Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 34:1 - પવિત્ર બાઇબલ C.L.

1 હે સર્વ પ્રજાઓ, પાસે આવીને સાંભળો! હે લોકો, લક્ષ દો! આખી પૃથ્વી અને તેમાંનું સર્વસ્વ, આખી દુનિયા અને તેના રહેવાસીઓ સૌ કોઈ સાંભળો!

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 હે વિદેશીઓ, તમે સાંભળવાને પાસે આવો; હે લોકો, તમે કાન દો! પૃથ્વી તથા તે પર જે કાંઈ છે તે સર્વ, જગત તથા તેમાંથી જે સર્વ નીપજે છે તે સાંભળે!

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 હે વિદેશીઓ, તમે સાંભળવાને પાસે આવો; હે લોકો તમે કાન ધરો! પૃથ્વી તથા તે પર જે કાંઈ છે તે સર્વ, જગત તથા તેમાંથી જે સર્વ નીપજે છે તે સાંભળો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 ઓ પૃથ્વી પરની સર્વ પ્રજાના લોકો, અહીં આવો અને સાંભળો; સમગ્ર પૃથ્વી અને તેમાં વસતાં સૌ કોઇ, સાંભળો!

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 34:1
25 Iomraidhean Croise  

ઈશ્વરે નૂહને કહ્યું, “મેં બધા લોકોનો અંત લાવી દેવાનો નિશ્ર્વય કર્યો છે. હું લોકોનો પૃથ્વી પરથી સંપૂર્ણ સંહાર કરીશ. કારણ, પૃથ્વી હિંસાખોરીથી ભરાઈ ગઈ છે.


પૃથ્વી અને તેનું સર્વસ્વ પ્રભુનાં છે; દુનિયા અને તેના પર વસનારાં બધાં તેમનાં જ છે.


ઈશ્વર, પ્રભુ પરમેશ્વર બોલ્યા છે; ઉદયાચલથી અસ્તાચલ સુધી પૃથ્વીના સર્વ લોકોને તે બોલાવે છે.


સર્વ દેશોને કહો કે, પ્રભુ રાજ કરે છે, તેમણે પૃથ્વીને પ્રસ્થાપિત કરી છે, અને તે વિચલિત થશે નહિ; તે નિષ્પક્ષપાતપણે લોકોનો ન્યાય કરશે.


પ્રભુએ કહ્યું, “હે આકાશો, સાંભળો! હે પૃથ્વી લક્ષ દે! તમે મારી વાત સાંભળો! મેં છોકરાંને પાળીપોષીને ઉછેર્યાં છે પણ તેમણે તો મારી વિરુદ્ધ બળવો પોકાર્યો છે.


હે પૃથ્વીના પટ પર વસતા સૌ લોકો, સાંભળો! પર્વતની ટોચે સંકેતરૂપે વજા ફરકાવાય તેની રાહ જોજો! રણશિંગડું વાગે ત્યારે તે સાંભળજો!


હે દૂરદૂરના લોકો, તમે મારા પરાક્રમી કામો વિષે સાંભળો! ઓ નજીક વસતા લોકો તમે તેનો પરચો કરો!


ઈશ્વર કહે છે, “હે ટાપુઓ, મારી આગળ શાંત થાઓ! પ્રજાઓ પોતાની તાક્ત એકઠી કરે! તેઓ આગળ આવીને પોતાનો દાવો રજૂ કરે. આવો, અદાલતમાં એકત્ર થઈ તેનો નિકાલ લાવીએ.”


બધી પ્રજાઓ એકઠી થાય અને લોકો ભેગા મળે. તેમના કયા દેવે આ વાત અગાઉથી જાહેર કરી હતી? બની ચૂકેલી ઘટનાઓ વિષે કોણે પહેલેથી કહ્યું હતું? એ વિષે પોતે સાચા છે એવું પુરવાર કરવા માટે તેઓ સાક્ષીઓ રજૂ કરે; જેથી બીજાઓ તેમને સાંભળીને તેમનું કહેવું સાચું છે કે કેમ તેનું સમર્થન આપે.”


મારી પાસે આવીને મારું સાંભળો: હું તો શરૂઆતથી જ કંઈ ગુપ્તમાં બોલ્યો નથી અને એ પ્રમાણે બને ત્યારે ય ત્યાં મારી હાજરી હોય છે.” હવે પ્રભુ પરમેશ્વરે મને તેમના આત્માનો સાથ આપી મોકલ્યો છે.


ઓ ટાપુઓ અને દૂર દેશાવરના લોકો, મારું ધ્યનથી સાંભળો. પ્રભુએ મને મારા જન્મ પહેલાં બોલાવ્યો હતો. હું મારી માતાના ઉદરમાં હતો ત્યારથી જ પોતાના સેવક તરીકે તેમણે મારી નામજોગ પસંદગી કરી છે.


“રાતા રંગે ખરડાયેલાં વસ્ત્રો પહેરીને અદોમના બોસ્રા નગરથી આ કોણ આવી રહ્યું છે? ભપકાદાર જામામાં સજ્જ થઈને પોતાના બળમાં દમામભેર રીતે આ કોણ કૂચ કરે છે?” “એ તો હું દમનમાંથી ન્યાયદત્ત છુટકારો જાહેર કરનાર અને સમર્થ બચાવનાર છું.”


હે ભૂમિ, હે ભૂમિ, હે ભૂમિ! તું પ્રભુનો સંદેશ સાંભળ.


અદોમ વિષે સેનાધિપતિ પ્રભુ આ પ્રમાણે કહે છે: “શું તેમના પ્રદેશમાં કોઈની પાસે જ્ઞાન રહ્યું નથી? શું તેમનું જ્ઞાન અદશ્ય થયું છે?


પ્રભુ પરમેશ્વર આ પ્રમાણે કહે છે, “ભૂતકાળમાં મારા સેવકો, એટલે ઇઝરાયલના સંદેશવાહકો દ્વારા મેં એવું ઘણીવાર જાહેર કર્યું હતું કે હું કોઈને ઇઝરાયલ પર આક્રમણ કરવા મોકલીશ, ત્યારે હું તારા જ વિષે કહેતો હતો.”


ઓબાદ્યાનું સંદર્શન જે પ્રભુ પરમેશ્વરે તેને અદોમ વિષે પ્રગટ કર્યું તે. પ્રભુ તરફથી અમને સંદેશ મળ્યો છે; તેમણે સર્વ વિદેશીઓ પાસે મોકલેલો રાજદૂત આમ કહે છે: “ઊઠો, આપણે અદોમ સામે યુદ્ધ કરવા જઈએ.”


કારણ, ધર્મશાસ્ત્રમાં લખેલું છે, “પૃથ્વી તથા તેમાંનું સર્વસ્વ પ્રભુનું છે.”


“હે આકાશો, મારા શબ્દો કાને ધરો; હે પૃથ્વી, મારી વાત યાનપૂર્વક સાંભળ.


તો હું આકાશ તથા પૃથ્વીને તમારી સમક્ષ સાક્ષી રાખીને કહું છું કે યર્દન નદીની પેલે પાર જે દેશનો કબજો લેવા તમે જાઓ છો ત્યાં લાંબી મુદત વસી શકશો નહિ, પણ તમારો વિનાશ થઈ જશે.


પવિત્ર આત્મા મંડળીઓને જે કહે છે તે જેમને સાંભળવાને કાન હોય તે સાંભળે; જે વિજય પ્રાપ્ત કરશે, તેને હું ઈશ્વરના પારાદૈસમાંના જીવનવૃક્ષનું ફળ ખાવા આપીશ.”


હે રાજાઓ સાંભળો! હે શાસકો, લક્ષ આપો! હું પ્રભુ સમક્ષ ગીત ગાઈશ, હું ઇઝરાયલના ઈશ્વર પ્રભુ માટે સંગીતના સૂર વગાડીશ.


હે પ્રભુ, તમારા સર્વ શત્રુઓ એ જ રીતે માર્યા જાય, પણ તમારા ભક્તો ઊગતા સૂર્યની જેમ પ્રકાશતા જાઓ! પછી દેશમાં ચાલીસ વર્ષ સુધી શાંતિ રહી.


Lean sinn:

Sanasan


Sanasan