Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 4:1 - પવિત્ર બાઇબલ C.L.

1 તે દિવસે સાત સ્ત્રીઓ એક પુરુષને પકડીને કહેશે, “અમે અમારો પોતાનો ખોરાક ખાઈશું અને અમારાં પોતાનાં વસ્ત્રો પહેરીશું પણ તું અમારો પતિ થા અને અમારું કુંવારા રહી જવાનું મહેણું દૂર કર.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 તે દિવસે સાત સ્ત્રીઓ એક પુરુષને પકડીને કહેશે, “અમે અમારી પોતાની રોટલી ખાઈશું અને અમારાં પોતાનાં વસ્ત્ર પહેરીશું; માત્ર તારું નામ અમને આપ, અને અમારું અપમાન ટાળ.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 તે દિવસે સાત સ્ત્રીઓ એક પુરુષને પકડીને કહેશે કે, “અમે અમારો પોતાનો ખોરાક ખાઈશું અને અમારા પોતાનાં વસ્ત્ર પહેરીશું પણ માત્ર તારું નામ અમને આપ અને અમારું અપમાન ટાળ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 તે દિવસે સાત સ્ત્રીઓ એક પુરુષને પકડીને કહેશે કે, “અમે અમારો પોતાનો રોટલો ખાઇશું અને અમારાઁ પોતાનાં વસ્ત્રો પહેરીશું. પણ તું અમને તારે નામે ઓળખાવા દે, જેથી અમારું કુવારાંપણાનું મહેણું ટળે.”

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 4:1
15 Iomraidhean Croise  

તે ગર્ભવતી થઈ અને તેણે એક પુત્રને જન્મ આપ્યો. તે બોલી, “ઈશ્વરે મારું અપમાન દૂર કર્યું છે.


શાઉલની દીકરી મીખાલ જીવનભર નિ:સંતાન રહી.


એવો સમય આવશે કે ઇઝરાયલના, એટલે, યાકોબના વંશજોમાંથી બચી ગયેલા લોકો તેમના પર ઘા કરનાર દેશ પર આધાર રાખશે નહિ, પણ તેઓ ઇઝરાયલના પવિત્ર પ્રભુ પર સાચા દિલથી ભરોસો રાખશે.


શુદ્ધ સોનું અને ઓફિરના સોના કરતાં યે માણસોની અછત વધુ વર્તાશે.


એ દિવસે લોકો પોતાના સર્જનહાર, ઇઝરાયલના પવિત્ર ઈશ્વર પર મીટ માંડશે.


તે દિવસે માનવીની મગરૂરી ઉતારી પાડવામાં આવશે અને ગર્વિષ્ઠોનો ગર્વ નમાવાશે અને માત્ર પ્રભુ જ શ્રેષ્ઠ મનાશે.


માનવી અભિમાન ઉતારાશે; માનવી અહંકારનો નાશ થશે. તે દિવસે મૂર્તિઓનો સંપૂર્ણ વિનાશ થશે અને એકમાત્ર પ્રભુ જ શ્રેષ્ઠ મનાશે.


એ સમયે માણસ પોતાના જ કોઈ ગોત્રબધુંને પકડીને કહેશે, “તારી પાસે વસ્ત્ર છે તેથી તું અમારો આગેવાન થા અને પાયમાલ થઈ ગયેલા કુટુંબનો કારભાર ચલાવ.”


તું બીશ નહિ; તું ફરી લજ્જિત થવાની નથી. તું ગભરાઈશ નહિ; તું ફજેત થવાની નથી. તું તારા યૌવનનું લાંછન ભૂલી જશે, અને તને તારા વૈધવ્યનું કલંક ફરી યાદ આવશે નહિ.


મેં જ તમારા દેશમાં દરિયાની રેતીના કણ કરતાં વધારે વિધવાઓ બનાવી છે. મેં તમારા જુવાનોને તેમની ભરજુવાનીમાં મારી નાખ્યા છે, અને તેમની માતાઓને વિલાપ કરાવ્યો છે; એમ મેં તેમના પર અચાનક વેદના અને આતંક મોકલ્યાં છે.


તેણે કહ્યું, “આખરે ઈશ્વરે મને મદદ કરી છે. તેમણે મારું વંધ્યા હોવાનું મહેણું ટાળ્યું છે!”


કારણ, શાસ્ત્રમાં જે કંઈ લખેલું છે તે સાચું ઠરે તે માટે એ શિક્ષાના દિવસો છે.


પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં એવા લોકોને અમે આજ્ઞા કરીએ છીએ અને ચેતવણી આપીએ છીએ કે, તેમણે શાંતિપૂર્વક જાતમહેનતથી પોતાનું ભરણપોષણ કરવું જોઈએ.


હાન્‍નાની શોક પનિન્‍ના તેને દુ:ખ આપતી અને તેને ઉતારી પાડતી. કારણ, પ્રભુએ હાન્‍નાને બાળક વગરની રાખી હતી.


Lean sinn:

Sanasan


Sanasan