Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 36:12 - પવિત્ર બાઇબલ C.L.

12 તેણે જવાબ આપ્યો, “મારા રાજાએ માત્ર તમારા રાજા અને તમને જ આ વચનો કહેવા મને મોકલ્યો છે એવું નથી. એ તો નગરકોટ પર બેઠેલા લોકોને પણ કહેવાનાં છે; તેમણે પણ તમારી સાથે પોતાની વિષ્ટા ખાવાનું અને સ્વમૂત્ર પીવાનું છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 ત્યારે રાબશાકેએ તેઓને કહ્યું, “શું મારા ધણીએ એ વચનો ફકત તારા ધણીને તથા તેને કહેવાને માટે મને મોકલ્યો છે? જે માણસો કોટ ઉપર બેઠેલા છે, અને જેઓ તારી સાથે પોતાની વિષ્ટા ખાવાને ને પોતાનું મૂત્ર પીવાને નિર્માણ થયેલા છે, તેઓને કહેવાને માટે મેન મોકલ્યો નથી?”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 પણ રાબશાકેહએ તેઓને કહ્યું, “શું મારા માલિકે એ વચનો ફક્ત તારા માલિકને તથા તને કહેવાને માટે મને મોકલ્યો છે? જે માણસો કોટ ઉપર બેઠેલા છે અને જેઓ તારી સાથે પોતાની વિષ્ટા ખાવાને તથા પોતાનું મૂત્ર પીવાને માટે નિર્માણ થયેલા છે, તેઓને કહેવાને માટે મને મોકલ્યો નથી?”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

12 પણ સંદેશવાહકે પ્રત્યુત્તર આપ્યો, “કેવળ તું અને તારો માલિક જ નહિ પરંતુ યરૂશાલેમમાં વસનારા દરેક વ્યકિત આ સાંભળે તેવું મારા ધણી ઇચ્છે છે, કારણ કે તેઓ પોતાની વિષ્ટા ખાવા માટે અને પોતાનો પેશાબ પીવા માટે નિયત થયેલા છે.”

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 36:12
11 Iomraidhean Croise  

તેણે જવાબ આપ્યો, “શું તમે એમ માનો છો કે સમ્રાટે મને માત્ર તમને કે રાજાને જ આ બધું કહેવા મોકલ્યો છે? ના, હું તો કોટ પર બેઠેલા લોકોને ઉદ્દેશીને બોલું છું અને તમારી જેમ તેમણે પણ પોતાના મળમૂત્ર ખાવાપીવાં પડશે.”


ત્યારે એલ્યાકીમ, શેબ્ના અને યોઆએ લશ્કરી અધિકારીને કહ્યું, “અમારી સાથે અરામી ભાષામાં બોલ; અમે તે સમજીએ છીએ. હિબ્રૂમાં ન બોલીશ; કારણ, નગરકોટ પર બેઠેલા બધા લોકો પણ સાંભળે છે.”


પછી લશ્કરી અધિકારીએ ઊભા થઈને મોટે ઘાંટે હિબ્રૂ ભાષામાં કહ્યું, “આશ્શૂરના રાજાધિરાજનું કહેવું સાંભળો.


તેઓ જમણે હાથે ખોરાક ઝૂંટવી લે છે, પણ તેમની ભૂખ મટતી નથી. તેઓ ડાબે હાથે ખાય છે, પણ ધરાતા નથી. બલ્કે, તેઓ પોતાનાં બાળકોને ખાઈ જાય છે!


એમનો જીવ લેવા માટે શત્રુઓ તેમના નગરની આસપાસ ઘેરો ઘાલીને તેમને એવી ભીંસમાં લાવશે કે અંદરના ઘેરાઈ ગયેલા લોકો એક બીજાનો અરે, પોતાનાં પુત્રો અને પુત્રીઓનો પણ ભક્ષ કરશે.”


તારે સૌનાં દેખતાં સુક્યેલી મનુષ્યવિષ્ટા પર જવના રોટલાની જેમ શેકીને રોટલા ખાવાના છે.”


પછી તેમણે મને કહ્યું, “હે મનુષ્યપુત્ર, હું યરુશાલેમમાંથી અન્‍નનો પુરવઠો કાપી નાખીશ. ત્યાંના લોકો ભયના માર્યા તોળી તોળીને ખાશે અને બીતાં બીતાં પાણી પીશે.


તમે એવી ભૂખે ટળવળશો કે તમે તમારા પોતાનાં જ બાળકોનું માંસ ખાશો.


Lean sinn:

Sanasan


Sanasan