યશાયા 33:15 - પવિત્ર બાઇબલ C.L.15 જે માણસ સદાચારને માર્ગે ચાલે છે, જે સાચું બોલે છે, જે ગરીબો પરના જોર જુલમથી મળતો લાભ નકારે છે, જે લાંચ સ્વીકારવાથી પોતાનો હાથ પાછો રાખે છે, જે હિંસાની વાત ન સાંભળવી પડે માટે પોતાના કાન બંધ કરી દે, જે ભૂંડાઈના પ્રપંચ તરફ પોતાની આંખો મીંચી દે છે એવો જ માણસ વાસો કરી શકશે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)15 જે ન્યાયને માર્ગે ચાલે છે ને સત્ય બોલે છે, જે જુલમની કમાઈને ધિકકારે છે, જે લાંચને હાથમાં ન પકડતાં તરછોડી નાખે છે, જે ખૂન વિષે સાંભળવું ન પડે માટે પોતાના કાન બંધ કરી દે છે, અને જે ભૂંડું ન જોવા માટે પોતાની આંખ મીંચી દે છે [તે જ વાસો કરશે]. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201915 જે ન્યાયને માર્ગે ચાલે છે અને સત્ય બોલે છે; જે જુલમની કમાઈને ધિક્કારે છે, જે લાંચ લેવાનો ઇનકાર કરે છે, જે ગુનો કરવાની યોજના કરતો નથી, અને જે ભૂંડું ન જોવા માટે પોતાની આંખ મીંચી દે છે, તે જ વાસો કરશે. Faic an caibideilપવિત્ર બાઈબલ15 જે માણસ ન્યાયને માર્ગે ચાલે છે અને સાચું બોલે છે, જે શોષણથી મળેલી કમાઇનો તિરસ્કાર કરે છે, જે લાંચને હાથથી ઝાટકી ખંખેરી નાખે છે, જે હિંસાની વાત સાંભળી કાનમાં આંગળી ધાલે છે અને જે પાપ જોઇને આંખ મીંચી દે છે, તે જ વાસો કરશે. Faic an caibideil |
હું અહીં છું. જો મેં કોઈનું કંઈ ખોટું કર્યું હોય, તો પ્રભુ અને તેના પસંદ કરેલા રાજાની સમક્ષ અત્યારે જ મારી ઉપર આક્ષેપ મૂકો. શું મેં કોઈનો બળદ કે કોઇનું ગધેડું લીાાં છે? શું મેં કોઈને છેતર્યો છે કે કોઈના પર જુલમ કર્યો છે? પક્ષપાત કરવા માટે કોઈની પાસેથી મેં લાંચ લીધી છે? જો આમાનું મેં કાંઈપણ કર્યું હોય તો મેં જે લીધું હોય તે હું ભરપાઈ કરી આપીશ.”