Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 33:2 - પવિત્ર બાઇબલ C.L.

2 હે પ્રભુ, અમારા પર દયા કરો; અમારી આશા તમારા પર છે. તમે રોજરોજ અમારું સામર્થ્ય બનો અને સંકટના સમયથી અમારો બચાવ કરો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 હે યહોવા, અમારા પર કૃપા કરો, અમે તમારી વાટ જોયા કરી છે; દર સવાર તમે તેમનો ભુજ, અને દુ:ખના સમયે અમારા પણ તારક થાઓ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 હે યહોવાહ, અમારા પર કૃપા કરો, અમે તમારી વાટ જોયા કરીએ છીએ; દર સવારે તમે અમારો ભુજ અને દુઃખના સમયે અમારા ઉદ્ધારનાર થાઓ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 હે યહોવા, અમારા પર કૃપા કરો, અમને તમારી જ આશા છે. રોજે રોજ અમારું રક્ષણ કરો અને મુશ્કેલીના સમયે અમારી રક્ષા કરો.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 33:2
35 Iomraidhean Croise  

જેમ દાસની આંખો પોતાના માલિકના હાથ તરફ અને દાસીની આંખો પોતાની શેઠાણીના હાથ તરફ મંડાયેલ હોય છે; તેમ પ્રભુ અમારા પર કૃપા ન કરે ત્યાં સુધી અમારી મીટ અમારા ઈશ્વર પર મંડાયેલી રહે છે.


દર પ્રભાતે મને તમારા પ્રેમ વિષે જણાવો; કારણ, હું તમારા પર ભરોસો રાખું છું. મારે જે માર્ગે ચાલવું જોઈએ તે મને દર્શાવો; કારણ, મારું અંતર તમારામાં જ લાગેલું છે.


તમારા પર આશા રાખનારાઓ લજવાશે નહિ. પરંતુ, તમારો વિનાકારણ વિશ્વાસઘાત કરનારા લજવાશે.


પ્રભુ મારો પ્રકાશ અને મારો ઉદ્ધાર છે! મને કોનો ડર લાગે? પ્રભુ મારા જીવન રક્ષક છે; હું કોનાથી ભય પામું?


હે પ્રભુ, તમારો પ્રેમ અમારા પર રહો; કારણ, અમે તમારા પર જ આશા રાખીએ છીએ.


પ્રભુ નેકીવાનોનો ઉદ્ધાર કરે છે; તે સંકટ સમયે તેમનું આશ્રયસ્થાન છે.


ઈશ્વર અમારા આશ્રય અને અમારું બળ છે; સંકટ સમયે તે સદા સાક્ષાત્ સહાયક છે.


ઈશ્વર તે નગરમાં છે, તેથી તેને કદી ઉથલાવી શકાશે નહિ; સત્વરે ઈશ્વર તેને સહાય કરશે.


સંકટ સમયે મને પોકારો, એટલે હું તમને છોડાવીશ અને તમે મારો મહિમા પ્રગટ કરશો.”


શત્રુઓ વિરુદ્ધ અમને સહાય કરો. કારણ, માનવી સહાય વ્યર્થ છે.


મારો પ્રાણ સહાયને માટે માત્ર ઈશ્વરની ધીરજપૂર્વક રાહ જુએ છે; તે જ મને ઉગારે છે.


મારો પ્રાણ સહાયને માટે માત્ર ઈશ્વરની ધીરજપૂર્વક રાહ જુએ છે; કેમ કે હું તેમના પર જ આશા રાખું છું.


હે પ્રભુના લોક, તમે સદા ઈશ્વર પર ભરોસો રાખો, તેમની સમક્ષ તમારું હૃદય ઠાલવી દો; કારણ, તે જ આપણા શરણસ્થાન છે. (સેલાહ)


જેટલા દિવસો તમે અમને પીડા આપી અને જેટલાં વર્ષો અમે દુ:ખી થયા, એટલો સમય અમને આનંદ પમાડો.


તે મને પોકારશે ત્યારે હું તેને ઉત્તર આપીશ, સંકટમાં હું તેની સાથે રહીશ; હું તેને મુક્ત કરીને સફળતાથી સન્માનિત કરીશ.


તેથી મોશેએ પોતાનો હાથ સમુદ્ર પર લંબાવ્યો અને સવાર થતાં સમુદ્ર પોતાની અસલ સ્થિતિમાં આવી ગયો. ઇજિપ્તીઓએ સમુદ્રમાંથી નાસવાનો પ્રયત્ન કર્યો, પરંતુ પ્રભુએ તેમને સમુદ્ર મધ્યે ડુબાડી દીધા.


હે ઇઝરાયલી લોકો, તમે તમારા ઉદ્ધારક ઈશ્વરને વીસરી ગયા છો અને તમારા આશ્રયસ્થાન સમા ખડકનું સ્મરણ કર્યું નથી. એને બદલે, તમે વનદેવતાની પૂજા માટે છોડ વાવો છો. તમે પરદેશી બિયારણ લાવીને વાવો છો.


તમે ગરીબોના આશ્રય, દીનદુખિયાના આધાર, તોફાન સામે ઓથો અને તડકામાં છાયા સમા છો.


એ સમયે સૌ કોઈ કહેશે, “જેમને વિષે આપણે આશા સેવેલી કે તે આપણો ઉદ્ધાર કરશે એ આ જ આપણા ઈશ્વર છે. આપણે તેમના પર આશા સેવેલી તે આ જ પ્રભુ છે. તેમણે આપણો ઉદ્ધાર કર્યો છે માટે આપણે આનંદોત્સવ કરીએ.”


હે પ્રભુ, તમારા લોક સંકટને સમયે તમારી ગમ ફર્યા છે. તમે તેમને શિક્ષા કરી ત્યારે તેમણે પોતાના દુ:ખમાં તમને પ્રાર્થના ગુજારી.


અમે તમારા નિયમો પ્રમાણે વર્તીને તમારી પ્રતીક્ષા કરીએ છીએ. તમારું નામ અને તમારું સંસ્મરણ એ જ અમારા જીવનની ઝંખના છે.


તેમણે યશાયાને હિઝકિયા તરફથી આ સંદેશો કહી સંભળાવ્યો, “આજનો દિવસ તો સંકટનો, શિક્ષાનો અને નામોશીનો દિવસ છે. સ્ત્રીને પ્રસૂતિ થવાની તૈયારી હોય, પણ તેનામાં જણવાનું જોર ન હોય એવી આપણી દશા થઈ છે.


એ સર્વસમર્થ પ્રભુ સામર્થ્યસહિત આવી રહ્યા છે. તે પોતાના બાહુબળથી અધિકાર ચલાવશે. તેમનું ઈનામ અને તેમનું પ્રતિફળ તેમની સાથે છે.


“મારા વિજયનો સમય પાસે છે અને મારો ઉદ્ધાર પ્રગટ થવામાં છે. મારો ભુજ પ્રજાઓ પર રાજ ચલાવશે. ટાપુઓ પોતાના રક્ષણ માટે મારા ભુજની પ્રતીક્ષામાં મારી તરફ તેમની મીટ માંડશે.


વળી, હિમાયત કરે એવો કોઈ માણસ નથી એ જોઈને તે વિસ્મય પામ્યા. તેથી તેમણે પોતાના બાહુબળથી જ તેમનો બચાવ કર્યો અને તે માટે પોતાના જ ન્યાયીપણાનો આધાર લીધો.


પ્રભુ યાકોબના વંશજોથી વિમુખ થઈ ગયા છે, પણ હું તેમનામાં જ મારી આશા રાખીશ અને તેમના પર જ ભરોસો મૂકીશ.


હે પ્રભુ, એકલા તમે જ ઇઝરાયલની આશા છો તેમજ અમને આફતમાંથી ઉગારનાર છો. તો પછી તમે દેશમાં વસતા વિદેશી સમાન, અને રાતવાસા માટે રોક્યેલા મુસાફર સમાન કેમ થયા છો?


એ તો સવારની જેમ હમેશાં તાજાં હોય છે. તેમનું વિશ્વાસુપણું સાચે જ મહાન છે.


તમારી કબૂલાત સાથે તેની પાસે પાછા આવો અને કહો, “અમારાં પાપનું નિવારણ કરો અને કૃપા કરી અમારો સ્વીકાર કરો. અમે આખલાના અર્પણની જેમ અમારા મુખેથી તમને સ્તુત્યાર્પણ ચડાવીશું.


Lean sinn:

Sanasan


Sanasan