Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 33:13 - પવિત્ર બાઇબલ C.L.

13 હે દૂરદૂરના લોકો, તમે મારા પરાક્રમી કામો વિષે સાંભળો! ઓ નજીક વસતા લોકો તમે તેનો પરચો કરો!

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 હે દૂરના લોકો, મેં જે કર્યું છે તે તમે સાંભળો; અને પાસે રહેનારાઓ, તમે મારું પરાક્રમ જાણો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 તમે જેઓ દૂર છો તેઓ, મેં જે કર્યું છે તે સાંભળો; અને તમે પાસે રહેનારાઓ, મારું પરાક્રમ જાણો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

13 “હે દૂર દૂર તેમ જ નજીક વસનારાઓ, મેં શું શું કર્યુ છે તે સાંભળી તમે મારું સાર્મથ્ય જાણી લો.”

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 33:13
21 Iomraidhean Croise  

ઈશ્વરે પોતાના લોકોને શક્તિમાન બનાવ્યા છે; જેથી તેમના સર્વ સંતો, એટલે, તેમના પ્રિય ઇઝરાયલ લોક તેમની સ્તુતિ કરે. યાહની સ્તુતિ કરો: હાલ્લેલૂયાહ!


હે ઈશ્વર, તમારા નામની જેમ જ તમારી સ્તુતિ પણ પૃથ્વીના છેડાઓ સુધી પ્રસરેલી છે; તમારો જમણો હાથ ઉદ્ધારક શક્તિથી ભરેલો છે.


હે પ્રભુ, તમારા ન્યાયચુકાદાઓ સાંભળીને સિયોન નગરના લોકો આનંદ કરે છે, અને યહૂદિયાના લોકો હર્ષ પામે છે.


એ સાંભળીને પ્રજાઓ ભયથી કાંપે છે; પલિસ્તીઓમાં આતંક છવાઈ ગયો છે.


હે પૃથ્વીના પટ પર વસતા સૌ લોકો, સાંભળો! પર્વતની ટોચે સંકેતરૂપે વજા ફરકાવાય તેની રાહ જોજો! રણશિંગડું વાગે ત્યારે તે સાંભળજો!


તો હે અમારા પ્રભુ, અમને આશ્શૂરીઓના હાથમાંથી બચાવો, જેથી દુનિયાની બધી પ્રજાઓ જાણે કે તમે પ્રભુ જ એકમાત્ર ઈશ્વર છો.”


ઓ ટાપુઓ અને દૂર દેશાવરના લોકો, મારું ધ્યનથી સાંભળો. પ્રભુએ મને મારા જન્મ પહેલાં બોલાવ્યો હતો. હું મારી માતાના ઉદરમાં હતો ત્યારથી જ પોતાના સેવક તરીકે તેમણે મારી નામજોગ પસંદગી કરી છે.


દુનિયાની સર્વ પ્રજાઓનાં દેખતાં પ્રભુ પોતાનો પવિત્ર ભુજ પ્રગટ કરશે અને પૃથ્વીના છેડેછેડાના લોક આપણા ઈશ્વરે કરેલો ઉદ્ધાર જોઈ શકશે.


હું નજીક કે દૂરના સૌ કોઈને શાંતિ આપીશ. હું લોકને સાજા કરીશ.


રાજાના બધા રાજકુંવરો, રાજ્યપાલો, નાયબ રાજ્યપાલો અને બીજા અધિકારીઓ એ ત્રણેને જોવા એકત્ર થઈ ગયા. તેમને અગ્નિથી કંઈ ઇજા થઈ નહોતી. ન તો તેમના વાળ કે વસ્ત્રો બળ્યાં હતાં કે ન તો તેમના શરીર પર ધૂમાડાની કંઈ વાસ હતી.


આજે જ પ્રભુ તને મારા હાથમાં સોંપી દેશે. હું તને હરાવીશ. તારું માથું કાપી નાખીશ અને પલિસ્તી સૈનિકોનું માંસ હિંસક પક્ષીઓ અને પશુઓને ખાવા માટે આપીશ. ત્યારે આખી દુનિયા જાણશે કે ઇઝરાયલના પ્રભુ જ ઈશ્વર છે.


Lean sinn:

Sanasan


Sanasan