Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 32:14 - પવિત્ર બાઇબલ C.L.

14 કારણ, રાજમહેલ સૂમસામ બની જશે અને ધમધમતું પાટનગર નિર્જન બની જશે. સંરક્ષણ માટેનો કિલ્લો અને ચોકીનો બુરજ કાયમનાં ખંડિયેર બની જશે. ત્યાં જંગલી ગધેડાં આનંદથી ફરશે અને ઘેટાંબકરાં ચરશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 કેમ કે રાજમહેલનો ત્યાગ કરવામાં આવશે; વસતિવાળું નગર ઉજજડ થશે; ટેકરી તથા બુરજ સર્વકાળ સુધી કોતર જેવાં, રાની ગધેડાંના આનંદનું સ્થાન, અને ઘેટાંનું ચરણ થશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 કેમ કે, રાજમહેલનો ત્યાગ કરવામાં આવશે, વસ્તીવાળું નગર ઉજ્જડ થશે; ટેકરી તથા બુરજ સર્વકાળ સુધી કોતર જેવાં, રાની ગધેડાના આનંદનું સ્થાન અને ઘેટાંનું ચરવાનું સ્થાન થશે;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

14 કારણ, મહેલ સૂનો પડ્યો છે અને કોલાહલભર્યું શહેર ઉજ્જડ થઇ ગયું છે; ઘરો અને બુરજો કાયમના ખંડેર થઇ ગયાં છે, જ્યાં ગધેડાઓ આનંદથી હરેફરે છે અને ઘેટાંબકરાં ચરે છે.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 32:14
27 Iomraidhean Croise  

તેણે પ્રભુનું મંદિર, રાજમહેલ અને યરુશાલેમનાં મોટાં મોટાં બધાં મકાનો બાળી નાખ્યાં.


તે પછી મનાશ્શાએ દાવિદનગરને ગિહોનના ઝરણાની પશ્ર્વિમે ખીણમાં એક સ્થળેથી શરૂ કરી ઉત્તરમાં મચ્છી દરવાજા સુધી બીજો એક બહારનો કોટ બંધાવ્યો; અને નગરના ઓફેલ વિસ્તારને આવરી લેતા કોટની ઊંચાઈ વધારી. યહૂદિયાના પ્રત્યેક કિલ્લાવાળા નગરમાં તેણે સેનાધિકારીઓ મૂક્યા.


તેઓ જંગલી પશુઓને પાણી પૂરું પાડે છે અને તેમાં જંગલી ગધેડાં પણ પોતાની તરસ છિપાવે છે.


આખા શહેરમાં આનંદોત્સવને લીધે ઉત્તેજના અને શોરબકોર વ્યાપી ગયાં છે! તમારા માર્યા ગયેલા માણસો કંઈ રણમેદાનમાં લડતાં લડતાં મોતને ભેટયા નથી.


નગરમાં અંધાધૂંધી ફેલાઈ ગઈ છે અને લોકો સલામતીને માટે બંધ બારણે ઘરમાં ભરાઈ રહે છે.


નગર ખંડિયેર બન્યું છે અને તેના દરવાજાઓના ચૂરેચૂરા થઈ ગયા છે.


તમે નગરને પથ્થરોનો ઢગલો બનાવી દીધું છે અને કિલ્લેબંધીવાળા નગરને ખંડિયેર કરી દીધું છે. અમારા દુશ્મનોએ બાંધેલા ગઢ હવે નગર તરીકે રહ્યા નથી; તે ફરી ક્યારેય બંધાનાર નથી.


કિલ્લાવાળું શહેર ઉજ્જડ બન્યું છે. તે તજાયેલા વસવાટ સમું અને નિર્જન રણ જેવું બન્યું છે. ત્યાં વાછરડાઓ ચરે છે અને આરામ કરે છે.


શહેરના દરવાજા શોકવિલાપ કરશે, બલ્કે તે ઉજ્જડ બની જમીનદોસ્ત થઈ જશે.


સર્વસમર્થ પ્રભુએ મને જણાવ્યું છે: “આ બધાં મોટાં ઘર ઉજ્જડ બની જશે અને સુંદર હવેલીઓ નિર્જન બની જશે.


મેં પૂછયું, “પ્રભુ, આવું ક્યાં સુધી ચાલશે?” તેમણે જવાબ આપ્યો, “નગરો ખંડિયેર બનીને નિર્જન થાય, ઘરો વસ્તી વગરનાં બની જાય અને જમીન વેરાન અને પડતર બની જાય ત્યાં સુધી એમ થશે.


“તે સમયે જ્યાં ચાંદીના હજાર સિક્કાની કિંમતના હજાર દ્રાક્ષવેલા હતા તેવી દ્રાક્ષવાડીમાં કાંટા અને ઝાંખરા ઊગી નીકળશે.


જંગલી ગધેડા ઉજ્જડ ટેકરી પર ઊભા રહીને શિયાળવાની માફક હાંફે છે; ઘાસચારાના અભાવે તેમની આંખો નબળી પડી ગઈ છે.


કારણ, હું ઇઝરાયલનો ઈશ્વર પ્રભુ આ પ્રમાણે કહું છું: યરુશાલેમનાં મકાનો અને યહૂદિયાના રાજાઓના મહેલોને ખાલદીઓનાં લશ્કર ઘેરા આક્રમણથી તોડી પાડી ખંડેર બનાવશે.


ત્યાં બેબિલોનના રાજાએ તેમને મારપીટ કરીને મારી નંખાવ્યા. આ પ્રમાણે યહૂદિયાના લોકો બંદી થઈને બેબિલોનમાં દેશનિકાલ કરાયા.


ચાલો, હવે આપણે રાત્રે અંધારામાં હુમલો કરીશું અને તેના રાજમહેલોનો વિનાશ કરીશું.’


નહિ તો હું તેને નિર્વસ્ત્ર કરી દઈશ અને તે તેના જન્મ દિવસે હતી તેવી નગ્ન કરી દઈશ. હું તેને સૂકી અને વેરાન ભૂમિ જેવી કરી દઈશ અને તેને તરસે મારી નાખીશ.


એ માટે તમારે લીધે સિયોન ખેતરની માફક ખેડાશે, યરુશાલેમ ખંડિયેર બની જશે અને મંદિરનો પર્વત જંગલ જેવો બની જશે.


પોતાની સત્તામાં મદમસ્ત અને પોતે સલામત છે એવું માનતા શહેરની એવી દુર્દશા થશે. પોતાનું શહેર તો દુનિયામાં સૌથી મહાન છે એવું તેના લોકો માને છે. પણ એ કેવું વેરાન બની જશે! એ તો વન્ય પશુઓનું વિશ્રામસ્થાન બની જશે! તેની પાસેથી પસાર થનાર સૌ કોઈ ભયભીત બની તેનાથી દૂર ભાગશે.


યહૂદિયાના બચી જઈને બાકી રહેલા લોક એ ભૂમિનો કબજો લેશે, તેઓ ત્યાં તેમનાં ઘેટાં ચારશે, અને રાત્રે આશ્કલોનનાં ખાલી પડેલાં ઘરોમાં સૂઈ રહેશે; પ્રભુ તેમના ઈશ્વર તેમની સાથે રહેશે. અને તેમને ફરીથી સ્વતંત્ર અને સમૃદ્ધ કરશે.


“તમે યરુશાલેમને લશ્કરોથી ઘેરાયેલું જુઓ ત્યારે જાણજો કે તેનો નાશ થવાની તૈયારીમાં છે.


કેટલાકને તલવારથી મારી નાખવામાં આવશે, અને બીજાઓને અન્ય દેશોમાં કેદીઓ તરીકે લઈ જવામાં આવશે, અને બિનયહૂદીઓનો સમય પૂરો થાય ત્યાં સુધી તેઓ યરુશાલેમને ખૂંદશે.


Lean sinn:

Sanasan


Sanasan