Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 37:37 - પવિત્ર બાઇબલ C.L.

37 તેથી આશ્શૂરનો રાજા સાન્હેરીબ નીનવે પાછો જતો રહ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

37 તેથી આશૂરનો રાજા સાનહેરિબ પાછો નિનવે જતો રહ્યો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

37 તેથી આશ્શૂરનો રાજા સાન્હેરીબ ઇઝરાયલ છોડીને પાછો નિનવે પોતાના ઘરે જતો રહ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

37 પછી આશ્શૂરનો રાજા સાન્હેરીબ પોતાના દેશ નિનવેહ પાછો ફર્યો.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 37:37
15 Iomraidhean Croise  

તેમનો અહેવાલ સાંભળતાં જ હિઝકિયા રાજાએ શોકમાં પોતાનાં વસ્ત્ર ફાડયાં, કંતાનનાં વસ્ત્ર પહેર્યાં અને પ્રભુના મંદિરમાં ગયો.


હિઝકિયા રાજાએ પ્રભુની નિષ્ઠાપૂર્વક સેવા બજાવી. એ પછી આશ્શૂરના સાનહેરિબે યહૂદિયા પર આક્રમણ કર્યું. તેણે કિલ્લેબંધીવાળાં નગરોને ઘેરો ઘાલ્યો અને તેનો ઈરાદો એ નગરોને જીતી લેવાનો હતો.


આશ્શૂર તરવારનો ભોગ થઈ પડશે. પણ માનવી હાથે તેનો નાશ થશે નહિ. આશ્શૂરીઓ લડાઈમાંથી નાસી જશે અને તેમના યુવાનોની પાસે વેઠ કરાવવામાં આવશે.


તેમના ગઢ સમો તેમનો રાજા ભયનો માર્યો નાસી જશે. તેમના લશ્કરી અધિકારીઓમાં એવો આતંક ફેલાશે કે તેઓ યુદ્ધનો વજ પડતો મૂકીને ભાગી જશે.” સિયોનમાં જેમનો અગ્નિ છે અને યરુશાલેમ જેમની ભઠ્ઠી છે એવા પ્રભુ આ બોલ્યા છે.


હવેથી તું તોતડી જબાનના અને અકળ અને અજાણી ભાષા બોલનાર તુમાખીખોર લોકને જોવા પામશે નહિ.


એ રોષને લીધે તારી તુમાખીની મને જાણ થઈ છે. તેથી હું તારા નાકમાં કડી ભરાવીને અને તારા મોંમાં લગામ ઘાલીને તું જે માર્ગેથી આવ્યો છે તે જ માર્ગે હું તને પાછો મોકલી દઈશ.”


હું તેનામાં એક એવો આત્મા મૂકીશ કે તે અફવા સાંભળીને સ્વદેશ પાછો ચાલ્યો જશે અને ત્યાં હું તેને તલવારથી મારી નંખાવીશ.”


“ઊઠ, મોટા શહેર નિનવે જા અને તેની વિરુદ્ધ પોકાર, કારણ, તેના લોકોની દુષ્ટતા હું જાણું છું.”


પ્રભુની આજ્ઞા પ્રમાણે યોના ઊઠીને નિનવે ગયો. નિનવે તો એટલું મોટું શહેર હતું કે તેમાં થઈને પસાર થતાં ત્રણ દિવસ લાગે.


તો પછી આ મહાનગરી નિનવેમાં વસતા એક લાખ વીસ હજાર કરતાં પણ વધુ અબુધ લોકો અને અસંખ્ય પ્રાણીઓ પર મને દયા ન આવે?”


તેઓ ભારે ક્તલ ચલાવીને નિમ્રોદના દેશ આશ્શૂરને જીતી લેશે. જ્યારે આશ્શૂરનું સૈન્ય આપણી સરહદ પર ચડાઈ કરે ત્યારે તેઓ આપણને તેમના હાથમાંથી છોડાવશે.


આ નિનવે વિષેનો સંદેશો છે. એમાં એલ્કોશ નગરના નાહૂમને થયેલ સંદર્શનનું વર્ણન છે.


તે પોતાની શક્તિથી આશ્શૂરનો પણ નાશ કરશે. તે નિનવે નગરને ઉજ્જડ, ખંડિયેર અને નિર્જળ અરણ્ય બનાવી દેશે.


ન્યાયને દિવસે નિનવેહના લોકો તમને દોષિત ઠરાવશે. કારણ, યોનાનો ઉપદેશ સાંભળીને તેઓ પોતાનાં પાપથી પાછા ફર્યા હતા. પણ અહીં યોના કરતાં પણ મહાન એવો એક છે.


Lean sinn:

Sanasan


Sanasan