Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 38:12 - પવિત્ર બાઇબલ C.L.

12 ભરવાડના તંબુની માફક મારું નિવાસસ્થાન ઉખેડીને ફેંકી દેવાયું છે. વણકર કાપડને હાથશાળ પર વીંટાળી લઈ તેને તાણામાંથી કાપી નાખે છે તેમ મેં મારું જીવન સંકેલી લીધું છે, તે કપાઈ ગયું છે. દિવસ પૂરો થઈ રાત પડે ત્યાં સુધીમાં તો તે મને પૂરો કરી નાખશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 ભરવાડોની રાવટીની જેમ મારું રહેઠાણ ઉખેડી નંખાયું છે, ને મારી પાસેથી દૂર કરવામાં આવ્યું છે; મેં વણકરની જેમ મારું જીવન વીંટાળી લીધું છે; તે મને તાણામાંથી કાપી નાખશે; એક દિવસ ને રાત સુધી તમે મને પૂરો કરી નાખશો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 મારું નિવાસસ્થાન ભરવાડોના તંબુની જેમ ઉખેડી અને દૂર કરવામાં આવ્યું છે. વણકરની જેમ મારું જીવન સમેટી લીધું છે; મને તાકામાંથી કાપી નાખવામાં આવ્યો છે. રાત અને દિવસની વચ્ચે તમે મારું જીવન પૂરું કરી નાખો છો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

12 મારા ડેરાંતંબુ સમેટી લેવામાં આવ્યા છે, જેમ કાપડને શાળ પરથી કાપી નાખવામાં આવે છે તેમ, મારો જીવનપટ કાપી નાખવામાં આવ્યો છે. સમગ્ર દિવસ દરમ્યાન દેવ મને મારા જીવનના અંતની નજીક અને નજીક લઇ આવે છે.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 38:12
20 Iomraidhean Croise  

તે ફૂલની જેમ ખીલે છે અને પછી કરમાય છે. સરકી જનાર પડછાયાની જેમ તેની હયાતી ટક્તી નથી.


“મારો આત્મા ભાંગી પડયો છે; મારા દિવસો પૂરા થયા છે; મારે માટે કબર તૈયાર છે.


સવારથી સાંજ સુધીમાં તો તેમનો નાશ થઈ જાય છે; અને તેમનું નામનિશાન રહેતું નથી.


એટલે, ઈશ્વર મને કચડી નાખવા રાજી થાય અને મને છૂટે હાથે રહેંસી નાખે તો કેવું સારું?


ઢળતી સાંજના પડછાયાની જેમ મારી જિંદગીનો અંત પાસે છે; હું ઘાસની જેમ ચીમળાઈ ગયો છું.


ભ્રષ્ટ શાસકો ભલે મારી વિરુદ્ધ એકત્ર થઈ કાવતરાં ઘડે, તોપણ તમારો આ સેવક તમારા આદેશોનું મનન કરશે.


હું તો ગભરાટમાં બોલી ઊઠયો કે હું તમારી દૃષ્ટિથી દૂર ફેંકાઈ ગયો છું; પરંતુ જ્યારે મેં સહાય માટે વિનંતી કરી ત્યારે તમે મારી અરજનો પોકાર સાંભળ્યો છે.


હે ઈશ્વર, હું તો આખો વખત પીડા ભોગવું છું, અને દર સવારે મને શિક્ષા કરવામાં આવે છે.


તમે તેમને પાણીના પૂરની જેમ તાણી જાઓ છો. તેઓ તો નિદ્રા સમાન છે. તેઓ સવારમાં ઊગતા ઘાસ જેવા છે.


ફક્ત સિયોનનગરી એટલે યરુશાલેમ જ બાકી છે અને તેને પણ ઘેરો ઘાલવામાં આવ્યો છે. તેની હાલત દ્રાક્ષવાડીમાંની ચોકીદારની ઝૂંપડી જેવી અને ક્કડીની વાડીમાંની છાપરી જેવી છે.”


ત્યાં ફરી કદી કોઈ વસશે નહિ; ન તો કોઈ વિચરતો આરબ ત્યાં પોતાનો તંબુ તાણશે; ન તો કોઈ ભરવાડ કદી પોતાનાં ઘેટાં ચરાવશે.


આપણને ખબર છે કે આ તંબૂ એટલે પૃથ્વી પરનું આપણું આ શરીર તૂટી જવાનું છે, પણ આપણે સારુ રહેવા માટે ઈશ્વરે સ્વર્ગમાં ઘર રાખેલું છે. એ ઘર ઈશ્વરે પોતે જ બનાવ્યું છે, અને તે સદાકાળ ટકનારું છે.


આ પૃથ્વી પરના તંબૂમાં રહેતાં રહેતાં દુ:ખથી દબાઈ ગયા હોઈએ તેમ આપણે નિસાસા નાખીએ છીએ. આપણે આ પૃથ્વી પરના શરીરમાંથી મુક્ત થવા માગીએ છીએ એમ નથી; પણ આપણને સ્વર્ગીય શરીરથી પરિધાન કરવામાં આવે તેવી આશા રાખીએ છીએ; જેથી જે મર્ત્ય છે તે જીવનમાં ગરક થઈ જાય!


તેઓ તો વસ્ત્રની માફક ર્જીણ થઈ જશે, તું તેમને ઝભ્ભાની જેમ વાળી દેશે અને તેઓ વસ્ત્રની જેમ બદલાશે; પરંતુ તું હમેશાં એવો ને એવો જ છે, અને તારા આયુષ્યનો અંત નથી.”


આવતીકાલે તમારા જીવનનું શું થશે તે તમે જાણો છો? તમે તો ધૂમ્મસ જેવા છો. જે થોડીવાર સુધી દેખાય છે અને પછી અદૃશ્ય થઈ જાય છે.


Lean sinn:

Sanasan


Sanasan