Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 38:16 - પવિત્ર બાઇબલ C.L.

16 હે પ્રભુ, હું માત્ર તમારે માટે જ જીવીશ; તો હવે મને સાજો કરો અને જીવતદાન આપો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 હે પ્રભુ, એવાં વચનો વડે માણસો જીવન ઘારણ કરે છે, ફકત તેઓમાં મારા આત્માનું જીવન છે; તમે મને સાજો કરશો, ને મને જીવતો રાખશો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 હે પ્રભુ, તમે મોકલેલું દુઃખ મારા માટે સારું છે; મારું જીવન મને પાછું મળે તો સારું; તમે મને સાજો કર્યો છે અને જીવતો રાખ્યો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

16 હે મારા માલિક, એવાં વચનો વડે માણસો જીવન ધારણ કરે છે. હું કેવળ તારે માટે જ જીવીશ. તેં મને સાજો કર્યો છે અને જીવવા દીધો છે.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 38:16
14 Iomraidhean Croise  

હું મૃત્યુને આરે આવી પડયો છું; તમારાં કથન પ્રમાણે મને જીવંત રાખો.


મને પડેલું દુ:ખ મારે માટે ગુણકારક થઈ પડયું; તેથી હું તમારાં ફરમાનો શીખ્યો.


હે પ્રભુ, તમારા ચુકાદા અદલ છે; હું જાણું છું કે તમારા વિશ્વાસુપણામાં જ તમે મને દુ:ખી કર્યો છે.


હે પ્રભુ, તમે મારા પ્રાણને મૃત્યુલોક શેઓલમાંથી ઉપર ઉઠાવી લીધો. હું તો ઘોરમાં જવાની તૈયારીમાં હતો, પણ તમે મને નવજીવન બક્ષ્યું છે.


હું અહીંથી ચાલ્યો જાઉં અને હતો ન હતો થઈ જાઉં, તે પહેલાં તમારી કરડી નજર મારા પરથી ઉઠાવી લો; જેથી હું થોડીક રાહતનો દમ લઈ શકું!


જો કે તમે મને ઘણાં પીડાકારક સંકટો જોવાં દીધાં છે, પરંતુ તમે મને નવજીવન આપશો અને પૃથ્વીના ઊંડાણોમાંથી તમે મને પાછો ઉપર કાઢી લાવશો.


તમે સચ્ચાઈથી વર્તવામાં આનંદ માણનારા અને તમારે ચીંધેલા રસ્તે ચાલવાનું યાદ રાખનારાઓની વહારે આવો છો. પણ અમે તો પાપ કર્યું અને અમારા પાપાચારમાં લાંબી મુદ્દત જારી રહ્યા હોવાથી તમે કોપાયમાન થયા. પછી અમે કેવી રીતે બચી શકીએ?


ઈસુએ જવાબ આપ્યો, શાસ્ત્રમાં લખેલું છે, ’માનવી ફક્ત રોટલીથી જ નહિ, પણ ઈશ્વરના મુખે ઉચ્ચારાયેલા પ્રત્યેક શબ્દ દ્વારા જીવે છે’.


પણ જયારે પ્રભુ આપણો ન્યાય કરે છે ત્યારે તે આપણને શિક્ષા કરે છે, જેથી દુનિયાની સાથે આપણને સજાપાત્ર ઠરાવવામાં ન આવે.


અમે આ હળવી અને ક્ષણિક મુશ્કેલી ભોગવીએ છીએ, પણ તેના દ્વારા અમને એનાં કરતાં પણ મહાન એટલે અદ્‍ભુત અને સાર્વકાલિક ગૌરવ પ્રાપ્ત થશે.


તેમણે તમને ભૂખ્યા થવા દઈને લાચાર કર્યા, પણ પછી તમે કે તમારા પૂર્વજો જે વિષે જાણતા નહોતા એવા માન્‍નાથી તમારું પોષણ કર્યું. જેથી તે તમને શીખવે કે માણસ માત્ર ખોરાકથી નહિ,પરંતુ પ્રભુના મુખે ઉચ્ચારેલી વાણી દ્વારા જીવે છે.


વળી, આપણા દૈહિક પિતા આપણને શિક્ષા કરતા અને આપણે તેમને માન આપતા હતા. તો પછી આપણા આત્મિક પિતાને વિશેષ આધીન થઈને આપણે ન જીવીએ?


Lean sinn:

Sanasan


Sanasan