Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 40:7 - પવિત્ર બાઇબલ C.L.

7 પ્રભુની ફૂંકમાત્રથી ઘાસ સુકાઈ જાય છે અને ફૂલ કરમાઈ જાય છે. સાચે જ માનવજાત ઘાસ સમાન ક્ષણિક છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 ઘાસ સુકાઈ જાય છે, ફૂલ ચીમળાય ચે; કેમ કે યહોવાનો વાયુ તે પર વાય છે; લોકો ખચીત ઘાસ જ છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 ઘાસ સુકાઈ જાય છે અને ફૂલ ચીમળાઈ જાય છે જ્યારે યહોવાહના શ્વાસનો વાયુ તે પર વાય છે; મનુષ્ય નિશ્ચે ઘાસ જ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 દેવના શ્વાસથી ઘાસ ચીમળાઇ જાય છે અને ફૂલો કરમાઇ જાય છે; નાશવંત માનવી પણ તેના જેવો જ છે.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 40:7
15 Iomraidhean Croise  

તે ફૂલની જેમ ખીલે છે અને પછી કરમાય છે. સરકી જનાર પડછાયાની જેમ તેની હયાતી ટક્તી નથી.


ઈશ્વરના કોપરૂપી શ્વાસથી તેમનો વિનાશ થાય છે અને તેમના ક્રોધના ભડકાથી તેઓ ભસ્મીભૂત થાય છે.


તેના શ્વાસથી કોયલા સળગી ઊઠે છે, અને તેના મુખમાંથી ભડકા નીકળે છે.


કપાયેલા ઘાસની જેમ મારું હૃદય સુકાઈ ગયું છે; મને તો ભોજન કરવાનીય રુચિ રહી નથી.


મનુષ્યનું આયુષ્ય ઘાસ જેવું છે, ખેતરમાંના ફૂલની જેમ તે ખીલે છે;


પવન તેના પરથી વાય છે અને તેના અસ્તિત્વનો અંત આવે છે, તેનું સ્થાન કયાં હતું તેની પણ કોઈને ખબર પડતી નથી.


તમે તેમને પાણીના પૂરની જેમ તાણી જાઓ છો. તેઓ તો નિદ્રા સમાન છે. તેઓ સવારમાં ઊગતા ઘાસ જેવા છે.


ઘાસ સવારે ઊગે છે અને વૃદ્ધિ પામે છે; સાંજે તે સુકાઈને ચીમળાઈ જાય છે.


તે નિરાધારોનો યથાર્થ ન્યાય કરશે અને દેશના દીનજનોને તેમના હક્ક અપાવશે. તેની દંડાજ્ઞાથી પૃથ્વીના રહેવાસીઓ શિક્ષા પામશે અને તેની ફૂંકમાત્રથી દુષ્ટો માર્યા જશે.


ત્યાંના રહેવાસીઓ કમજોર હોવાથી તેઓ હતાશ થઈ ગયા અને શરમાઈ ગયા. તેઓ તો ખેતરમાંના છોડ જેવા, કુમળા લીલા ફણગા જેવા, ધાબા પર ઊગી નીકળતા અને પૂર્વની લૂથી બળી ગયેલા છોડ જેવા હતા.


હજી તો તે હમણા જ રોપાયા છે, હમણા જ વવાયા છે; હજી તો તેમનાં મૂળ જમીનમાં બાઝયાં ન બાઝયાં ત્યાં તો પ્રભુ તેમના પર સપાટો લગાવે છે. એટલે તેઓ ચિમળાઈ જાય છે અને તોફાનમાં તરણાની જેમ ઊડી જાય છે.


પ્રભુ કહે છે, “હું તમને હૈયાધારણ આપું છું તો પછી મર્ત્ય માનવથી, ઘાસ જેવા નાશપાત્ર માણસોથી શા માટે બીઓ છો?


“તમે વિપુલ પાકની આશા રાખી, પણ તે થોડો જ થયો. તમે તે અનાજ ઘેર લાવ્યા તો મેં તેને ફૂંક મારી ઉડાવી દીધું. એનું કારણ શું? એનું કારણ એ કે મારું મંદિર ભંગાર હાલતમાં પડયું છે, ત્યારે તમે પોતપોતાના ઘરના ક્મક્જમાં વ્યસ્ત છો.


અને કોઈ ધનવાન ભાઈને નીચે સ્થાને લાવે તો તેમણે આનંદ કરવો. કારણ, ધનવાન તો જંગલમાંના ઘાસના ફૂલની માફક ચાલ્યો જવાનો છે.


સૂર્યનો તાપ તપે છે એટલે ઘાસ સુકાઈ જાય છે અને ફૂલ ખરી પડે છે. તેમજ તેનું સૌંદર્ય નાશ પામે છે. એ જ પ્રમાણે, ધનવાન પણ જ્યારે પોતાના ધંધા રોજગારમાં મશગૂલ હશે ત્યારે તે નાશ પામશે.


Lean sinn:

Sanasan


Sanasan