Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 40:4 - પવિત્ર બાઇબલ C.L.

4 પ્રત્યેક ખીણ પૂરી દો; પ્રત્યેક પર્વત અને ડુંગરાને સપાટ બનાવી દો. ખરબચડી જગ્યાઓ સરખી કરી દો અને ખાડાટેકરાવાળો પ્રદેશ સપાટ મેદાન કરી દો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 સર્વ નીચાણ ઊંચું કરવામાં આવશે, ને સર્વ પર્વત તથા ડુંગર નીચા કરવામાં આવશે; ખરબચડી જગાઓ સરખી, ને ખાડાટેકરા સપાટ મેદાન થઈ જશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 સર્વ ખીણને ઊંચી કરવામાં આવશે અને સર્વ પર્વતો અને ડુંગરોને સપાટ કરવામાં આવશે; ખરબચડી જગાઓ સરખી અને ખાડા ટેકરાને સપાટ મેદાન કરવામાં આવશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 બધી ખીણોને પૂરી દો અને બધા પર્વતો અને ડુંગરોને સપાટ બનાવી દો. ખરબચડી જમીનને સરખી બનાવી દો. અને ખાડા-ટેકરાને સપાટ મેદાન બનાવી દો.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 40:4
18 Iomraidhean Croise  

એક વાણી આવું પોકારે છે: “વેરાનપ્રદેશમાં પ્રભુને માટે માર્ગ તૈયાર કરો. ઉજ્જડ પ્રદેશમાં આપણા પ્રભુને માટે સીધો ધોરી રસ્તો બનાવો.


પછી પ્રભુનું ગૌરવ પ્રગટ થશે, અને સમસ્ત માનવજાત તે જોશે. કારણ, એ પ્રભુના મુખની વાણી છે.”


વેરાન પ્રદેશ અને તેમાંનાં નગરો, તમે તમારો સાદ ઊંચો કરો. કેદારના લોકના સઘળા વસવાટો, તમે ખુશી મનાઓ. સેલા નગરના લોકો પર્વતના શિખરેથી આનંદના પોકાર કરો.


પ્રભુ કોરેશને કહે છે, “હું જાતે તારો માર્ગ તૈયાર કરીશ. પર્વતો અને ડુંગરોને હું સપાટ કરી દઈશ. હું તાંબાના દરવાજાઓને તોડી નાખીશ અને તે પરના લોખંડના પટ્ટા કાપી નાખીશ.


મારા લોકની મુસાફરી અર્થે હું પર્વતો મધ્યે સપાટ રસ્તો બનાવી દઈશ અને પ્રત્યેક માર્ગને પૂરીને સરખો કરીશ.


ઓ યરુશાલેમના લોકો, દરવાજામાં થઈને જાઓ, નગરના પ્રવેશદ્વારમાં થઈને બહાર જાઓ. પાછા ફરી રહેલા તમારા લોકને માટે રસ્તો તૈયાર કરો. ધોરીમાર્ગ તૈયાર કરો; એમાંથી પથ્થરો વીણી કાઢો. લોકોને સંકેત આપવાને વજા ફરકાવો.


ત્યારે દેશનાં સર્વ વૃક્ષો જાણશે કે હું પ્રભુ છું. હું જ ઊંચાં વૃક્ષોને નીચાં ને નીચાં વૃક્ષોને ઊંચાં બનાવું છું. હું લીલાં વૃક્ષોને સૂકવી નાખું છું ને સૂકાં વૃક્ષોને ખીલવું છું. હું પ્રભુ આ બોલ્યો છું અને હું તે પાર પાડું છું.”


પ્રભુ પરમેશ્વર કહે છે: “તારો રાજમુગટ અને તારી પાઘડી ઉતારી નાખ. કશું જ યથાવત્ સ્થિતિમાં રહેવાનું નથી. નીચાને ઊંચો અને ઊંચાને નીચો બનાવવામાં આવશે.


મોટા પર્વતોના જેવા અવરોધો તારી સમક્ષ સપાટ મેદાન જેવા સીધા બની જશે. તું મંદિરના પુન:બાંધક્મનો આરંભ કરશે, અને તું તેનો છેલ્લો પથ્થર પણ મૂકશે અને ત્યારે લોકો, ‘સુંદર!’ એવો પોકાર કરશે.”


ઈસુએ કહ્યું, “હું તમને કહું છું કે પેલો ફરોશી નહિ, પણ આ કર ઉઘરાવનાર ઈશ્વરની સાથે સુમેળભર્યા સંબંધમાં આવીને પોતાને ઘેર પાછો ગયો. કારણ, જે કોઈ પોતાને માટે ઊંચું સ્થાન શોધે છે, તેને નીચો કરવામાં આવશે, અને જે કોઈ પોતાને માટે નીચું સ્થાન સ્વીકારે છે, તેને ઊંચો કરવામાં આવશે.”


દરેક ખીણ પૂરી દેવાની છે, અને ડુંગરાઓ તથા પર્વતોને સપાટ કરવાના છે, વાંક્ચૂંકા રસ્તાઓ સીધા કરવાના છે, અને ખરબચડા રસ્તા સપાટ કરવાના છે.


તે ગરીબોને ધૂળમાંથી ઊભા કરે છે, અને શોક્તિ કંગાલોને રાખના ઢગલામાંથી ઉઠાવે છે, તે તેમને રાજવીઓની કક્ષામાં પહોંચાડે છે અને તેમને સન્માનપાત્ર જગ્યાએ મૂકે છે. પૃથ્વીના પાયા પ્રભુને હાથે નંખાયા છે અને તેમના પર તેમણે દુનિયા સ્થાપી છે.


Lean sinn:

Sanasan


Sanasan