Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 32:16 - પવિત્ર બાઇબલ C.L.

16 રણપ્રદેશ હોય કે ફળદ્રુપ પ્રદેશ હોય પણ સમગ્ર દેશમાં ન્યાયનીતિ પ્રવર્તશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 પછી ઇનસાફ અરણ્યમાં વસશે, ને ન્યાયપણું ફળવંત વાડીમાં વસતિ કરશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 પછી ઇનસાફ અરણ્યમાં વસશે; અને ન્યાયપણું ફળદ્રુપ વાડીમાં રહેશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

16 ત્યારે સમગ્ર મરુભૂમિમાં અને લીલી ધરતીમાં સર્વત્ર ઇનસાફ અને ન્યાય વાસો કરશે,

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 32:16
17 Iomraidhean Croise  

ઈશ્વરના પવિત્ર પર્વત સિયોન પર નુક્સાન કે વિનાશ કરનાર કંઈ હશે નહિ. જેમ સમુદ્ર પાણીથી ભરપૂર છે તેમ પૃથ્વી પ્રભુના જ્ઞાનથી ભરપૂર થશે.


તે ન્યાયાધીશોમાં પ્રામાણિકપણે ન્યાય કરવાની ભાવના પેદા કરશે અને નગરના દરવાજે હુમલો પાછો હઠાવનારાઓ માટે શક્તિનો સ્ત્રોત બની રહેશે.


પ્રભુ સર્વોપરી છે અને તે પરમધામમાં વસે છે. સિયોનને તે ઈન્સાફ અને સદાચારથી ભરપૂર કરશે.


ત્યાં રાજમાર્ગ થશે, અને તે “પવિત્રતાનો રાજમાર્ગ” કહેવાશે. એ માર્ગે વિધિગત રીતે અશુદ્ધ એવો કોઈ માણસ જશે નહિ. એ માર્ગ તેના લોકોને માટે થશે અને તેમાં ભોળા પણ ભૂલા પડશે નહિ. ત્યાં કોઈ સિંહ નહિ હોય કે કોઈ હિંસક પ્રાણી પણ નહિ ફરકે.


વેરાન પ્રદેશ અને તેમાંનાં નગરો, તમે તમારો સાદ ઊંચો કરો. કેદારના લોકના સઘળા વસવાટો, તમે ખુશી મનાઓ. સેલા નગરના લોકો પર્વતના શિખરેથી આનંદના પોકાર કરો.


તે નિરાશ કે નિરુત્સાહી થયા વિના પૃથ્વી પર ન્યાયની પ્રતિષ્ઠા કરશે. દૂરના ટાપુઓ તેના શિક્ષણની રાહ જોશે.”


જો તેં મારી આજ્ઞાઓ પાળી હોત તો કેવું સારું! તો તો સતત વહેતી સરિતા સમી સમૃદ્ધિ સાંપડી હોત અને સાગરના ઉછળતાં મોજાં સમો વિજય હાંસલ થયો હોત.


તારા બધા લોકો પ્રામાણિકપણે ચાલશે અને સદાસર્વકાળ દેશનું વતન પામશે. કારણ, મારો મહિમા પ્રગટ કરવા માટે તેઓ મારા રોપેલા રોપ અને મારે હાથે ઘડેલાં પાત્રો છે.


ઇઝરાયલના ઈશ્વર સેનાધિપતિ પ્રભુ આ પ્રમાણે કહે છે, “હું મારા લોકને દેશનિકાલમાંથી પાછા લાવીને તેમના વતનમાં પુન: વસાવીશ ત્યારે યહૂદિયામાં અને તેનાં નગરોમાં આવો આશીર્વાદ ઉચ્ચારાશે: ‘હે ન્યાયના નિવાસસ્થાન સમા પવિત્ર પર્વત, પ્રભુ તને આશિષ આપો.’


એવો સમય આવશે જ્યારે ઇઝરાયલના લોકો તેમના ઈશ્વર પ્રભુ અને તેમના રાજા દાવિદ તરફ પાછા વળશે. પછી તેઓ ઈશ્વરની બીક રાખશે અને તેમની પાસેથી ઉદાર દાનો મેળવશે.


મારા પવિત્ર શહેર યરુશાલેમમાં હું પાછો ફરીશ અને ત્યાં જ વસીશ. તે તો વિશ્વાસુ નગર તરીકે ગણાશે અને સર્વસમર્થ પ્રભુનો પર્વત, પવિત્ર પર્વત કહેવાશે.


Lean sinn:

Sanasan


Sanasan