Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 32:9 - પવિત્ર બાઇબલ C.L.

9 ઓ સંતુષ્ટ સ્ત્રીઓ, ઊઠો, મારી વાણી સાંભળો! ઓ બેદરકાર પુત્રીઓ, મારું કહેવું સાંભળો!

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 સુખવાસીસ્ત્રીઓ, ઊઠો, મારી વાણી સાંભળો. બેદરકાર દીકરીઓ, મારાં વચનો તરફ કાન દો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 સુખી સ્ત્રીઓ, ઊઠો અને મારી વાણી સાંભળો; હે બેદરકાર દીકરીઓ, મને સાંભળો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 એશઆરામમાં જીવન વ્યતિત કરતી સુખવાસી સ્ત્રીઓ, ઊઠો અને મારી વાણી સાંભળો; હે બેદરકાર પુત્રીઓ, મારાં વચનો પર ધ્યાન આપો!

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 32:9
15 Iomraidhean Croise  

ધનવાનોનો ઉપહાસ અને ગર્વિષ્ઠોનો તિરસ્કાર વેઠી વેઠીને અમારા પ્રાણ તદ્દન ત્રાસી ગયા છે.


મારું યાનપૂર્વક સાંભળો. મારા કહેવા પર લક્ષ આપો.


પ્રભુ કહે છે, “સિયોન એટલે યરુશાલેમની સ્ત્રીઓ કેવી ઘમંડી છે! તેઓ ઊંચી ડોક રાખીને, લોભામણી આંખોથી મિચકારા મારતી ઝાંઝરના ઝમકાર સાથે લટકમટક ચાલે છે.


સાચે જ સિયોનનગરમાંથી વિલાપનો મોટો અવાજ સંભળાય છે: “આપણો કેવો નાશ થયો છે, આપણે કેવા લજ્જિત થયા છીએ! આપણે આ દેશ તજવો પડશે. કારણ, આપણા આવાસો તોડી પાડયા છે.”


મેં કહ્યું, “હે સ્ત્રીઓ, પ્રભુની વાણી સાંભળો અને તેમના મુખના શબ્દો પર કાન દો. તમારી પુત્રીઓને પણ વિલાપગીત ગાતાં શીખવો, અને તમારી સહેલીઓને પણ મૃત્યુગીત શીખવો.”


એકવાર ઉત્તમ વાનગીઓ ખાનારા લોકો રસ્તાઓ પર ભૂખે મરે છે. રાજવી વૈભવમાં ઉછરેલા લોકોએ ઉકરડાનો સહારો લીધો છે.


પોતાની સત્તામાં મદમસ્ત અને પોતે સલામત છે એવું માનતા શહેરની એવી દુર્દશા થશે. પોતાનું શહેર તો દુનિયામાં સૌથી મહાન છે એવું તેના લોકો માને છે. પણ એ કેવું વેરાન બની જશે! એ તો વન્ય પશુઓનું વિશ્રામસ્થાન બની જશે! તેની પાસેથી પસાર થનાર સૌ કોઈ ભયભીત બની તેનાથી દૂર ભાગશે.


જેને સાંભળવાને કાન હોય તે સાંભળે.


તમારામાં કોઈ કોમળ અને નાજુક સ્ત્રી હોય કે જે કદી પગે ચાલીને ક્યાંય ગઈ ન હોય એવી સ્ત્રી પણ એમ જ કરશે. જ્યારે તમારા શત્રુઓ તમારા નગરને ઘેરો ઘાલશે અને તમને ભીંસમાં લેશે, ત્યારે વ્યાપક અછતને લીધે તે પોતાના પ્રિય પતિ પ્રત્યે, અરે, પોતાનાં જ પુત્રપુત્રીઓ પ્રત્યે સ્વાર્થભરી રીતે વર્તશે. એટલે સુધી કે તેને જન્મેલા બાળકને અને ઓરને છાનીમાની ખાઈ જશે.


યોથામે જ્યારે તે જાણ્યું ત્યારે તે જઈને ગરીઝીમ પર્વત પર ઊભો રહ્યો અને તેમને મોટે ઘાંટે કહ્યું, “ઓ શખેમના માણસો, મારું સાંભળો, અને ઈશ્વર તમારું પણ સાંભળશે!


Lean sinn:

Sanasan


Sanasan