Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 38:3 - પવિત્ર બાઇબલ C.L.

3 “હે પ્રભુ, હું સત્યતાથી અને દયની પૂરી નિષ્ઠાથી તમારી સંમુખ જીવ્યો છું અને તમારી દષ્ટિમાં જે સારું છે તે જ કરતો રહ્યો છું. તો તે સંભારો એવી મારી આજીજી છે.” પછી તે બહુ રડયો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 “હે યહોવા, હું તમારા કાલાવાલા કરું છું કે હું કેવી રીતે સત્યતાથી તથા સંપૂર્ણ હ્રદયથી તમારી સમક્ષ ચાલ્યો છું, ને તમારી દષ્ટિમાં જે સારું તે મેં કર્યું છે, એનું સ્મરણ કરો.” પછી હિઝકિયા બહુ રડયો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 તેણે કહ્યું, “હે યહોવાહ, હું કાલાવાલા કરું છું કે હું કેવી રીતે સત્યતાથી તથા સંપૂર્ણ હૃદયથી તમારી સમક્ષ ચાલ્યો છું અને તમારી દૃષ્ટિમાં જે સારું તે મેં કર્યું છે,” અને પછી હિઝકિયા બહુ રડ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 “હે યહોવા, હું તમારી સાક્ષીએ એકનિષ્ઠાથી અને સચ્ચાઇપૂર્વક જીવન વીતાવુ છું. અને તમારી નજરમાં જે સારું હોય તે જ કરતો રહ્યો છું.” પછી તે કટુતાપૂર્વક ખૂબ રડ્યો.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 38:3
40 Iomraidhean Croise  

અબ્રામ નવ્વાણુ વર્ષનો થયો ત્યારે પ્રભુએ તેને દર્શન આપીને કહ્યું, “હું સર્વસત્તાધીશ ઈશ્વર છું; મારી આધીનતામાં તારું જીવન ગાળ અને માત્ર જે યથાયોગ્ય છે તે જ કર.


આ નૂહની વાત છે: તે ઈશ્વરપરાયણ અને પોતાના જમાનામાં એકમાત્ર નિર્દોષ માણસ હતો.


જો કે આસાએ ભક્તિનાં બધાં જ વિધર્મી ઉચ્ચસ્થાનોનો નાશ કર્યો નહોતો, પણ તે પોતાના જીવનભર પ્રભુ પ્રત્યે પૂરો નિષ્ઠાવાન રહ્યો.


જ્યાં સુધી મારા વંશજો પોતાના પૂરા દયથી અને જીવથી વિશ્વાસુપણે પ્રભુની આજ્ઞાઓ પાળવામાં કાળજી રાખશે ત્યાં સુધી તેઓ ઇઝરાયલ પર રાજ કરશે એવું પ્રભુનું વરદાન છે. જો તું પ્રભુને આધીન થઈશ, તો તે એ વરદાન પાળશે.


પોતાના પૂર્વજ દાવિદનો નમૂનો અનુસરીને તેણે પ્રભુની દૃષ્ટિએ યથાયોગ્ય આચરણ કર્યું.


તેણે શલોમોનને કહ્યું, “મારા દીકરા, તું મારા પિતાના ઈશ્વરનો સ્વીકાર કર અને સંપૂર્ણ દિલથી અને રાજીખુશીથી તેમની સેવા કર. તે આપણા સૌના વિચારો અને ઈરાદાઓ જાણે છે. જો તું તેમને શોધશે, તો તે તને મળશે; પણ જો તું તેમનો ત્યાગ કરીશ તો તે તને સદાને માટે તજી દેશે.


મારા પુત્ર શલોમોનને પણ પૂરા દિલની એવી નિષ્ઠા આપો કે તે તમારી આજ્ઞાઓ, આદેશો અને વિધિઓનું પાલન કરે અને જે મંદિર બાંધવા મેં આ તૈયારીઓ કરી છે તે બાંધે.”


લોકોએ રાજીખુશીથી પ્રભુને આપ્યું અને એટલું બધું અપાયું તેથી તેમને આનંદ થયો. દાવિદ રાજાને પણ ખૂબ આનંદ થયો.


પ્રભુની દૃષ્ટિ સમસ્ત દુનિયાનું નિરીક્ષણ કરે છે, કે જેથી જેમનાં હૃદય તેમના પ્રત્યે પૂરાં નિષ્ઠાવાન છે તેમને તે સમર્થ બનાવી સહાય કરે છે. તમે મૂર્ખાઈ કરી છે અને તેથી હવેથી તમારે હમેશાં લડાઈ રહેશે.”


પ્રભુની દૃષ્ટિએ, યથાયોગ્ય આચરણ તો કર્યું, પણ સાચા દિલથી નહિ.


એઝરા મંદિર આગળ ભૂમિ પર નતમસ્તકે ધૂંટણિયે પડીને રડતાં રડતાં પ્રાર્થના કર્યા કરતો હતો અને પાપની કબૂલાત કરતો હતો ત્યારે ઇઝરાયલી સ્ત્રી, પુરુષો અને બાળકોનો મોટો સમુદાય તેની આસપાસ એકત્ર થયેલો હતો. તેઓ પણ ભારે વિલાપ કરતાં હતાં.


એ સાંભળીને હું બેસી પડયો અને રડવા લાગ્યો. કેટલાક દિવસ સુધી મેં શોક કર્યો અને ઉપવાસસહિત ઈશ્વરને પ્રાર્થના કરી.


હે મારા ઈશ્વર, તમારા મંદિરને માટે અને તેના સેવાકાર્ય માટે મારાં આ બધાં કાર્યો તમે સતત સ્મરણમાં રાખજો.


મેં લેવીઓને હુકમ કર્યો કે તેઓ પોતાનું શુદ્ધિકરણ કરે અને જઈને દરવાજાઓ પર ચાંપતી દેખરેખ રાખે, જેથી સાબ્બાથદિન પવિત્ર માનવામાં આવે. હે ઈશ્વર, મારા કાર્યને પણ તમે યાદ રાખજો અને તમારા મહાન પ્રેમને લીધે મને બચાવી રાખજો.


બલિદાનો માટેના લાકડાં યોગ્ય સમયે લાવી દેવાય અને લોકો પ્રથમ લણણીનું અનાજ અને પ્રથમ પાકેલાં ફળ લાવતા રહે તેવી મેં ગોઠવણી કરી. હે ઈશ્વર, આ બધું મારા લાભમાં સંભારજો.


“હે ઈશ્વર, મારી પ્રાર્થના છે કે આ લોકોના હક્ક માં મેં જે કંઈ કર્યું છે તે મારા લાભમાં સંભારજો.”


હું સીધે માર્ગે ચાલવા પર ધ્યાન દઈશ. હે પ્રભુ, તમે મારી પાસે ક્યારે આવશો? હું મારા રાજકારભારમાં શુદ્ધ દયથી વર્તીશ.


તમારા રોષ અને ક્રોધને લીધે તમે મને ઊંચકીને ફગાવી દીધો છે; તેથી હું રોટલીની જેમ રાખ ખાઉં છું, અને મારાં આંસુ પીવાના પ્યાલામાં પડે છે.


હું તમારાં ફરમાનો સંપૂર્ણ દયથી પાળીશ; જેથી મારે શરમાવું ન પડે.


હું નિરંતર પ્રભુને મારી સમક્ષ રાખું છું. તે મારે જમણે હાથે છે તેથી મને કોઈ ડગાવી શકશે નહિ.


કેમ કે હું તમારો પ્રેમ મારી નજરે નિહાળું છું, અને હું તમારા સત્ય માર્ગે ચાલું છું.


ધન્ય છે એ વ્યક્તિને કે જેના પર પ્રભુ ભૂંડાઈ આચરવાનો દોષ મૂક્તા નથી, અને જેનાં હૃદયમાં કંઈ કપટ નથી.


મારા નિ:સાસાથી હું નિર્ગત થઈ ગયો છું; દર રાતે આંસુથી મારી પથારી ભીંજાઈ જાય છે, અને રુદનથી મારું બિછાનું ભીનું થઈ જાય છે.


હે દુરાચારીઓ, મારાથી દૂર જાઓ, કારણ, પ્રભુએ મારા વિલાપનો સાદ સાંભળ્યો છે.


હિઝકિયાએ પોતાનું મુખ દીવાલ તરફ ફેરવીને પ્રાર્થના કરી:


ત્યારે પ્રભુએ યશાયાને આજ્ઞા કરી,


હા, તે દૂતની સામે પણ ઝઝૂમ્યો અને ટક્કર લીધી. તેણે રડીને આશિષની માગણી કરી. ઈશ્વર આપણા પૂર્વજ યાકોબને બેથેલમાં મળ્યા અને ત્યાં તેની સાથે વાત કરી.


ઈસુએ નાથાનાએલને પોતાની પાસે આવતો જોઈને કહ્યું, “આ ખરો ઇઝરાયલી છે! તેનામાં કંઈ કપટ નથી!”


અમને આ વાતનો ગર્વ છે કે અમે આ દુનિયામાં તમારા પ્રત્યે ઈશ્વર તરફથી મળેલી સંનિષ્ઠા અને નિખાલસતાથી વર્ત્યા છીએ અને તેનો આધાર માનવી જ્ઞાન પર નહિ, પણ ઈશ્વરની કૃપાના સામર્થ્ય પર છે અને એની ખાતરી અમારી પ્રેરકબુદ્ધિ પણ અમને આપે છે.


પ્રભુની દૃષ્ટિમાં જે સાચું અને સારું હોય તે કરો જેથી તમારું કલ્યાણ થાય અને જે ઉત્તમ દેશ તમારા પૂર્વજોને આપવા વિષે પ્રભુએ સોગંદ લીધા છે તેમાં પ્રવેશીને તમે તેનો કબજો લો.


આ પૃથ્વી પરના પોતાના જીવન દરમિયાન ઈસુએ તેમને મૃત્યુમાંથી બચાવનાર ઈશ્વરને મોટે ઘાંટે તથા આંસુઓ સહિત પ્રાર્થનાઓ અને વિનંતીઓ કરી. તે નમ્ર અને આજ્ઞાંક્તિ હતા તેથી ઈશ્વરે તેમનું સાંભળ્યું.


તમે જે કાર્યો કર્યાં અથવા તમારા સાથી ખ્રિસ્તીઓને જે મદદ તમે કરી અને હજી પણ કરી રહ્યા છો તે દ્વારા જે પ્રેમ ઈશ્વર તરફ તમે બતાવ્યો તે તે ભૂલી જશે નહિ.


Lean sinn:

Sanasan


Sanasan