Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 40:1 - પવિત્ર બાઇબલ C.L.

1 તમારા ઈશ્વર કહે છે, “મારા લોકને આશ્વાસન આપો, તેમને આશ્વાસન આપો!

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 તમારા ઈશ્વર કહે છે, “દિલાસો આપો, મારા લોકોને દિલાસો આપો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 તમારા ઈશ્વર કહે છે, “દિલાસો આપો, મારા લોકોને દિલાસો આપો.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 તમારા દેવની આ વાણી છે: “દિલાસો, હા, મારા લોકોને દિલાસો આપો.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 40:1
29 Iomraidhean Croise  

તો હવે ઘેર જઈને મિજબાની કરો. જેઓ તંગીમાં છે તેવાંઓને તમારાં ખાનપાનમાંથી આપો. આજનો દિવસ તો આપણા પ્રભુને માટે પવિત્ર છે; તેથી ઉદાસ થશો નહિ. પ્રભુ જે આનંદ આપે છે તેનાથી તમે બળ પામશો.”


તમે તમારો રોષ સમાવ્યો હતો, અને તમારા ક્રોધાગ્નિને શાંત પાડયો હતો.


હું ઈશ્વરનો સંદેશ સાંભળી રહ્યો છું; પ્રભુનો સંદેશ તેમના લોક અને તેમના વફાદાર સંતોનું કલ્યાણ કરવા અંગેનો છે; એટલું જ કે તેના લોક પુન: મૂર્ખાઈ તરફ ફરી ન જાય.


રડવાનો સમય અને હસવાનો સમય, શોક કરવાનો સમય અને નૃત્ય કરવાનો સમય,


તે દિવસે તમે ગાશો: “હે પ્રભુ, હું તમારી સ્તુતિ કરું છું! તમે મારા પર રોષે ભરાયા હતા, પણ હવે તમારો રોષ શમી ગયો છે અને તમે મને દિલાસો આપો છો.


ન્યાયપૂર્વક વર્તનારાઓને ધન્ય છે, તેમનું કલ્યાણ થશે. તેઓ પોતાનાં કર્મોનું પ્રતિફળ માણશે.


એ તો મેં પ્રભુએ સૌપ્રથમ સિયોનને શુભ સમાચાર જણાવ્યા છે. મેં યરુશાલેમમાં સંદેશક મોકલીને તેમને કહેવડાવ્યું છે, ‘અરે, આ રહ્યા તમારા લોક!’


તમારામાં પ્રભુથી ડરીને ચાલનાર કોણ છે? તેમના સેવકના શબ્દોને આધીન થનાર કોણ છે? જે કોઈ હોય તે પોતાની પાસે પ્રકાશ ન હોવાથી અંધકારમાં ચાલતી વખતે પોતાના ઈશ્વર યાહવેના નામ પર ભરોસો મૂકે અને તેમના પર આધાર રાખે.


પ્રભુ કહે છે, “હું તમને હૈયાધારણ આપું છું તો પછી મર્ત્ય માનવથી, ઘાસ જેવા નાશપાત્ર માણસોથી શા માટે બીઓ છો?


“હું સિયોનને અને તેનાં ખંડિયેરોમાં વસતા સૌને આશ્વાસન આપીશ. હું તેના વેરાનપ્રદેશને એદન જેવો અને તેના સૂકાપ્રદેશને ‘પ્રભુની વાડી’ જેવો બનાવી દઈશ. તેમાં આનંદોત્સવ થશે અને ગાનતાન સાથે મારાં સ્તુતિગીત ગવાશે.


હે યરુશાલેમનાં ખંડિયેરો, તમે સૌ સાથે મળી આનંદનાં ગીતો ગાવા લાગો! કારણ, પ્રભુએ પોતાના શહેરનો ઉદ્ધાર કરીને પોતાના લોકને આશ્વાસન આપ્યું છે.


હે યરુશાલેમ, ઊઠ, પ્રકાશિત થા કારણ, તારા પર પ્રકાશ પડયો છે. તારા પર પ્રભુના મહિમાનો ઉદય થયો છે.


પ્રભુની કૃપાદષ્ટિનું વર્ષ અને શત્રુઓનો પ્રતિકાર કરવાનો આપણા ઈશ્વરનો દિવસ જાહેર કરવા માટે, સર્વ શોક કરનારાઓને આશ્વાસન આપવા માટે,


ત્યારે જ તારી પરનો મારો રોષ સમી જશે અને મારો આવેશ ઊતરી જશે; પછી મને શાંતિ વળશે, અને હું ફરી ક્રોધે ભરાઇશ નહિ.


પ્રભુએ દૂતને સાંત્વનભર્યા શબ્દોમાં જવાબ આપ્યો,


દૂતે મને જાહેરાત કરવા જણાવ્યું, “સર્વસમર્થ પ્રભુ કહે છે કે તેમનાં નગરો ફરીથી આબાદ થશે અને પોતે યરુશાલેમને સહાય કરીને પોતાના શહેર તરીકે તેનો દાવો કરશે.”


હે સિયોનના લોકો, આનંદ કરો! યરુશાલેમના લોકો, હર્ષનો પોકાર કરો! જુઓ, તમારો રાજા તમારી પાસે આવે છે. તે વિજયી બની, હા, જયવંત થઈ આવે છે. પણ તે નમ્ર છે, અને તે ગધેડા પર, એટલે પલોટયા વિનાના ખોલકા પર સવાર છે.


ઈશ્વર અમને અમારાં સર્વ દુ:ખોમાં દિલાસો આપે છે, જેથી તેમણે અમને આપેલા દિલાસાને આધારે જેઓ કોઈપણ પ્રકારની મુશ્કેલીમાં હોય તેમને અમે દિલાસો આપી શકીએ.


તેથી આ વચનો કહીને એકબીજાને પ્રોત્સાહન આપો.


Lean sinn:

Sanasan


Sanasan