Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 37:26 - પવિત્ર બાઇબલ C.L.

26 “શું તને ખબર નથી કે આ બધું તો મેં પુરાતનકાળથી નિર્માણ કરેલું હતું? અને મેં પ્રાચીનકાળથી એની યોજના કરી હતી? હવે મેં જ એ પ્રમાણે થવા દીધું છે. મેં તારી પાસે ખંડિયેરના ઢગલા કરાવ્યા છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

26 [યહોવા કહે છે,] શું તેં નથી સાંભળ્યું કે, મેં પુરાતન કાળથી તે [ઠરાવ] કર્યો ચે, ને પ્રાચીન કાળથી તે ઘાટ ઘડયો છે? અને હવે હું એવું કરું છું કે કોટવાળાં નગરોને વેરાન કરી નાખીને તેમને ખંડિયેરના ઢગલા તું કરી નાખનાર થાય.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

26 શું તેં નથી સાંભળ્યું કે, મેં પુરાતન કાળથી તે ઠરાવ કર્યો છે અને પ્રાચીન કાળથી તે ઘાટ ઘડ્યો છે? અને હવે હું એવું કરું છું કે, તું કોટવાળાં નગરોને વેરાન કરી નાખીને તેમને ખંડીયેરના ઢગલા કરી નાખનાર થાય.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

26 “‘પણ શું તને ખબર નથી કે, મેં ઘણા સમય અગાઉ આ બધી યોજના બનાવી હતી? અને અત્યારે મેં એને હકીકત બનાવી છે. મેં તારી પાસે કિલ્લેબંદીવાળાં નગરોનો નાશ કરાવી ખંડેરોનો ગંજ ખડકાવ્યો છે.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 37:26
17 Iomraidhean Croise  

તમે તો મારું ભૂંડું ઇચ્છયું હતું, પણ ઈશ્વરે એમાંથી ભલું કરવા ધાર્યું હતું, જેથી ઘણા લોકોના જીવ બચે; અને આજે તેમ જ થયું છે.


હે પ્રભુ, ઊઠો, મારા શત્રુઓનો સામનો કરી તેમને ફગાવી દો; તમારી તલવાર દ્વારા મને દુષ્ટોથી ઉગારો.


હે ઈશ્વર, ક્રોધી માણસોને પણ તમે તમારું સ્તવન કરતા કરી દો છો; તમારા રોષમાંથી બચેલા તમારી ચારેબાજુ એકઠા થશે.


પ્રભુ કહે છે, “શું કુહાડી તેના વાપરનારની સામે બડાઈ મારે? એ તો લાઠી માણસને ઊંચક્તી નથી, પણ માણસ લાઠીને ઉઠાવે છે એના જેવું છે.”


દમાસ્ક્સ હવે શહેર તરીકે રહેશે નહિ, પણ તે ખંડિયેરનો ઢગલો થઈ જશે.


વળી, પ્રાચીન કુંડનું પાણી વાળી લાવી તેનો સંગ્રહ કરવા માટે શહેરની અંદર જળકુંડ બનાવ્યો. પણ આ બધાના સરજનહાર તરફ તમે મીટ માંડી નહિ. તેમજ અગાઉથી તેની રચના કરનાર ઈશ્વર તરફ લક્ષ આપ્યું નહિ.


શું તમને ખબર નથી? શું તમે સાંભળ્યું નથી? શું તમને તે આરંભથી કહેવામાં આવ્યું નથી? પૃથ્વીને તેના પાયા પર કેવી રીતે જડવામાં આવી છે તેનો શું તમને ખ્યાલ નથી?


શું તને ખબર નથી? શું તેં સાંભળ્યું નથી? પ્રભુ તો સનાતન ઈશ્વર છે. તે જ સમસ્ત દુનિયાના સર્જનહાર છે. તે કદી નિર્ગત થતા નથી કે થાક્તા નથી. તેમની સમજણ અગમ્ય છે.


હું પ્રકાશનો ર્ક્તા છું અને અંધકારનો સર્જક છું. આશિષ અને આફત એ બન્‍ને ઉતારનાર હું જ છું. હું પ્રભુ એ બધું કરું છું.


શહેરમાં રણભેરી વાગે અને લોકો ભયભીત ન થાય એવું બને ખરું? પ્રભુના મોકલ્યા વિના કોઈ નગર પર આપત્તિ આવી પડે ખરી?


ઈશ્વરની નિયત યોજના અને પૂર્વજ્ઞાન પ્રમાણે ઈસુને તમારા હાથમાં સોંપી દેવાયા હતા; તમે તેમને દુષ્ટ માણસોને હાથે ક્રૂસે જડીને મારી નંખાવ્યા.


વળી, શાસ્ત્રમાં લખેલું બીજું એક વચન કહે છે, “લોકોને ઠોકર ખવડાવનાર પથ્થર એ જ છે, એ જ તેમને ઠેસથી પાડી નાખનાર ખડક છે.” વચન પર વિશ્વાસ નહિ કરવાને કારણે તેમણે ઠોકર ખાધી છે. તેમને માટે ઈશ્વરની એ જ ઇચ્છા હતી.


કારણ, કેટલાક નાસ્તિકો આપણામાં ખબર ન પડે એવી રીતે ધૂસી ગયા છે. પોતાના અનૈતિક સંબંધોને યોગ્ય ઠરાવવા માટે તેઓ ઈશ્વરની કૃપાનો દુરુપયોગ કરે છે અને ઈસુ ખ્રિસ્ત, જે એકલા જ આપણા માલિક અને પ્રભુ છે, તેમનો ઇનકાર કરે છે. આ લોકોને થનાર સજા વિષે શાસ્ત્રમાં બહુ પ્રાચીન સમયથી લખવામાં આવ્યું છે.


Lean sinn:

Sanasan


Sanasan