Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 34:10 - પવિત્ર બાઇબલ C.L.

10 તે રાતદિવસ બળ્યા જ કરશે અને તેનો ધૂમાડો સતત ઉપર ચડયા કરશે. દેશ કાયમને માટે વેરાન થશે અને કોઈ તેમાં થઈને મુસાફરી કરશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 રાત ને દિવસ તે કદી હોલવાશે નહિ. તેનો ધુમાડો પેઢી દરપેઢી ઊંચે ચઢશે; તે સર્વકાળ ઉજજડ રહેશે; તેમાં થઈને કોઈ જશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 તે રાત અને દિવસ બળતું રહેશે; તેનો ધુમાડો સદા ઊંચે ચઢશે; તેની ભૂમિ પેઢી દરપેઢી ઉજ્જડ રહેશે; સદાને માટે તેમાં થઈને કોઈ જશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

10 અદોમના આ ન્યાયકાળનો કદી અંત આવશે નહિ. તેનો ધુમાડો સદા ઉપર ચઢયા કરશે. તેની ભૂમિ પેઢી દર પેઢી અરણ્ય જેવી પડી રહેશે; અને કોઇ પણ તેમાં નિવાસ કરશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 34:10
15 Iomraidhean Croise  

બળવાન માણસ કચરા જેવો અને તેનું કામ તણખલાં જેવું થશે. એ બન્‍ને સાથે જ બાળી નંખાશે અને આગ હોલવનાર કોઈ હશે નહિ.


ત્યાં ફરી કદી કોઈ વસશે નહિ; ન તો કોઈ વિચરતો આરબ ત્યાં પોતાનો તંબુ તાણશે; ન તો કોઈ ભરવાડ કદી પોતાનાં ઘેટાં ચરાવશે.


જુઓ, પ્રભુ પૃથ્વીને ખાલી કરીને તેને ઉજ્જડ બનાવે છે. તે તેને ઉથલાવીને તેના લોકોને વેરવિખેર કરી નાખે છે.


પ્રભુએ દરેકને તેનો ભાગ નક્કી કરી આપ્યો છે; તેમણે પોતાને હાથે દોરીથી માપીને જમીનના ભાગ પાડી આપ્યા છે. તેઓ હરહંમેશા એ દેશનું વતન ભોગવશે અને તેમાં તેઓ વંશાનુવંશ વાસો કરશે.


તેઓ ત્યાંથી પાછા વળશે ત્યારે મારી વિરુદ્ધ બળવો કરનારાઓનાં શબ પડેલાં જોશે. તેમનો કીડો કદી મરશે નહિ અને તેમને સળગાવતો અગ્નિ કદી હોલવાશે નહિ. એ દશ્ય આખી માનવજાત માટે ઘૃણાજનક થઈ પડશે.


સદોમ, ગમોરા અને તેની આસપાસનાં નગરોનો વિનાશ થયો ત્યારે જે બન્યું તે જ પ્રમાણે અદોમનું પતન થશે ત્યારે ત્યાં કોઈ માણસ રહેશે નહિ કે વસવાટ કરશે નહિ.


તેથી પ્રભુ પરમેશ્વર આ પ્રમાણે કહે છે, “હું આ સ્થાન પર મારો કોપ રેડી દઈશ અને લોકો, પ્રાણીઓ, વૃક્ષો અને ખેતરો તેનો ભોગ બનશે. એ કોપ સતત સળગતો રહેશે અને હોલવી શકાશે નહિ.”


કોઈ માણસ કે કોઈ પશુ ત્યાં ફરકશે નહિ. ચાળીસ વર્ષ સુધી તેમાં વસવાટ થશે નહિ.


નિનવેનો નાશ થયો છે. તે નિર્જન અને ઉજ્જડ બની ગયું છે. હૃદયો બીકથી પીગળી ગયાં છે, ધૂંટણો થરથર ધ્રૂજે છે, શક્તિ ઓસરી ગઈ છે, ચહેરાઓ ફિક્કા પડી ગયા છે.


અને તેના બળવાનો ધૂમાડો જોઈને રડવા લાગ્યા, “આ મહાનગરી જેવી બીજી કોઈ હતી નહિ!”


તેમણે ફરી પોકાર કર્યો, “હાલ્લેલુયા! બળતી મહાનગરીનો ધૂમાડો સદાસર્વકાળ ઉપર ચઢતો રહેશે!”


Lean sinn:

Sanasan


Sanasan