Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 40:18 - પવિત્ર બાઇબલ C.L.

18 તો તમે ઈશ્વરને કોની સાથે સરખાવશો? કોની સાથે તમે તેમના સ્વરૂપની તુલના કરશો?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 તો તમે ઈશ્વરને કોની સાથે સરખાવશો? કેવી પ્રતિમા સાથે તેમનો મુકાબલો કરશો?

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 તો તમે ઈશ્વરને કોની સાથે સરખાવશો? કેવી પ્રતિમા સાથે તેમનો મુકાબલો કરશો?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

18 તો તમે દેવની તુલના શાની સાથે કરશો? તમે તેમનું વર્ણન કઇ રીતે કરી શકશો?

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 40:18
24 Iomraidhean Croise  

શું તારી પાસે ઈશ્વરના જેવા બળવાન ભુજ છે? શું તેમના સાદ જેવી ગર્જના તું કરી શકે છે?


આપણા ઈશ્વર પ્રભુ સમાન કોણ છે? તે ઉચ્ચસ્થાન પર બિરાજમાન છે.


આકાશમંડળમાં પ્રભુ સમાન કોણ છે? અને દેવપુત્રોમાં પ્રભુ જેવો કોણ છે?


સંતોની સભામાં તે આરાધ્ય ઈશ્વર છે અને તેમની આસપાસના સૌના કરતાં તે જ મહાન અને આરાધ્ય છે.


હે સેનાધિપતિ પ્રભુ ઈશ્વર, હે યાહ, તમારા સમાન પરાક્રમી કોણ છે? તમારું વિશ્વાસુપણું તમારી આસપાસ છે.


હે પ્રભુ, તમારા જેવા બીજા ઈશ્વર કોણ છે? પવિત્રતામાં પ્રતાપી, મહિમામાં ભયાવહ અને અદ્‍ભુત કાર્યો કરનાર બીજો કોણ છે?


“તમે તમારે માટે કોઈ મૂર્તિ ન બનાવો. આકાશમાંની, પૃથ્વી પરની કે પૃથ્વી નીચેના પ્રાણીમાંની કોઈ વસ્તુની પ્રતિમા ન બનાવો.


ફેરોએ કહ્યું, “આવતી કાલે.” મોશેએ કહ્યું, “તમારા કહેવા પ્રમાણે હું કાલે વિનંતી કરીશ; જેથી તમે જાણો કે અમારા ઈશ્વર પ્રભુ જેવો કોઈ છે જ નહિ.


નહિ તો આ વખતની મારી આફત હું માત્ર તારા અમલદારો અને તારી પ્રજા ઉપર જ નહિ, પણ તારા પોતા ઉપર પણ મોકલીશ; જેથી તું જાણે કે સમસ્ત પૃથ્વીમાં મારા જેવો કોઈ છે જ નહિ.


તેથી પવિત્ર ઈશ્વર કહે છે, “તમે કોની સાથે મારી તુલના કરશો?”


ઇઝરાયલનો રાજા અને ઉદ્ધારક સર્વસમર્થ પ્રભુ આ પ્રમાણે કહે છે, “હું આદિ છું; હું જ અંત છું. મારા સિવાય બીજો કોઈ દેવ નથી.


વળી, પ્રભુ કહે છે, “તમે કોની સાથે મારી સરખામણી કરશો? શું મારા જેવો બીજો કોઈ છે? કોની સાથે મારી તુલના કરીને મને સરખાવશો?


ઘણા વર્ષો પહેલાં જે બન્યું તે યાદ કરો. માત્ર હું જ ઈશ્વર છું; બીજો કોઈ નથી. હું જ ઈશ્વર છું; મારા જેવો બીજો કોઈ નથી.


હે ઇઝરાયલના લોકો, તમારે માટેનો પ્રભુનો સંદેશ સાંભળો.


યાકોબના હિસ્સા સમાન ઈશ્વર તેમના જેવા નથી; તે તો સકળ સૃષ્ટિના સર્જનહાર છે અને તેમણે ઇઝરાયલ પ્રજાને પોતાના વારસ તરીકે નીમી છે. તેમનું નામ સેનાધિપતિ યાહવે છે. ભાવિ દેશનિકાલ: વિલાપ અને પ્રાર્થના


હે યાહવે, તમારા સમાન કોઈ નથી; તમે મહાન છો;


તમારા જેવા ઈશ્વર કોણ છે? કારણ, તમે તો પાપ ક્ષમા કરો છો. તમારા વારસાના એટલે કે તમારા લોકના બચી ગયેલા માણસોના અપરાધ તમે વિસારે પાડો છો. તમે તમારો ક્રોધ હંમેશાં રાખતા નથી, કારણ, દયા કરવામાં તમને આનંદ આવે છે.


“આપણે ઈશ્વરનાં સંતાન હોવાથી એવું ન ધારવું જોઈએ કે માણસે પોતાની કલ્પના અને કળાકૌશલ્યથી બનાવેલી સોના, રૂપા કે પથ્થરમાંથી ઘડેલી પ્રતિમા જેવું તેમનું સ્વરૂપ છે.


હે યશુરૂન, ઇઝરાયલી લોકો, તમારા ઈશ્વર જેવા અન્ય કોઈ નથી; તે તમને મદદ કરવા વાદળાં પર સવાર થઈ આવે છે અને ગૌરવપૂર્વક આકાશમાં વિચરે છે.


“હોરેબ પર્વત પર પ્રભુ અગ્નિ મધ્યેથી તમારી સાથે બોલ્યા તે દિવસે તમે કોઈ પણ પ્રકારનો આકાર જોયો નહિ. તેથી પોતા વિષે અત્યંત સાવધ રહો કે


ખ્રિસ્ત તો અદૃશ્ય ઈશ્વરનું સાક્ષાત્ પ્રતિરૂપ છે. તે સકળ સર્જન પહેલાંના અને સર્વોપરી છે.


તે તો ઈશ્વરના ગૌરવનો પ્રકાશ અને તેમના સત્ત્વની આબેહૂબ પ્રતિમા છે અને તે પોતાના સમર્થ શબ્દ દ્વારા આખા વિશ્વને ધરી રાખે છે. માનવજાત માટે પાપોની ક્ષમા હાંસલ કરીને તે સ્વર્ગમાં ઈશ્વરની જમણી તરફ બિરાજેલા છે.


પ્રભુના જેવું કોઈ પવિત્ર નથી, તેમનો કોઈ સમોવડિયો નથી. આપણા પ્રભુ જેવો કોઈ સંરક્ષક ખડક નથી.


Lean sinn:

Sanasan


Sanasan