Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 40:22 - પવિત્ર બાઇબલ C.L.

22 પ્રભુ તો પૃથ્વીથી ઊંચે, આકાશના ધુમ્મટની ઉપર રાજ્યાસન પર બિરાજે છે. તેમની દષ્ટિમાં પૃથ્વીવાસીઓ તીડ જેવા છે. તે પડદાની માફક આકાશોને વિસ્તારે છે અને રહેવાના તંબુની જેમ તેમને પ્રસારે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

22 પ્રભુ તો પૃથ્વી ઉપરના નભોમંડળ પર બિરાજનાર, અને એમની નજરમાં તેના રહેવાસીઓ તીડ સમાન છે; તે મલમલ [ના પડદાની] જેમ આકાશોને પ્રસારે છે, તે રહેવા માટેના તંબુની જેમ તેઓને તાણે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

22 પ્રભુ તો પૃથ્વી ઉપરના આકાશમંડળ પર બિરાજનાર છે અને એમની નજરમાં તેના રહેવાસીઓ તીડ સમાન છે! તે પડદાની જેમ આકાશોને પ્રસારે છે અને રહેવા માટેના તંબુની જેમ તેઓને તાણે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

22 તે તો સૃષ્ટિના નભોમંડળ પર બિરાજમાન એવા દેવ છે. એની નજરમાં તો પૃથ્વી પરના લોકો ક્ષુદ્ર કીડી જેવા છે! તેમણે આકાશને ચંદરવાની જેમ ફેલાવ્યું છે, અને પોતાનું નિવાસસ્થાન બનાવ્યું છે.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 40:22
28 Iomraidhean Croise  

પછી ઈશ્વરે કહ્યું, “પાણીની વચમાં ધુમ્મટ થાઓ અને પાણીને બે ભાગમાં જુદાં કરો.” એટલે એમ થયું.


ઈશ્વર આકાશના ગુંબજ પર વિચરે છે. ત્યારે ઘાડાં વાદળો તેમને આવરી લે છે, તેથી તે જોઈ શક્તા નથી.


ઈશ્વર ઉત્તરદિશાને અવકાશમાં વિસ્તારે છે, અને પૃથ્વીને શૂન્યાવકાશમાં લટકાવે છે.


ઈશ્વરના ગગનમંડળમાં વાદળોનું પ્રસારણ અને તેમાંની મેઘગર્જના કેવી રીતે થાય છે તે કોણ સમજી શકે?


ઈશ્વરની જેમ તું પણ ગાળેલી ધાતુના ચમકદાર અરીસાના જેવું મજબૂત આકાશ પ્રસારી શકે ખરો?


તે એકલે હાથે આકાશોને વિસ્તારે છે, અને સમુદ્રનાં મોજાં ખૂંદી નાખે છે.


તમે વસ્ત્રની જેમ પ્રકાશ પરિધાન કર્યો છે; તમે તંબૂની જેમ આકાશને વિસ્તાર્યું છે.


તેમણે અંધકારનું આવરણ ઓઢયું હતું. મેઘજળ ભર્યાં ઘનઘોર વાદળના ચંદરવાથી પોતાને ઢાંક્યા હતા.


છતાં તેમનો સંદેશ સમસ્ત સૃષ્ટિમાં ફેલાઈ જાય છે, અને ધરતીની સઘળી સીમાઓ સુધી તેનો રણકાર સંભળાય છે. ઈશ્વરે સૂર્ય માટે આકાશનો ચંદરવો બાંધ્યો છે;


સ્વર્ગમાં બિરાજમાન પ્રભુ હસે છે, પ્રભુ તેમની હાંસી ઉડાવે છે.


પ્રભુ જળપ્રલય પર સત્તા ચલાવે છે. પ્રભુ સદાસર્વદા રાજા તરીકે બિરાજમાન છે:


તે યુગયુગ જૂનાં આકાશ પર સવારી કરે છે, તેમની પ્રચંડ વાણીથી તેઓ ગાજી ઉઠે છે.


ઈશ્વરે આકાશને સ્થાપિત કર્યું અને મહાસાગરોની ચોગરદમ મર્યાદા ઠરાવી ત્યારે પણ મારી હયાતી હતી.


ઇજિપ્ત વિષેનો આ સંદેશ છે: પ્રભુ વેગવાન વાદળ પર સવાર થઈને ઇજિપ્તમાં આવે છે. તેમની સમક્ષ ઇજિપ્તની મૂર્તિઓ ધ્રૂજી ઊઠી છે અને ઇજિપ્તના લોકોના હોશકોશ ઊડી ગયા છે.


“હે ઇઝરાયલના ઈશ્વર, સર્વસમર્થ પ્રભુ, પાંખવાળાં પ્રાણી કરુબો પર બિરાજનાર, તમે એક માત્ર ઈશ્વર છો અને દુનિયાનાં બધાં રાજ્યો તમારી હકૂમત નીચે છે. તમે આકાશ તથા પૃથ્વીના સર્જનહાર છો!


પ્રભુની નજરમાં દેશો ડોલમાંના ટીપાં જેવાં તથા ત્રાજવે ચોંટેલી ધૂળ જેવા છે અને ટાપુઓ તો રજકણ જેવા હલકા છે.


તેમની આગળ દેશો વિસાત વિનાના છે. તે તેમને નહિવત્ ગણે છે.


તે નિરાશ કે નિરુત્સાહી થયા વિના પૃથ્વી પર ન્યાયની પ્રતિષ્ઠા કરશે. દૂરના ટાપુઓ તેના શિક્ષણની રાહ જોશે.”


ઈશ્વરે આકાશો ઉત્પન્‍ન કરીને તેમને પ્રસાર્યાં છે; તેમણે પૃથ્વીને તેમ જ તેમાં થતી નીપજને વિસ્તાર્યાં છે. તેમણે પૃથ્વીના બધા લોકમાં અને તેની પરના બધા સજીવોમાં પ્રાણ પૂર્યો છે. એ જ ઈશ્વર પ્રભુ પોતાના સેવકને કહે છે:


તને ગર્ભસ્થાનમાં ઘડનાર, તારા ઉદ્ધારક પ્રભુ આમ કહે છે: હું પ્રભુ છું. હું સકળ સૃષ્ટિનો સર્જનહાર છું. મેં એકલાએ આકાશોને પ્રસાર્યાં છે. મેં જાતે જ પૃથ્વીને વિસ્તારી છે.


પણ તમે તો આકાશોને પ્રસારનાર અને પૃથ્વીના પાયા નાખનાર તમારા સર્જનહારને વીસરી ગયા છો. તેથી તો તમે તમારા જુલમગારોને લીધે આખો દિવસ સતત ભયમાં રહો છો. પણ તમારા જુલમગારોનો કોપ ક્યાં છે?


પ્રભુ આમ કહે છે, “આકાશ મારું રાજ્યાસન અને પૃથ્વી મારું પાયાસન છે; તો તમે મારે માટે કેવા પ્રકારનું ઘર બાંધશો? મારું નિવાસસ્થાન કેવું બનાવશો?”


ઈશ્વરે પોતાના સામર્થ્યથી પૃથ્વીની રચના કરી, પોતાના જ્ઞાનથી તેને સંસ્થાપિત કરી, અને પોતાની પ્રજ્ઞાથી આકાશને વિસ્તાર્યું.


આકાશોને પ્રસારનાર, પૃથ્વીને ઉત્પન્‍ન કરનાર અને માણસને જીવન બક્ષનાર પ્રભુ તરફથી ઇઝરાયલ માટેનો આ સંદેશ છે.


વળી, અમે ત્યાં અનાકના વંશજોને એટલે રાક્ષસી કદના માણસોને પણ જોયા છે. તેમની આગળ અમે તો તીડ જેવા લાગતા હતા અને તેમને પણ અમે તીડ જેવા જ લાગ્યા હોઈશું.”


Lean sinn:

Sanasan


Sanasan