Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 32:7 - પવિત્ર બાઇબલ C.L.

7 ધૂર્તની કાર્યપદ્ધતિય કુટિલ હોય છે. તે જૂઠથી ગરીબનો નાશ કરવા અને કંગાલોને તેમના યથાર્થ હક્કોથી વંચિત રાખવા પ્રપંચ કરે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 ધૂર્તનાં હથિયારો ભૂંડાં છે; તે, દરિદ્રી પોતાના વાજબી [હકનું] સમર્થન કરતો હોય, ત્યારે પણ, મિથ્યા વાતોથી ગરીબનો નાશ કરવા માટે દુષ્ટ યુક્તિઓ યોજે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 ઠગની રીતો દુષ્ટ છે. જ્યારે દરિદ્રી કહે છે કે સત્ય શું છે તોપણ તે દરિદ્રીને જૂઠી વાતોથી નાશ કરવાને માટે દુષ્ટ યુકિત યોજે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 અને પેલા ધૂર્તની રીત પણ દુષ્ટ હોય છે; તે દુષ્ટ યુકિત પ્રયુકિતઓ વાપરે છે, તે રંક લોકોને દુ:ભવવાનો પ્રયત્ન કરે છે અને તેમને કાયદાના ન્યાયાલયમાં ઠગે છે.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 32:7
24 Iomraidhean Croise  

દુષ્ટો મારો નાશ કરવા લાગ શોધે છે, પરંતુ હું તમારાં સાક્ષ્યવચનોનું પાલન કરીશ.


તારા આગેવાનો બળવાખોર અને ચોરના મિત્રો છે. તેઓ સૌને લાંચ વહાલી લાગે છે અને તેઓ સૌ બક્ષિસ માટે ફાંફાં મારે છે. તેઓ અદાલતમાં અનાથનો બચાવ કરતા નથી અને વિધવાની ફરિયાદ સાંભળતા નથી.


તે નિરાધારોનો યથાર્થ ન્યાય કરશે અને દેશના દીનજનોને તેમના હક્ક અપાવશે. તેની દંડાજ્ઞાથી પૃથ્વીના રહેવાસીઓ શિક્ષા પામશે અને તેની ફૂંકમાત્રથી દુષ્ટો માર્યા જશે.


તમે દુષ્ટો પર દયા રાખો છો, છતાં તેઓ કદી સચ્ચાઈથી વર્તવાનું શીખ્યા નથી. અહીં પવિત્ર દેશમાં પણ તેઓ હજી દુષ્ટતા આચરે છે અને પ્રભુના પ્રતાપને લક્ષમાં લેતા નથી.


બીજાઓ પર તહોમત મૂકનારા, નગરપંચમાં બચાવપક્ષે બોલનારને ફાંદામાં ફસાવનારા અને જુઠ્ઠી સાક્ષી પૂરી નિર્દોષને ન્યાયથી વંચિત રાખનારાઓનો ઈશ્વર નાશ કરશે.


તમે લાંચ લઈને ગુનેગારને નિર્દોષ ઠરાવો છો અને નિર્દોષને ન્યાયથી વંચિત રાખો છો.


દુષ્ટ માણસ પોતાનો માર્ગ તજી દે અને અધર્મી માણસ પોતાના વિચારો બદલે અને આપણા ઈશ્વર પ્રભુ પાસે પાછા ફરે તો તે દયા દાખવશે અને સંપૂર્ણ ક્ષમા કરશે.


સત્યના સદંતર અભાવે દુરાચારથી દૂર રહેનારાઓ પોતે જ શિકાર બની જાય છે. પ્રભુએ જોયું કે ઇન્સાફનો અભાવ છે અને એ જોઈને તે નારાજ થયા.


પ્રભુ પરમેશ્વરનો આત્મા મારા પર છે; કારણ, દીનજનોને શુભ સમાચાર જણાવવાને તેમણે મારો અભિષેક કર્યો છે. તેમણે મને ભગ્ન દયવાળાઓને સાજા કરવા માટે, બંદીવાનોને છુટકારાની તથા કેદીઓને અંધારી કોટડીમાંથી મુક્તિની જાહેરાત કરવા માટે,


પછી લોકોએ કહ્યું, “ચાલો, યર્મિયા વિરુદ્ધ ઘાટ ઘડીએ કેમ કે યજ્ઞકાર પાસેથી શિક્ષણ, જ્ઞાનીઓ પાસેથી સલાહ અને સંદેશવાહકો પાસેથી પ્રભુનો સંદેશ ખૂટવાંનાં નથી. ચાલો, તેના પર આરોપ મૂકીએ, અને તેના બોલવા પ્રત્યે કંઈ ધ્યાન ન આપીએ.”


ઘણા લોકોને શુદ્ધ કરવામાં આવશે. દુષ્ટો કંઈ સમજશે નહિ, પણ વધુ ને વધુ દુષ્ટતા આચરશે; માત્ર જ્ઞાનીઓ જ આ વાતો સમજશે.


પથારીમાં પડયા પડયા ભૂંડી યોજનાઓ ઘડનારની કેવી દુર્દશા થશે! સવાર પડે કે પોતાની ભૂંડી યોજનાઓ પાર પાડવાની તક તેઓ ઝડપી લે છે.


“આ લોકોને તો એવો સંદેશવાહક જોઈએ છે કે જે જૂઠ અને કપટથી ભરપૂર હોય અને કહેતો ફરે કે, ‘હું ભવિષ્ય ભાખું છું કે તમારે માટે દ્રાક્ષાસવ અને શરાબની રેલમછેલ થશે.’


અને ઈસુની છળકપટથી ધરપકડ કરી તેમને મારી નાખવા યોજના ઘડી કાઢી.


Lean sinn:

Sanasan


Sanasan