Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 37:38 - પવિત્ર બાઇબલ C.L.

38 એક દિવસે તે પોતાના દેવ નિસ્રોખના મંદિરમાં પૂજા કરતો હતો ત્યારે તેના બે પુત્રો આદ્રામેલેખે અને શારએસેરે તેને તલવારથી મારી નાખ્યો અને તેઓ અરારાટ પ્રદેશમાં નાસી ગયા. તેના પછી તેના પુત્ર એસાર-હાદ્દોને તેની જગ્યાએ રાજ કર્યું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

38 તે પોતાના દેવ નિસ્રોખના મંદિરમાં પૂજા કરતો હતો, ત્યારે તેના દીકરા આદ્રામેલેખે તથા શારેસેરે તેને તરવારથી મારી નાખ્યો; અને તેઓ અરારાટ દેશમાં નાસી ગયા. તેના દીકરા એસાર-હાદોને તેની જગ્યાએ રાજ કર્યું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

38 પછી, તે પોતાના દેવ નિસ્રોખના મંદિરમાં પૂજા કરતો હતો, ત્યારે તેના દીકરા આદ્રામ્મેલેખે અને શારએસેરે તેને તલવારથી મારી નાખ્યો. પછી તેઓ અરારાટ દેશમાં નાસી ગયા. તેના દીકરા એસાર-હાદ્દોને તેની જગ્યાએ રાજ કર્યું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

38 એક દિવસ તે પોતાના દેવ નિસ્રોખના મંદિરમાં પૂજા કરતો હતો, એવામાં તેના પુત્રો આદ્રામ્મેલેખે અને શારએસેરે તેને તરવારથી મારી નાખી અરારાટ ભાગી ગયા. તેનો પુત્ર એસાર-હાદ્દોન તેના પછી ગાદીએ આવ્યો.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 37:38
13 Iomraidhean Croise  

અને સાતમા માસને સત્તરમે દિવસે વહાણ અરારાટની પર્વતમાળા પર આવીને થંભ્યું.


આશ્શૂરના સમ્રાટના હાથમાંથી કોઈના યે દેવે પોતાના લોકોને બચાવ્યા છે? એ દેશોના દેવોએ ક્યારે તેમના દેશને અમારાથી બચાવ્યા?


યરુશાલેમના ઈશ્વર જાણે દુનિયાના અન્ય દેવોની જેમ માત્ર માનવ હાથે ઘડેલી મૂર્તિ હોય એ રીતે તેઓ બોલ્યા.


પ્રભુએ પોતાના દૂતને મોકલ્યો. જેણે આશ્શૂરના સૈન્યના સૈનિકો અને અમલદારોને મારી નાખ્યા. તેથી આશ્શૂરનો સમ્રાટ લાંછન પામીને પાછો આશ્શૂર ચાલ્યો ગયો. એક દિવસે તે પોતાના દેવના એક મંદિરમાં હતો ત્યારે તેના જ પુત્રોએ તેને તલવારથી મારી નાખ્યો.


તેથી તેમણે ઝરૂબ્બાબેલ અને ગોત્રના આગેવાનો પાસે જઈને કહ્યું, “મંદિરના બાંધકામમાં અમે પણ તમારી સાથે જોડાઈશું. તમે જે ઈશ્વરનું ભજન કરો છો તેમને જ અમે ભજીએ છીએ; આશ્શૂરના રાજા એસાર-હાદ્દોને અમને અહીં જીવતા રાખી વસવા દીધા. ત્યારથી અમે એમને બલિદાનો ચડાવીએ છીએ.”


હે સવારના તારા, પ્રભાતના પુત્ર, તું ઊંચે આકાશમાંથી પડયો છે! ભૂતકાળમાં તેં પ્રજાઓને કચડી નાખી હતી પણ હવે તને જમીન પર પટકવામાં આવ્યો છે.


તારું સ્વાગત કરવા મૃત્યુલોક શેઓલમાં હલચલ મચી ગઈ છે અને પૃથ્વીના શાસકોના આત્મા સળવળી ઊઠયા છે. રાજાઓના મૃતાત્માઓ રાજગાદી પરથી ઊભા થાય છે.


પ્રભુ જરૂર આપણો બચાવ કરશે અને આ શહેરને આશ્શૂરના રાજાના હાથમાં સોંપી દેશે નહિ એમ કહીને તે તમને પ્રભુ પર ભરોસો રાખવાનું સમજાવે નહિ.’


‘પ્રભુ આપણને છોડાવશે એમ કહીને હિઝકિયા તમને ગેરમાર્ગે ન દોરે તે જોજો. શું મારા હાથમાંથી કોઈપણ પ્રજાના દેવોએ પોતાના લોકને બચાવ્યા છે?


“યરુશાલેમ આશ્શૂરના રાજાના કબજામાં નહિ આવે એવું કહીને જે ઈશ્વર પર તું ભરોસો રાખે છે તે તને છેતરે નહિ તે જોજે.


હું તેનામાં એક એવો આત્મા મૂકીશ કે તે અફવા સાંભળીને સ્વદેશ પાછો ચાલ્યો જશે અને ત્યાં હું તેને તલવારથી મારી નંખાવીશ.”


આક્રમણ કરવા માટે વજા ફરકાવો, બધી પ્રજાઓમાં રણશિંગડું વગાડો! બેબિલોનની વિરુદ્ધ યુદ્ધ કરવાને માટે એ પ્રજાઓને સાબદી કરો. અરારાટ, મિન્‍ની અને આશ્કેનાઝની પ્રજાઓને તેના પર આક્રમણ કરવા બોલાવી લાવો. તેની વિરુદ્ધ સેનાનાયકો નીમો. તીડોનાં ટોળાંની જેમ ઘોડેસ્વારોને ચડાઇ કરવા લઇ આવો.


Lean sinn:

Sanasan


Sanasan