Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 35:1 - પવિત્ર બાઇબલ C.L.

1 રણપ્રદેશ અને સૂકી ભૂમિ હર્ષિત થશે, અને પડતર જમીન પ્રફુલ્લિત થઈને ગુલાબની જેમ ખીલી ઊઠશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 અરણ્ય તથા સૂકી ભૂમિ હરખાશે; વન આનંદ કરશે ને ગુલાબની જેમ ખીલશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 અરણ્ય તથા સૂકી ભૂમિ હરખાશે; અને વન આનંદ કરશે અને ગુલાબની જેમ ખીલશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 તે દિવસોમાં મરુભૂમિ આનંદોલ્લાસથી નાચી ઉઠશે, સૂકી તરસી ધરતી સુંદર ફૂલોથી ખીલી ઉઠશે, આનંદોદ્ગારથી ગાજી ઊઠશે.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 35:1
25 Iomraidhean Croise  

તમારાં ઉદ્ધારક કાર્યોને લીધે સિયોનના લોકો આનંદ માણો, અને યહૂદિયાના કુળપ્રદેશનાં નગરો હર્ષ પામો.


ખેતરો અને તેમાં જે કંઈ છે તે ઉલ્લાસિત બનો, વનનાં સર્વ વૃક્ષો પણ જયજયકાર કરો.


હે પ્રભુ, તમારા ન્યાયચુકાદાઓ સાંભળીને સિયોન નગરના લોકો આનંદ કરે છે, અને યહૂદિયાના લોકો હર્ષ પામે છે.


હું તો શારોનનું ગુલાબ અને પર્વતની ખીણમાંનું પોયણું છું.


એ સમયે સૌ કોઈ કહેશે, “જેમને વિષે આપણે આશા સેવેલી કે તે આપણો ઉદ્ધાર કરશે એ આ જ આપણા ઈશ્વર છે. આપણે તેમના પર આશા સેવેલી તે આ જ પ્રભુ છે. તેમણે આપણો ઉદ્ધાર કર્યો છે માટે આપણે આનંદોત્સવ કરીએ.”


કિલ્લાવાળું શહેર ઉજ્જડ બન્યું છે. તે તજાયેલા વસવાટ સમું અને નિર્જન રણ જેવું બન્યું છે. ત્યાં વાછરડાઓ ચરે છે અને આરામ કરે છે.


તે દિવસે યાકોબના વંશજો, ઇઝરાયલીઓ વૃક્ષની માફક મૂળ નાખશે. તેમને ફૂલ તથા કળીઓ ખીલશે અને તેમનાં ફળથી પૃથ્વી ભરપૂર થશે.


થોડા જ સમયમાં લબાનોનનું ગાઢ જંગલ ફળદ્રુપ ખેતરમાં ફેરવાઈ જશે અને ફળદ્રુપ ખેતર જંગલ બની જશે.


લંગડો હરણની જેમ કૂદશે અને મૂંગાની જીભ હર્ષનો પોકાર કરશે. ત્યારે વેરાનપ્રદેશમાં પાણી ફૂટી નીકળશે, અને રણપ્રદેશમાં ઝરણાં વહેવા માંડશે.


તે દિવસે પ્રભુનો અંકુર સુંદર અને ગૌરવી બનશે. ઇઝરાયલના બચી ગયેલા લોકો માટે ભૂમિની પેદાશ અભિમાન અને ગૌરવનું કારણ બની રહેશે.


એક વાણી આવું પોકારે છે: “વેરાનપ્રદેશમાં પ્રભુને માટે માર્ગ તૈયાર કરો. ઉજ્જડ પ્રદેશમાં આપણા પ્રભુને માટે સીધો ધોરી રસ્તો બનાવો.


વેરાન પ્રદેશ અને તેમાંનાં નગરો, તમે તમારો સાદ ઊંચો કરો. કેદારના લોકના સઘળા વસવાટો, તમે ખુશી મનાઓ. સેલા નગરના લોકો પર્વતના શિખરેથી આનંદના પોકાર કરો.


જુઓ, હું નવું કાર્ય કરું છું. હવે તે પ્રગટ થઈ રહ્યું છે. શું તમે તે જોઈ શક્તા નથી? હું વેરાનપ્રદેશમાં માર્ગ તૈયાર કરું છું અને રણપ્રદેશમાં નદીઓ વહેતી કરું છું.


“હું સિયોનને અને તેનાં ખંડિયેરોમાં વસતા સૌને આશ્વાસન આપીશ. હું તેના વેરાનપ્રદેશને એદન જેવો અને તેના સૂકાપ્રદેશને ‘પ્રભુની વાડી’ જેવો બનાવી દઈશ. તેમાં આનંદોત્સવ થશે અને ગાનતાન સાથે મારાં સ્તુતિગીત ગવાશે.


મેં પૂછયું, “પ્રભુ, આવું ક્યાં સુધી ચાલશે?” તેમણે જવાબ આપ્યો, “નગરો ખંડિયેર બનીને નિર્જન થાય, ઘરો વસ્તી વગરનાં બની જાય અને જમીન વેરાન અને પડતર બની જાય ત્યાં સુધી એમ થશે.


“તે સમયે પ્રત્યેક માણસ પાસે એક વાછરડી અને બે ઘેટી હશે.


તેઓ કહેશે કે, જે ભૂમિ આજ સુધી વેરાન હતી તે એદનબાગ સમી બની ગઇ છે અને તોડી નાખેલા નિર્જન અને ખંડિયેર બનેલાં નગરોની આસપાસ કોટ બંધાયા છે અને તેઓ ફરી વસતીવાળાં બન્યાં છે.


Lean sinn:

Sanasan


Sanasan