Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 40:24 - પવિત્ર બાઇબલ C.L.

24 હજી તો તે હમણા જ રોપાયા છે, હમણા જ વવાયા છે; હજી તો તેમનાં મૂળ જમીનમાં બાઝયાં ન બાઝયાં ત્યાં તો પ્રભુ તેમના પર સપાટો લગાવે છે. એટલે તેઓ ચિમળાઈ જાય છે અને તોફાનમાં તરણાની જેમ ઊડી જાય છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

24 તેઓ રોપાયા ન રોપાયા, તેઓ વવાયા ન વવાયા, તેઓનાં મૂળ જમીનમાં બાઝયાં કે, તરત જ તે તેઓ પર ફૂંક મારે છે, એટલે તેઓ સુકાઈ જાય છે, ને વંટોળિયો તેમને ફોતરાંની જેમ ઉડાવી દે છે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

24 જુઓ, તેઓ રોપાયા ન રોપાયા કે, તેઓ વવાયા ન વવાયા, તેઓના મૂળ જમીનમાં જડાયાં કે, તરત જ તેઓ પર તે ફૂંક મારે છે અને તેઓ સુકાઈ જાય છે અને વાયુ તેમને ફોતરાંની જેમ ઉડાવી દે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

24 હજી હમણાંજ માંડ રોપાયા હોય. માંડ વવાયા હોય. માંડ તેમણે ધરતીમાં મૂળ નાખ્યાં હોય, ત્યાં તો તેમના પર તેઓ ફૂંક મારે છે અને તેઓ કરમાઇ જાય છે; વાવાઝોડું આવી તેમને તરણાંની જેમ ઘસડી જાય છે.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 40:24
28 Iomraidhean Croise  

પ્રભુની ધમકીથી, તેમના કોપના સુસવાટથી, સમુદ્રનાં તળિયાં દેખાયાં અને પૃથ્વીના પાયા ખુલ્લા થયા.


પછી યેહૂએ યિઝએલમાં રહેતા આહાબના બધા સંબંધીઓ, તેના સર્વ અમલદારો, તેના નિકટના મિત્રો અને યજ્ઞકારોને મારી નાખ્યા; એમનામાંથી કોઈને ય જીવતો રહેવા દીધો નહિ.


શું તેઓ પવનમાં ઘસડાઈ જતા તણખલા સમાન, અને વંટોળમાં ઊડી જતા ફોતરા જેવા નથી?


ઈશ્વરના કોપરૂપી શ્વાસથી તેમનો વિનાશ થાય છે અને તેમના ક્રોધના ભડકાથી તેઓ ભસ્મીભૂત થાય છે.


તે પોતાનાં મૂળિયાં ખડકની આજુબાજુ વિંટાળે છે, અને પથ્થરોના ઢગલાને પણ જકડી લે છે.


દુષ્ટો તો કાંટા-ઝાંખરાં સમાન છે. હજુ તો તેઓ લીલા હોય અને માટલા નીચે બાળવા માટે સુક્યાં ન હોય તે પહેલાં ઈશ્વરનો ક્રોધાગ્નિ તેમને બાળીને ઉડાડી દેશે.


હે મારા ઈશ્વર, તેમને વંટોળની ધૂળની જેમ વેરવિખેર કરી નાખો, તેમને પવનથી ઊડતા તણખલા જેવા કરો.


તોફાનની જેમ મહાઆપત્તિ અને વંટોળની જેમ મુશ્કેલીઓથી તમે ઘેરાઈ જશો અને ભારે પીડા તથા વ્યથા અનુભવશો, ત્યારે હું તમારો ઉપહાસ કરીશ.


તે નિરાધારોનો યથાર્થ ન્યાય કરશે અને દેશના દીનજનોને તેમના હક્ક અપાવશે. તેની દંડાજ્ઞાથી પૃથ્વીના રહેવાસીઓ શિક્ષા પામશે અને તેની ફૂંકમાત્રથી દુષ્ટો માર્યા જશે.


જોકે એક જ દિવસમાં તેને ફણગો ફૂટે અને તેની વૃદ્ધિ થાય તોપણ રોગ અને અસાય દર્દના દિવસમાં એની કંઈ ફસલ ઉપલબ્ધ થશે નહિ.


જો કે લોકો સાગરની જેમ ગર્જે તોપણ ઈશ્વર તેમને ધમકાવે એટલે તેઓ પર્વત પર પવનથી ઊડી જતા ફોતરાની જેમ અને વંટોળિયા આગળ ધૂળની ઘૂમરીની જેમ પાછા હટી જાય છે.


આશ્શૂરના રાજાને અગ્નિદાહ દેવા ઘણા સમયથી તોફેથ (દહનસ્થાન) તૈયાર છે. ત્યાં અગ્નિ બળ્યા કરે છે. તેની ચિતા ઊંડી અને પહોળી છે અને તેમાં પુષ્કળ લાકડાં સીંચેલાં છે. પ્રભુનો શ્વાસ સળગતા ગંધકના પ્રવાહની જેમ તેને પેટાવે છે.


હું તેનામાં એક એવો આત્મા મૂકીશ કે તે અફવા સાંભળીને સ્વદેશ પાછો ચાલ્યો જશે અને ત્યાં હું તેને તલવારથી મારી નંખાવીશ.”


પ્રભુની ફૂંકમાત્રથી ઘાસ સુકાઈ જાય છે અને ફૂલ કરમાઈ જાય છે. સાચે જ માનવજાત ઘાસ સમાન ક્ષણિક છે.


તું તેમને પવનમાં ઉપણશે. પવન તેમને ઉડાડીને લઈ જશે અને વંટોળિયાથી તેઓ વેરવિખેર થઈ જશે. ત્યારે હું તારો ઈશ્વર છું એ વાતમાં તું આનંદ કરીશ. તું ઇઝરાયલના પવિત્ર ઈશ્વરમાં ગૌરવ લઈશ.


કોણે પૂર્વના એક રાજાને ઉશ્કેરીને પોતાના ન્યાયીપણાના પ્રતિપાદન અર્થે બોલાવ્યો છે? કોણે પ્રજાઓને તેના હાથમાં સોંપી દીધી છે? કોણે રાજાઓને એને તાબે કરી દીધા છે? તે પોતાની તલવારથી તેમને ધૂળમાં મેળવી દે છે અને પોતાનાં તીરોથી તેમને ઊડી જતા તરણા જેવા કરી નાખે છે.


“આ માણસ જાણે કે વાંઝિયો હોય તેમ નોંધી લો. તે તેના આખા જીવનમાં ક્યારેય સુખી થશે નહિ. દાવિદના વંશમાં યહૂદિયાના રાજ્યાસન પર રાજા તરીકે બિરાજવા કે રાજ કરવા તેનો કોઈ વંશજ સફળ થશે નહિ.” પ્રભુ આ પ્રમાણે કહે છે.


પ્રભુનો કોપ વંટોળિયાની માફક વછૂટશે અને વાવાઝોડાની માફક દુષ્ટોના શિરે ત્રાટકશે.


પોતાના ભાઈઓમાં એફ્રાઈમ ફળદ્રુપ થાય તો પણ હું રણપ્રદેશમાંથી પૂર્વનો ગરમ પવન મોકલીશ અને તે તેનાં સઘળાં ઝરણાં અને જળાશય સૂકવી નાખશે. તે સર્વ મૂલ્યવાન બાબતો ઘસડી જશે.


તેથી તેઓ પ્રભાતના ધૂમ્મસની જેમ અને સવારના ઝાકળની જેમ જલદીથી ઊડી જશે. તેઓ અનાજના ખળામાંથી ઊડી જતા ભૂસા જેવા અથવા ધૂમાડિયામાંથી નીકળતા ધૂમાડા જેવા થશે.


આશ્શૂરીઓ માટે તો પ્રભુએ આવું નિર્માણ કર્યું છે: “તેમનું નામ ચાલુ રાખનાર તેમનો કોઈ વંશજ રહેશે નહિ. તેમનાં દેવમંદિરમાં સ્થાપેલી મૂર્તિઓનું હું ખંડન કરીશ. આશ્શૂરીઓ માટે હું ઘોર ખોદી રહ્યો છું. કારણ, તેઓ હવે જીવવાને લાયક રહ્યા નથી!”


“તમે વિપુલ પાકની આશા રાખી, પણ તે થોડો જ થયો. તમે તે અનાજ ઘેર લાવ્યા તો મેં તેને ફૂંક મારી ઉડાવી દીધું. એનું કારણ શું? એનું કારણ એ કે મારું મંદિર ભંગાર હાલતમાં પડયું છે, ત્યારે તમે પોતપોતાના ઘરના ક્મક્જમાં વ્યસ્ત છો.


એક ઝંઝાવાતની જેમ મેં તેમને વિદેશોમાં વસવા મોકલી દીધા અને આ ફળદ્રુપ દેશ ઉજ્જડ અને નિર્જન પડયો રહ્યો.


પ્રભુ પોતાના સર્વ લોકો ઉપર પ્રગટ થશે. તે વીજળીની માફક બાણ મારશે. પ્રભુ પરમેશ્વર રણશિંગડું વગાડશે. દક્ષિણના તોફાનમાં તે કૂચ કરશે.


Lean sinn:

Sanasan


Sanasan