Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 37:28 - પવિત્ર બાઇબલ C.L.

28 પણ હું તારી સઘળી ઊઠબેસ અને અવરજવર જાણું છું. મારા પરના તારા રોષની મને ખબર છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

28 પરંતુ તારું ઊઠવું તથા નીચે બેસવું, તારું બહાર જવું તથા તારું અંદર આવવું, તથા મારા પર તારું કોપાયમાન થવું, એ સર્વ હું જાણું છું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

28 પરંતુ તારું ઊઠવું તથા બેસવું, તારું બહાર જવું તથા તારું અંદર આવવું, તથા મારા પર તારું કોપાયમાન થવું, એ સર્વ હું જાણું છું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

28 પરંતુ હું જાણું છું, તું ક્યારે ઉભો થાય છે, ક્યારે તું બેસી જાય છે, ક્યારે તું બહાર જાય છે, ક્યારે તું અંદર આવે છે, તથા તું જે કરે છે, તે સર્વ હું જાણું છું અને મારી વિરુદ્ધ જે રીતે તું રોષે ભરાયો છે, તે પણ હું જાણું છું.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 37:28
8 Iomraidhean Croise  

તે તમને છેતરવા માટે અને તમે શું કરો છો, ક્યાં જાઓ છો એ બધું જાણવા આવ્યો હતો. તમે તો એ બધું જાણો જ છો.


પ્રભુની દષ્ટિ સર્વત્ર છે, તે ભલા અને ભૂંડાજનો પર લક્ષ રાખે છે.


કારણ, મનુષ્યના આચરણ પર ઈશ્વરની નજર છે, અને તેના સર્વ માર્ગો પર તે ચાંપતી નજર રાખે છે.


હું પોતે તેમના અભિમાન વિષે જાણું છું. તેમની ડંફાસ વજૂદ વગરની છે અને તેમનાં કાર્યો લાંબું ટકવાનાં નથી. હું પ્રભુ આ બોલું છું.


‘હું જાણું છું કે જ્યાં શેતાનનું રાજ્યાસન છે ત્યાં તું વસે છે! તું તો મારા નામને વફાદાર રહ્યો છે અને જ્યાં શેતાન રહે છે ત્યાં મારા વફાદાર સાક્ષી આંતિપાસને મારી નાખવામાં આવ્યો એવા સમયમાં પણ તેં મારા પરના તારા વિશ્વાસનો ત્યાગ કર્યો નથી;


આખીશે દાવિદને બોલાવીને કહ્યું, “પ્રભુના જીવના સમ, તું મને વફાદાર રહ્યો છે અને તું મારી સાથે આવીને યુદ્ધમાં ભાગ લે એ મને ગમ્યું હોત. તું મારી પાસે આવ્યો તે દિવસથી અત્યાર સુધી મને તારામાં કંઈ દોષ માલૂમ પડયો નથી. પણ બીજા રાજવીઓ તને સ્વીકારવા તૈયાર નથી.


Lean sinn:

Sanasan


Sanasan