે આવે ત્યારે બોલે; આપણે એકત્ર થઈને ન્યાયના ચુકાદાને માટે શમીપ આવીએ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 ઈશ્વર કહે છે, “હે દ્વીપો, મારી આગળ છાના રહીને સાંભળો; દેશો નવું સામર્થ્ય પામે; તેઓ પાસે આવે અને બોલે, આપણે એકત્ર થઈને ન્યાયના ચુકાદાને માટે નજીક આવીએ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 યહોવા પૂછે છે, “સમુદ્રની પેલે પારના દેશો, મારી આગળ મૌન જાળવો, સાંભળો, તમારી સબળ દલીલો રજૂ કરો, સજ્જ થાઓ, મારી પાસે આવો અને બોલો, અદાલત તમારા પ્રશ્ર્ન માટે તૈયાર છે.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 41:1
22 Iomraidhean Croise  

હવે કમર કાસીને મરદની જેમ ઊભો થા, અને મારા પ્રશ્ર્નોના ઉત્તર આપ.


ઈશ્વર કહે છે, “શાંત થાઓ અને કબૂલ કરો કે, હું ઈશ્વર છું; હું રાષ્ટ્રોમાં સર્વોપરિ અને પૃથ્વીમાં સર્વસત્તાધીશ છું.”


પ્રભુ કહે છે, “ચાલો, આપણે વિવાદનો નિકાલ કરી નાખીએ. પાપને લીધે તમારા પર લાલ ડાધ પડયા છે, પણ હું તમને ધોઈને બરફના જેવા શ્વેત કરીશ. જો કે તમારા પાપના ડાઘ રાતા હોય તો પણ તમે ઊનના જેવા સફેદ થશો.


એ સમયે પ્રભુ ફરીવાર હાથ લંબાવીને તેના બચેલા લોકને આશ્શૂરમાંથી, ઇજિપ્તમાંથી, પાથ્રોસમાંથી, કુશમાંથી, એલામમાંથી, બેબિલોનમાંથી, હમાથમાંથી અને સમુદ્રના ટાપુમાંથી પાછા લાવશે.


હે સર્વ પ્રજાઓ, પાસે આવીને સાંભળો! હે લોકો, લક્ષ દો! આખી પૃથ્વી અને તેમાંનું સર્વસ્વ, આખી દુનિયા અને તેના રહેવાસીઓ સૌ કોઈ સાંભળો!


પણ મદદ માટે પ્રભુ પર આશા રાખનારાઓ નવું સામર્થ્ય પામશે. તેઓ ગરુડની જેમ પાંખો પ્રસારશે. તેઓ દોડશે, પણ થાકશે નહિ; તેઓ આગળ વધશે, પણ નિર્ગત થશે નહિ.


એ જોઈને ટાપુઓ ગભરાયા અને પૃથ્વીના છેડેછેડા ધ્રૂજી ઊઠયા. ત્યાંના બધા લોક આવીને ભેગા થાય છે.


તો હવે મને મારી વિરુદ્ધના તમારા આક્ષેપોની યાદ તાજી કરાવો કે જેથી આપણે સામસામી દલીલ કરીએ. તમારો દાવો રજૂ કરો અને પોતાને નિર્દોષ પુરવાર કરો.


બધી પ્રજાઓ એકઠી થાય અને લોકો ભેગા મળે. તેમના કયા દેવે આ વાત અગાઉથી જાહેર કરી હતી? બની ચૂકેલી ઘટનાઓ વિષે કોણે પહેલેથી કહ્યું હતું? એ વિષે પોતે સાચા છે એવું પુરવાર કરવા માટે તેઓ સાક્ષીઓ રજૂ કરે; જેથી બીજાઓ તેમને સાંભળીને તેમનું કહેવું સાચું છે કે કેમ તેનું સમર્થન આપે.”


મારી પાસે આવીને મારું સાંભળો: હું તો શરૂઆતથી જ કંઈ ગુપ્તમાં બોલ્યો નથી અને એ પ્રમાણે બને ત્યારે ય ત્યાં મારી હાજરી હોય છે.” હવે પ્રભુ પરમેશ્વરે મને તેમના આત્માનો સાથ આપી મોકલ્યો છે.


ઓ ટાપુઓ અને દૂર દેશાવરના લોકો, મારું ધ્યનથી સાંભળો. પ્રભુએ મને મારા જન્મ પહેલાં બોલાવ્યો હતો. હું મારી માતાના ઉદરમાં હતો ત્યારથી જ પોતાના સેવક તરીકે તેમણે મારી નામજોગ પસંદગી કરી છે.


મારો બચાવ કરવાને ઈશ્વર મારા પક્ષમાં છે. તો મારી વિરુદ્ધ કોઈ આક્ષેપ મૂકનાર છે? જો હોય, તો સામે આવે. મારા પર કોઈ આરોપ મૂકનાર છે? જો હોય તો મારો પ્રતિકાર કરે.


પ્રભુ પોતાના પવિત્ર મંદિરમાં છે અને પૃથ્વી પરનાં સૌ તમે તેમની સમક્ષ ચૂપ રહો!


પ્રભુની સમક્ષતામાં સૌ શાંત થઈ જાઓ; કારણ, તે પોતાના પવિત્ર નિવાસસ્થાનમાંથી પ્રવૃત્ત થયા છે.


Lean sinn:

Sanasan


Sanasan