Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 38:14 - પવિત્ર બાઇબલ C.L.

14 હું અબાબીલ કે બગલાની પેઠે ઊંહકારા ભરતો હતો, અને હોલાની જેમ હું શોક કરતો હતો. આકાશો સામે મીટ માંડી માંડીને મારી આંખો થાકી ગઈ. હે પ્રભુ, હું વિપત્તિમાં આવી પડયો છું; મને બચાવો. પણ હું શું કહું?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 અબાબીલ કે બગલાની જેમ હું ચૂંચું કરતો; હોલાની જેમ હું વિલાપ કરતો; મારી આંખ ઉચ્ચસ્થાન તરફ જોવાથી નબળી થઈ છે; હે યહોવા, હું દબાઈ ગયો છું, તમે મારા જામીન થાઓ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 અબાબીલની જેમ હું કિલકિલાટ કરું છું, હોલાની જેમ હું વિલાપ કરું છું, મારી આંખો ઉચ્ચસ્થાન તરફ જોઈ રહેવાથી નબળી થઈ છે. હે પ્રભુ, હું પીડા પામી રહ્યો છું, મને મદદ કરો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

14 ટિટોડીની જેમ હું ટળવળું છું, હોલાની જેમ હું આક્રંદ કરું છું, મારી આંખ નભ તરફ જોઇ જોઇ થાકી ગઇ છે! હે યહોવા મારા માલિક, હું મુશ્કેલીમાં છું, તમે મને ઉગારી લેવાનું વચન આપો.”

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 38:14
15 Iomraidhean Croise  

હે ઈશ્વર, હવે તો તમે જ મારા જામીન બનો; કારણ, તમારા વિના બીજું કોણ મારો જામીન થવા તૈયાર થશે?


હું જાણે શિયાળવાંનો ભાઈ અને શાહમૃગનો સાથીદાર થયો છું.


“તમે મને ક્યારે સાંત્વન દેશો?” એમ કહેતાં કહેતાં મારી આંખોય તમારા વચનની પ્રતીક્ષામાં ઝાંખી પડી છે.


હે પ્રભુ, મને વિના વિલંબે ઉત્તર દો; મારો આત્મા ભાંગી પડવાની તૈયારીમાં છે. તમારું મુખ મારાથી સંતાડશો નહિ; અન્યથા, હું કબરમાં ઊતરી જનારા મૃતકો સમાન થઈ જઈશ.


મારા પ્રત્યે ધ્યાન દો અને મને ઉત્તર આપો; મારા શોકમાં હું ભારે વિલાપ કરતો ફરું છું.


મદદ માટેના પોકારો પાડી પાડીને હું થાકી ગયો છું. મારું ગળું સુકાઈ ગયું છે; મારા ઈશ્વરની પ્રતીક્ષા કરતાં કરતાં મારી આંખો ક્ષીણ બની છે.


અમે રીંછની પેઠે ધૂરકીએ છીએ અને કબૂતરની જેમ કલ્પાંત કરીએ છીએ. અમે ઇન્સાફની આશા રાખીએ છીએ, પણ તે મળતો નથી; છુટકારાની આશા સેવીએ છીએ પણ તે ય દૂર રહે છે.


ચોકીના બુરજ પરથી મદદની વાટ જોઈ જોઈને અમારી આંખો થાકી ગઈ, પણ અમને કંઈ મદદ મળી નહિ. અમે તો અમને મદદ કરી શકે નહિ એવા દેશની પાસે પણ મદદની આશા રાખી હતી.


જેઓ બચી જશે તેઓ ગભરાટમાં નાસી છૂટેલાં ખીણનાં પારેવાંની જેમ પર્વતો પર ભાગી છૂટશે. તેઓ સૌ પોતાનાં પાપને લીધે વિલાપમાં ઝૂરશે.


મહારાણીને બંદીવાન તરીકે પકડી લેવામાં આવી છે અને તેની દાસીઓ હોલાની જેમ કલ્પાંત કરતાં કરતાં છાતી કૂટે છે.


બંધની પાળ તૂટતાં પાણી બહાર ધસી જાય તેમ લોકો નિનવે નગરમાંથી બહાર નાસી રહ્યા છે. “થોભો! થોભો!” પોકારો થાય છે. પણ કોઈ પાછું ફરતું નથી.


આ તફાવત ઈસુને વધુ સારા કરારના જામીન બનાવે છે.


Lean sinn:

Sanasan


Sanasan