Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 36:11 - પવિત્ર બાઇબલ C.L.

11 ત્યારે એલ્યાકીમ, શેબ્ના અને યોઆએ લશ્કરી અધિકારીને કહ્યું, “અમારી સાથે અરામી ભાષામાં બોલ; અમે તે સમજીએ છીએ. હિબ્રૂમાં ન બોલીશ; કારણ, નગરકોટ પર બેઠેલા બધા લોકો પણ સાંભળે છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 પછી એલિયાકીમે, શેબનાએ તથા યોઆએ રાબશાકેને કહ્યું, “કૃપા કરીને આ તારા ચાકરોની સાથે અરામી ભાષામાં બોલ; કેમ કે અમે તે સમજીએ છીએ. પણ કોટ પર જે લોકો છે તેમના સાંભળતાં અમારી સાથે યહૂદી ભાષામાં બોલતો નહિ.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 પછી એલિયાકીમે, શેબ્ના તથા યોઆહાઝે રાબશાકેહને કહ્યું, “મહેરબાની કરીને આ તારા ચાકરોની સાથે અરામી ભાષામાં બોલ; કેમ કે અમે તે સમજીએ છીએ. પણ કોટ પર જે લોકો છે તેઓના સાંભળતાં અમારી સાથે યહૂદી ભાષામાં બોલતો નહિ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

11 એલ્યાકીમ, શેબ્ના અને યોઆહે વડા અમલદારને કહ્યું, “મહેરબાની કરીને અમારી સાથે અરામીમાં બોલો. અમે એ ભાષા સમજીએ છીએ. કોટ ઉપરના લોકોના સાંભળતાં અમારી સાથે યહૂદીઓની ભાષામાં ના બોલશો.”

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 36:11
8 Iomraidhean Croise  

ફરીથી ઇરાનના સમ્રાટ આર્તાશાસ્તાના શાસનકાળ દરમિયાન બિશ્લામ, મિથ્રદાથ, તાબએલ તથા તેમના સાથીઓએ સમ્રાટ પર પત્ર લખ્યો. પત્ર અરામી ભાષામાં લખવામાં આવ્યો હતો, અને વાંચતી વખતે તેનો અનુવાદ કરવાનો હતો.


સર્વસમર્થ પ્રભુએ મને કહ્યું, “રાજમહેલના મુખ્ય કારભારી શેબ્ના પાસે જઈને તેને કહે,


પ્રભુએ શેબ્નાને કહ્યું, “એવું બનશે તે દિવસે હું મારા સેવક, એટલે હિલકિયાના પુત્ર એલ્યાકીમને બોલાવીશ.


તેણે જવાબ આપ્યો, “મારા રાજાએ માત્ર તમારા રાજા અને તમને જ આ વચનો કહેવા મને મોકલ્યો છે એવું નથી. એ તો નગરકોટ પર બેઠેલા લોકોને પણ કહેવાનાં છે; તેમણે પણ તમારી સાથે પોતાની વિષ્ટા ખાવાનું અને સ્વમૂત્ર પીવાનું છે.”


પછી લશ્કરી અધિકારીએ ઊભા થઈને મોટે ઘાંટે હિબ્રૂ ભાષામાં કહ્યું, “આશ્શૂરના રાજાધિરાજનું કહેવું સાંભળો.


તેઓ ખૂબસૂરત, સર્વ જ્ઞાનસંપન્‍ન, તાલીમબદ્ધ, વિદ્યાપારંગત અને શારીરિક ખામી વગરના હોવા જોઈએ, કે જેથી તેઓ રાજદરબારમાં સેવા કરવાની લાયક્ત પ્રાપ્ત કરી શકે. આશ્પનાઝે તેમને બેબિલોનની ભાષા વાંચતાં લખતાં શીખવવાની હતી.


તેમણે રાજાને અરામી ભાષામાં જવાબ આપ્યો, “હે રાજા, આપ અમર રહો! આપનું સ્વપ્ન અમને કહો એટલે અમે તેનો અર્થ બતાવીશું.”


Lean sinn:

Sanasan


Sanasan