Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 33:16 - પવિત્ર બાઇબલ C.L.

16 એવો માણસ જ્યાં અખૂટ ખોરાક પાણીનો જથ્થો સંઘરેલો હોય તેવા પર્વતની ટોચે આવેલા કિલ્લાની સલામતી પામશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 ઉચ્ચસ્થાનમાં તે જ રહેશે; ખડકોના કિલ્લા તેનો આશ્રય થશે; તેની રોટલી તેને આપવામાં આવશે; તેને પાણી ખચીત મળશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 તે ઉચ્ચસ્થાનને પોતાનું રહેઠાણ બનાવશે; ખડકોના કિલ્લા તેનો આશ્રય થશે; તેને નિશ્ચે ખોરાક અને પાણી મળતાં રહેશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

16 આ પ્રકારના સર્વ લોકો ઉચ્ચસ્થાનોમાં રહેશે. પર્વતોના ખડકો તેઓની સુરક્ષાના કિલ્લા બનશે. તેઓને ખોરાક પૂરો પાડવામાં આવશે અને તેઓને પૂરતું પાણી મળી રહેશે.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 33:16
27 Iomraidhean Croise  

તેણે આસપાસ જોયું તો તેના માથા પાસે રોટલી અને પાણીની મશક જોયાં. ખાઈપીને તે પાછો આરામ લેવા પડ્યો.


પરંતુ તે કંગાલોને જુલમીઓના દમનમાંથી ઉગારે છે અને તેમના પરિવારોની ઘેટાંનાં ટોળાની જેમ વૃદ્ધિ કરે છે.


તે પોતાના ભક્તોને ખોરાક પૂરો પાડે છે; તે પોતાના કરારને સદા યાદ રાખે છે.


હે પ્રભુ, તમારા મંદિરમાં કોણ મુકામ કરી શકે? તમારા પવિત્ર સિયોન પર્વત પર કોણ નિવાસ કરી શકે?


તે જ મારા પગોને હરણ જેવા ચપળ બનાવે છે. તે ઊંચા સ્થાનો પર મને સલામત રાખે છે.


યાદ રાખો, પ્રભુની અમીદષ્ટિ તેમના ભક્તો પર અને તેમના પ્રેમ પર ભરોસો રાખનારાઓ પર છે.


યુવાન સિંહોને પણ ખોરાકના અભાવે ભૂખ્યા રહેવું પડે, પરંતુ પ્રભુના ભક્તોને તો કોઈ સારાં વાનાંની અછત પડશે નહિ.


પ્રભુ પર ભરોસો રાખ, અને ભલું કર; વચનના પ્રદેશમાં વાસ કર અને તેની વિપુલતા ભોગવ.


ઈશ્વર પર જ મારા બચાવ અને સન્માનનો આધાર છે; ઈશ્વર પોતે મારા સમર્થ ખડક અને શરણસ્થાન છે.


હે પ્રભુ, તમે વંશાનુવંશ અમારું આશ્રયસ્થાન બન્યા છો.


ઈશ્વર કહે છે, “તે મને પ્રેમથી વળગી રહે છે માટે હું તેને બચાવીશ, તે મારું નામ કબૂલ કરે છે તેથી હું તેની રક્ષા કરીશ.


પરંતુ મારી વાત સાંભળનાર દરેક સુરક્ષિત રહેશે, અને કોઈ વિપત્તિનો ડર રાખ્યા વિના તે નિર્ભય રહેશે.”


સદાચારી સલામતી અનુભવે છે, પણ દુરાચારી પકડાઈ જાય છે.


યાહવેનું નામ મજબૂત કિલ્લો છે; નેકજન તેમાં શરણું લઈ સલામત રહે છે.


તમે ગરીબોના આશ્રય, દીનદુખિયાના આધાર, તોફાન સામે ઓથો અને તડકામાં છાયા સમા છો.


પ્રભુ તમને સંકટરૂપી રોટલી અને વિપત્તિરૂપી પાણી આપશે. છતાં એવા સમયોમાં તમારો શિક્ષક સંતાયેલો રહેશે નહિ, પણ તે તમારી આંખોની સામે જ રહેશે.


ઈશ્વરના લોક શાંતિદાયક નિવાસોમાં, સલામત આવાસોમાં અને સ્વસ્થ આરામસ્થાનોમાં રહેશે.


તેમને ફરી કદી ભૂખ કે તરસ લાગશે નહિ. વળી, રણની લૂ કે સૂર્યનો તાપ લાગશે નહિ. કારણ, તેમના પર કરુણા કરનાર તેમનો દોરનાર થશે. તે તેમને પાણીના ઝરણાં પાસે લઈ જશે.


તો તને મારામાં સાચો આનંદ થશે. હું તને પૃથ્વીનાં ઉચ્ચસ્થાનો પર સવારી કરાવીશ અને તારા પૂર્વજ યાકોબને મેં આપેલા દેશમાં હું તારું ભરણપોષણ કરીશ.”


તેથી સિદકિયાએ તે મુજબ હુકમ આપ્યો અને તેમણે યર્મિયાને ચોકીદારોના ચોકમાં રાખ્યો. જ્યાં સુધી નગરમાં આહાર ઉપલબ્ધ હતો, ત્યાં સુધી ભઠિયારાઓની શેરીમાંથી તેને દરરોજ થોડો થોડો ખોરાક આપવામાં આવતો. આમ, યર્મિયા ચોકીદારોના ચોકમાં રહ્યો.


સિયોન પર્વતમાંથી પ્રભુ ગર્જના કરે છે: યરુશાલેમમાંથી તેમની વાણી ગરજે છે; અને પૃથ્વી તથા આકાશ કાંપે છે. પણ તે પોતાના લોકનું તો રક્ષણ કરશે.


પ્રભુ પરમેશ્વર મને સામર્થ્ય બક્ષે છે. તે મારા પગને હરણના જેવા ચપળ બનાવે છે અને મને પર્વતીય સ્થાનોમાં સંભાળીને ચલાવે છે. (સંગીત સંચાલક માટે નોંધ: ગીત તંતુવાદ્ય સાથે ગાવાનું છે.)


અમારો જરૂરી ખોરાક આજે અમને આપો.


હે ઇઝરાયલ, તમે આશીર્વાદિત છો! પ્રભુએ જેમનો ઉધાર કર્યો હોય એવી તમારા જેવી બીજી કઈ પ્રજા છે? પ્રભુએ ઢાલરૂપે તમારું રક્ષણ કર્યું અને તલવાર રૂપે તમને વિજય અપાવ્યો. તમારા શત્રુઓ તમારી દયાની યાચના કરશે અને તમે તેમની પીઠ ખૂંદી નાખશો.”


Lean sinn:

Sanasan


Sanasan