Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 40:6 - પવિત્ર બાઇબલ C.L.

6 વાણી પોકારે છે, “પોકાર પાડ!” મેં પૂછયું, “શાનો પોકાર પાડું?” “એ જ કે સર્વ માણસો ઘાસ જ છે; તેમના રૂપરંગ વગડામાંના ફૂલ જેવાં ક્ષણિક છે:

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 “પોકાર, ” એવું કોઈ કહે છે. મેં પૂછયું, “શું પોકારું?” જવાબ મળ્યો, “સર્વ મનુષ્ય ઘાસ જ છે, ને તેમનુમ સર્વ સૌંદર્ય ખેતરના ફૂલ જેવું છે:

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 “પોકાર” એવું એક વાણી કહે છે, મેં પૂછ્યું, “શાને માટે પોકારું?” સર્વ મનુષ્ય ઘાસ જ છે અને તેઓના કરારનું વિશ્વાસુપણું એ ખેતરના ફૂલ જેવું છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 એક અવાજ કહે છે, “સાદ પાડ.” હું પૂછું છું, “શો સાદ પાડું?” જવાબ મળે છે, “સર્વ મનુષ્ય ઘાસ જ છે, ને તેમનું સર્વ સૌઁદર્ય ખેતરના ફૂલ જેવું છે:

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 40:6
17 Iomraidhean Croise  

તે ફૂલની જેમ ખીલે છે અને પછી કરમાય છે. સરકી જનાર પડછાયાની જેમ તેની હયાતી ટક્તી નથી.


ઢળતી સાંજના પડછાયાની જેમ મારી જિંદગીનો અંત પાસે છે; હું ઘાસની જેમ ચીમળાઈ ગયો છું.


દુષ્ટ માણસો ભલે ઘાસની જેમ વધે, અને સર્વ ભ્રષ્ટાચારીઓ ભલે આબાદ બને; છતાં તેઓ સદાને માટે નાશ પામશે.


સિયોનમાં વસનાર સૌ કોઈ આનંદથી મોટે સાદે ગીત ગાય; કારણ, ઇઝરાયલના પવિત્ર ઈશ્વર મહાન છે, અને તે પોતાના લોકો વચ્ચે વસે છે.


ત્યાંના રહેવાસીઓ કમજોર હોવાથી તેઓ હતાશ થઈ ગયા અને શરમાઈ ગયા. તેઓ તો ખેતરમાંના છોડ જેવા, કુમળા લીલા ફણગા જેવા, ધાબા પર ઊગી નીકળતા અને પૂર્વની લૂથી બળી ગયેલા છોડ જેવા હતા.


એક વાણી આવું પોકારે છે: “વેરાનપ્રદેશમાં પ્રભુને માટે માર્ગ તૈયાર કરો. ઉજ્જડ પ્રદેશમાં આપણા પ્રભુને માટે સીધો ધોરી રસ્તો બનાવો.


પ્રભુ કહે છે, “હું તમને હૈયાધારણ આપું છું તો પછી મર્ત્ય માનવથી, ઘાસ જેવા નાશપાત્ર માણસોથી શા માટે બીઓ છો?


પ્રભુ કહે છે, “ઘાંટો પાડીને પોકાર; કહેવામાં કશુ જ બાકી રાખીશ નહિ. રણશિંગડાની જેમ ઊંચે સાદે પોકાર; મારા લોકને તેમના અપરાધ અને યાકોબના વંશજોને તેમનાં પાપ જણાવ.


“જા અને યરુશાલેમના લોકો સાંભળે તેમ પોકારીને કહે, પ્રભુ કહે છે: યુવાનીના સમયની તારી નિષ્ઠા અને કન્યા તરીકેનો તારો પ્રેમ મને યાદ છે. વેરાન અને પડતર પ્રદેશમાં તું મને અનુસરતી હતી. ઓ ઇઝરાયલ, તું મને સમર્પિત હતી;


કારણ, એવો દિવસ આવશે જ્યારે એફ્રાઈમ પ્રદેશના પર્વતો પર ચોકીદારો પોકાર કરશે, ‘ચાલો, આપણે આપણા ઈશ્વર પ્રભુ પાસે સિયોન જઈએ.”


ગિબ્યામાં રણશિંગડું વગાડો! રામામાં તુરાઈ વગાડો! બેથ-આવેનમાં યુદ્ધનાદ ગજાવો! બિન્યામીનના પુરુષો, યુદ્ધમાં જોડાઈ જાઓ!


અને સર્વસમર્થ પ્રભુએ કહ્યું હતું તે જણાવવા દૂતે મને કહ્યું: “યરુશાલેમ, મારા પવિત્ર નગર માટે મારા દિલમાં ઊંડો પ્રેમ અને ચિંતા છે,


Lean sinn:

Sanasan


Sanasan