17 અને જ્યાં સુધી હું આવીને જે દેશ તમારા દેશના જેવો, ધાન્ય તથા દ્રાક્ષારસનો, રોટલી તથા દ્રાક્ષાવાડીનો દેશ, તેમાં તમને લઈ જાઉં નહિ ત્યાં સુધી તમે પોતપોતાના દ્રાક્ષાવેલાનું, પોતપોતાની અંજીરીનું [ફળ] ખાજો, અને પોતપોતાના ટાંકાનું પાણી પીજો.
17 જ્યાં સુધી હું આવીને જે દેશ તમારા દેશના જેવો, ધાન્ય તથા દ્રાક્ષારસનો, રોટલી તથા દ્રાક્ષવાડીનો દેશ, તેમાં તમને લઈ જાઉં નહિ ત્યાં સુધી તમે એમ જ કરશો.’”
ત્યાં સુધી કે સમ્રાટ તમારા દેશ જેવા જ દેશમાં એટલે કે, જ્યાં દ્રાક્ષાસવ માટે દ્રાક્ષવાડીઓ છે અને રોટલી માટે ધાન્ય છે ત્યાં તમારો પુનર્વસવાટ કરાવે; એ તો ઓલિવવૃક્ષો, ઓલિવ તેલ અને મધનો દેશ છે. તમે તેમની આજ્ઞાને આધીન થાઓ તો તમે માર્યા જશો નહિ, પણ જીવતા રહેશો. પ્રભુ તમને છોડાવી લેશે એવી ભ્રમણામાં નાખી હિઝકિયા તમને મૂર્ખ ન બનાવે.
તેમનાં દુ:ખ હું જાણું છું. તેથી તેમને ઇજિપ્તના લોકોના હાથમાંથી છોડાવવા અને તે દેશમાંથી તેમને બહાર કાઢી લાવીને એક સારો તથા વિશાળ દેશ, જ્યાં દૂધમધની રેલમછેલ છે અને જ્યાં કનાની, હિત્તી, અમોરી, પરીઝી, હિવ્વી અને યબૂસી લોકો વસે છે ત્યાં તેમને લઈ જવા હું નીચે ઊતર્યો છું.
તેથી તમે હિઝકિયાનું સાંભળશો નહિ. આશ્શૂરના રાજાનો આવો આદેશ છે: ‘મારી સાથે સંધિ કરો અને શહેર બહાર આવી મારે શરણે થાઓ. તેથી તમે તમારા દ્રાક્ષવેલાની દ્રાક્ષો અને અંજીરીનાં અંજીર ખાઈ શકશો અને તમારાં ટાંકાનું પાણી પી શકશો.’