Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 37:35 - પવિત્ર બાઇબલ C.L.

35 મારા પોતાના માનને લીધે અને મારા સેવક દાવિદને આપેલા વચનને લીધે હું આ નગરની રક્ષા કરીને તેનો બચાવ કરીશ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

35 વળી હું મારી પોતાની ખાતર તથા મારા સેવક દાઉદની ખાતર આ નગરનું રક્ષણ કરીને તેને બચાવીશ.’”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

35 કેમ કે હું મારી પોતાની ખાતર તથા મારા સેવક દાઉદની ખાતર આ નગરનું રક્ષણ કરીને તેને બચાવીશ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

35 મારે પોતાને માટે તેમ જ મારા સેવક દાઉદને માટે હું આ શહેરનું રક્ષણ કરીશ અને તેને ઉગારી લઇશ.”

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 37:35
19 Iomraidhean Croise  

પણ શલોમોનના પુત્ર પાસે એક કુળ રહેશે, જેથી મારે નામે મારી ભક્તિ કરવાના સ્થાન તરીકે મેં પસંદ કરેલા નગર યરુશાલેમમાં રાજ કરવા મારા સેવક દાવિદનો જ વંશજ રાજ કરે.


પણ દાવિદને લીધે યરુશાલેમમાં રાજ કરવા માટે અને યરુશાલેમની સલામતી માટે અબિયામને તેના ઈશ્વર પ્રભુએ પુત્ર આપ્યો.


હું તારા આયુષ્યમાં બીજાં પંદર વર્ષ વધારીશ. આશ્શૂરના સમ્રાટના હાથમાંથી તને અને આ યરુશાલેમ શહેરને બચાવીશ. મારા પોતાના સન્માનને લીધે અને મારા સેવક દાવિદને મેં આપેલા વચનને લીધે હું આ શહેરનું રક્ષણ કરીશ.”


“હે પ્રભુ, તમારા મનની ઇચ્છા અને ઈરાદા પ્રમાણે તમે મારે માટે એ બધું કર્યું છે અને મને મારી ભાવિ મહાનતા દર્શાવી છે.


જેમ પક્ષી પાંખો પ્રસારી બચ્ચાનું રક્ષણ કરે છે તેમ હું સર્વસમર્થ પ્રભુ યરુશાલેમ પર આચ્છાદન કરીને તેનો બચાવ કરીશ અને તેની વહારે આવીને તેનું રક્ષણ કરીશ.”


હું તારું અને યરુશાલેમ શહેરનું આશ્શૂરના રાજાથી રક્ષણ કરીશ અને હું આ શહેરનો પૂરેપૂરો બચાવ કરીશ.”


છતાં મારી પોતાની ખાતર તમારા અપરાધ ભૂંસી નાખનાર હું જ છું. હું તમારાં પાપ તમારી વિરુદ્ધમાં સંભારીશ નહીં.


તેઓ ફરીથી પરદેશીઓની ગુલામી કરશે નહિ, પણ તેઓ મારી, તેમના ઈશ્વર પ્રભુની અને જેને રાજા બનાવું તે દાવિદના વંશજની સેવા કરશે.”


પણ તેઓ જે લોકોની વચ્ચે વસતા હતા અને જેમના દેખતાં મેં તેમને ઇજિપ્તદેશમાંથી મુક્ત કરીને પોતાને પ્રગટ કર્યો એ ઇજિપ્તી લોકોની દષ્ટિમાં મારા નામને લાંછન ન લાગે તે રીતે હું વર્ત્યો.


“એ માટે તું ઇઝરાયલીઓ કહે કે, પ્રભુ પરમેશ્વર આમ કહે છે: ‘જે કામ હું કરું છું તે ઇઝરાયલીઓ માટે કરતો નથી, પણ મારા પવિત્ર નામને લીધે કરું છું કે જેને તમે જે જે પ્રજાઓ મધ્યે ગયા ત્યાં કલંક લગાડયું છે.


સર્વસમર્થ પ્રભુ પોતાના લોકોનું રક્ષણ કરશે. તે તેમના શત્રુઓનો નાશ કરશે. તે પીધેલા માણસોની જેમ યુદ્ધમાં હોંકારા મારશે, અને તેમના શત્રુઓનું રક્ત વહેવડાવશે; પ્યાલામાંથી વેદી પર રેડાતા રક્તની જેમ તેમનું રક્ત વહી નીકળશે.


પવિત્ર આત્મા તો ઈશ્વરે પોતાના વચન પ્રમાણે પોતાના લોકને આપવા ધારેલ વારસાનું બાનું છે અને જેઓ ઈશ્વરના છે તેમને ઈશ્વર સંપૂર્ણ મુક્ત કરશે એની ખાતરી છે. ઈશ્વરના મહિમાની સ્તુતિ કરો!


તેમણે આપણને પોતાના પ્રિય પુત્રમાં તે આશિષ વિનામૂલ્યે આપી છે. ઈશ્વરની એ મહિમાવંત કૃપાને માટે આપણે તેમની સ્તુતિ કરીએ.


પણ મારી એવી ધારણા છે કે કદાચ તેમના શત્રુઓ ઊધું સમજશે અને બડાશ મારશે કે, ‘આ કંઈ પ્રભુથી થયું નથી, પણ અમારા બાહુબળથી તેમના લોક પર વિજય પામ્યા છીએ.’


Lean sinn:

Sanasan


Sanasan