પછી તેણે મોઆબીઓને હરાવ્યા. તેણે યુદ્ધ કેદીઓને જમીન પર સુવાડીને દોરીથી માપ્યા. તેણે બે દોરીના માપમાં આવતા માણસોને મારી નાખ્યા, જ્યારે પછીની એક દોરીના માપમાં આવતા માણસોને જીવતા રાખ્યા. બે તૃતીયાંશ ભાગના લોકોને મારી નાખ્યા, જ્યારે બાકીનાને જીવતા રાખ્યા. આમ, મોઆબીઓ તેના તાબેદાર બની ગયા અને તેને ખંડણી ભરવા લાગ્યા.
મેં જે માપ દોરીથી સમરૂનનો અને જે ઓળંબે આહાબના રાજ્યનો ન્યાય કરીને સજા કરી એ જ ધોરણે હું યરુશાલેમને સજા ફટકારીશ. જેમ કોઈ થાળી સાફ કરીને ઊંધી વાળી દે તેમ હું યરુશાલેમના લોકને સફાચટ કરી દઇશ.
પ્રભુએ દરેકને તેનો ભાગ નક્કી કરી આપ્યો છે; તેમણે પોતાને હાથે દોરીથી માપીને જમીનના ભાગ પાડી આપ્યા છે. તેઓ હરહંમેશા એ દેશનું વતન ભોગવશે અને તેમાં તેઓ વંશાનુવંશ વાસો કરશે.
પ્રભુએ સિયોનના કોટ તોડી પાડવાનું નક્કી કર્યું છે. તેનો સંપૂર્ણ નાશ કરવા તેમણે દોરી લંબાવીને તેનું માપ લીધું છે. મિનારા અને દીવાલો એક સાથે ખંડિયેર બન્યાં છે.
પ્રભુએ મને પૂછયું, “આમોસ, તું શું જુએ છે?” મેં જવાબ આપ્યો, “ઓળંબો.” ત્યારે તેમણે કહ્યું, “મારા લોક ઓળંબાની દોરીની બહાર ખસી ગયેલી દીવાલ જેવા છે, અને એ દર્શાવવા હું ઓળંબાનો ઉપયોગ કરી રહ્યો છું. તેમને સજા કરવા સંબંધીનો મારો વિચાર હવે હું બદલીશ નહિ.
તે ઘેટાંબકરાંનાં ટોળાં, અન્ય ઢોરઢાંક અને સર્વ પ્રકારનાં પ્રાણીઓને પડી રહેવાનું સ્થાન બની જશે. તેનાં ખંડિયેરમાં ધુવડો રહેશે અને બારીઓમાંથી ધુઘવાટા કરશે. પ્રવેશદ્વારનાં પગથિયાં પર કાગડાઓ કાગારોળ કરશે. તેની ઇમારતો પરનું ગંધતરુનું લાકડું ઊખેડી લેવાશે.
તેણે મોટે અવાજે પોકાર્યું, “પતન થયું! મહાનગરી બેબિલોનનું પતન થયું! હવે તે ભૂતો અને અશુદ્ધ આત્માઓનું નિવાસસ્થાન બન્યું છે. દરેક પ્રકારનાં મલિન અને ઘૃણાજનક પક્ષીઓ તેનામાં વાસો કરે છે.