Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 38:1 - પવિત્ર બાઇબલ C.L.

1 એ અરસામાં હિઝકિયા રાજા મરણતોલ માંદો પડયો. આમોઝના પુત્ર યશાયા સંદેશવાહકે તેની પાસે જઈને તેને કહ્યું, “પ્રભુ કહે છે, તારા ઘરકુટુંબની વ્યવસ્થા કરી લે. કારણ, તું સાજો થવાનો નથી. તું મરી જઈશ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 તે સમયે હિઝકિયા મરણતોલ માંદો પડયો. ત્યારે આમોસના દીકરા યશાયા પ્રબોધકે તેની પાસે આવીને તેને કહ્યું, “યહોવા એમ કહે છે, ‘તારા ઘરનો બંદોબસ્ત કર; કેમ કે તું મરવાનો છે, ને જીવવાનો નથી.’”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 તે દિવસોમાં હિઝકિયા મરણતોલ માંદો પડ્યો. તેથી આમોસના દીકરા યશાયા પ્રબોધકે તેની પાસે આવીને કહ્યું: “યહોવાહ એમ કહે છે, ‘તારા ઘરનો બંદોબસ્ત કર; કેમ કે તું મરવાનો છે, તું જીવવાનો નથી.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 એ દિવસો દરમ્યાન રાજા હિઝિક્યા માંદો પડ્યો અને આમોસનો પુત્ર યશાયા પ્રબોધક તેની મુલાકાત લેવાને ગયો અને યહોવા તરફથી તેને સંદેશો આપ્યો: “આ યહોવાના વચન છે: ‘તારા કુટુંબની છેલ્લી વ્યવસ્થા કરવી હોય તો કરી લે, કારણ, તારું મોત આવી રહ્યું છે, તું જીવવાનો નથી.’”

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 38:1
16 Iomraidhean Croise  

દાવિદે જવાબ આપ્યો, “હા, તે જીવતું હતું ત્યારે હું ઉપવાસ અને શોક કરતો હતો. મેં માન્યું કે કદાચ પ્રભુ મારા પર કૃપાવંત થઈને બાળકને જીવતું રાખશે.


અહિથોફેલે જોયું કે તેની સલાહ માનવામાં આવી નથી એટલે તેણે ગધેડા ઉપર જીન બાંધ્યું અને તેના પર સવાર થઈને પોતાના શહેરમાં જતો રહ્યો. પોતાના ઘરની વ્યવસ્થા કરીને તેણે પોતે ફાંસી ખાધી. તેને તેના કુટુંબની કબરમાં દફનાવવામાં આવ્યો.


એ સમય દરમ્યાન હિઝકિયા મરણતોલ માંદો પડયો. તેણે પ્રભુને પ્રાર્થના કરી અને તે સાજો થશે એ અંગે પ્રભુએ તેને નિશાની આપી.


જે કંઈ કામ તારા હાથમાં આવે તે તારી પૂરી તાક્તથી કર. કારણ, તારા મૃત્યુ પછી તારે મરેલાંની દુનિયામાં જવાનું છે, જ્યાં કોઈ કામ, યોજના, જ્ઞાન કે બુદ્ધિ નથી.


આમોઝના પુત્ર યશાયાને યહૂદિયાના રાજાઓ ઉઝિયા, યોથામ અને હિઝકિયાના રાજ્યકાળ દરમ્યાન ઈશ્વરે યરુશાલેમ તથા યહૂદિયા સંબંધી પ્રગટ કરેલા સંદેશાઓનું વર્ણન આ પુસ્તકમાં છે.


તેણે રાજમહેલના કારભારી એલ્યાકીમને, રાજમંત્રી શેબ્નાને અને અગ્રગણ્ય યજ્ઞકારોને આમોઝના પુત્ર યશાયા સંદેશવાહક પાસે મોકલ્યા. તેમણે સૌએ શણિયાં પહેર્યાં હતાં.


ત્યારે આમોઝના પુત્ર યશાયાએ હિઝકિયા રાજાને આ સંદેશો મોકલ્યો:


લોકોએ પોતાનાં દુષ્કર્મો છોડી દીધાં છે એ જોઈને ઈશ્વરને અનુકંપા ઊપજી અને વિનાશ કરવાનું માંડી વાળ્યું.


શહેરમાં એક દિવસ જેટલું ચાલ્યા પછી યોનાએ પોકાર કર્યો: “ચાલીસ દિવસ પછી નિનવેનો નાશ થશે.”


એ વખતે તે બીમાર પડી અને મરી ગઈ. તેના શબને નવડાવીને ઉપલે માળે ઓરડીમાં રાખ્યું હતું.


Lean sinn:

Sanasan


Sanasan