Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 32:13 - પવિત્ર બાઇબલ C.L.

13 મારા લોકના દેશમાં કાંટા-ઝાખરાં ઊગી નીકળ્યાં છે. ઉલ્લાસી નગરમાં એકવાર બધાં ઘરકુટુંબો સુખશાંતિમાં હતાં; પણ હવે એવાં રહ્યાં નથી. તેથી શોકવિલાપ કરો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 મારા લોકોની ભૂમિ પર કાંટા તથા ઝાંખરાં ઊગી નીકળશે; ઉલ્લાસી નગરનાં સર્વ આનંદભર્યા ઘર પર તેઓ ઊગશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 મારા લોકોની ભૂમિ પર કાંટા તથા ઝાંખરાં ઊગી નીકળશે, ઉલ્લાસી નગરનાં સર્વ આનંદભર્યાં ઘર પર તેઓ ઊગશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

13 તમારી ભૂમિમાં કાંટા અને ઝાંખરા ઊગી નીકળ્યા છે. એક વખતના આનંદભર્યા નગરો અને સુખી ઘરો માટે આક્રંદ કરો.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 32:13
20 Iomraidhean Croise  

આખા શહેરમાં આનંદોત્સવને લીધે ઉત્તેજના અને શોરબકોર વ્યાપી ગયાં છે! તમારા માર્યા ગયેલા માણસો કંઈ રણમેદાનમાં લડતાં લડતાં મોતને ભેટયા નથી.


શું આ એ જ વિલાસી નગરી તૂર છે કે જે પ્રાચીન સમયમાં સ્થપાઈ હતી અને જેના રહેવાસીઓ દૂરદૂરના દેશોમાં જઈને વસ્યા હતા.


તેના બધા વૈભવનો ગર્વ ઉતારવા અને દુનિયામાં માનવંતા મનાતા તેના વેપારીઓને હલકા પાડવા સર્વસમર્થ પ્રભુએ એવું નિર્માણ કર્યું છે.


દ્રાક્ષાસવને અભાવે લોકો રસ્તાઓ પર બૂમો પાડે છે. સઘળો ઉલ્લાસ ઉદાસીનતામાં પલટાઈ ગયો છે; પૃથ્વી પરથી આનંદનો લોપ થયો છે.


કિલ્લાવાળું શહેર ઉજ્જડ બન્યું છે. તે તજાયેલા વસવાટ સમું અને નિર્જન રણ જેવું બન્યું છે. ત્યાં વાછરડાઓ ચરે છે અને આરામ કરે છે.


તેના રાજગઢો પર કાંટા અને કિલ્લાઓ પર ઝાંખરાં ઊગી નીકળશે અને તેઓ શિયાળવાંની બોડ અને શાહમૃગોનો વાસ બની જશે.


દસ એકરની દ્રાક્ષવાડીમાંથી માત્ર બાવીસેક લિટર જ દ્રાક્ષાસવ મળશે. દસ માપ બિયારણમાંથી માત્ર એક માપ અનાજ પાકશે.


હું તેને ઉજ્જડ કરી નાખીશ. હું તેની કાપકૂપ કરીશ નહિ કે તેની જમીન ખેડીશ નહિ. તેમાં કાંટાઝાંખરા ઊગી નીકળશે અને વાદળો તેના પર વરસે નહિ એવી હું તેમને આજ્ઞા કરીશ.


કાંટાને બદલે દેવદાર અને જંગલી ગુલાબને બદલે મેંદી ઊગી નીકળશે.તે મારી પ્રભુની યાદગીરી અર્થે નાબૂદ ન થઈ જાય એવી સદાકાળની નિશાની બની રહેશે.”


મેં પૂછયું, “પ્રભુ, આવું ક્યાં સુધી ચાલશે?” તેમણે જવાબ આપ્યો, “નગરો ખંડિયેર બનીને નિર્જન થાય, ઘરો વસ્તી વગરનાં બની જાય અને જમીન વેરાન અને પડતર બની જાય ત્યાં સુધી એમ થશે.


“તે સમયે જ્યાં ચાંદીના હજાર સિક્કાની કિંમતના હજાર દ્રાક્ષવેલા હતા તેવી દ્રાક્ષવાડીમાં કાંટા અને ઝાંખરા ઊગી નીકળશે.


કારણ, હું ઇઝરાયલનો ઈશ્વર પ્રભુ આ પ્રમાણે કહું છું: યરુશાલેમનાં મકાનો અને યહૂદિયાના રાજાઓના મહેલોને ખાલદીઓનાં લશ્કર ઘેરા આક્રમણથી તોડી પાડી ખંડેર બનાવશે.


તે દરમ્યાન બેબિલોનના લશ્કરે રાજમહેલ અને લોકોનાં ઘર બાળી નાખીને ભસ્મીભૂત કર્યાં અને યરુશાલેમનો કોટ તોડી પાડયો.


ત્યાં બેબિલોનના રાજાએ તેમને મારપીટ કરીને મારી નંખાવ્યા. આ પ્રમાણે યહૂદિયાના લોકો બંદી થઈને બેબિલોનમાં દેશનિકાલ કરાયા.


ઇઝરાયલના લોકોનાં મૂર્તિપૂજાનાં તમામ ભૂંડા ઉચ્ચસ્થાનોનો નાશ કરવામાં આવશે. તેમની વેદીઓ ઉપર કાંટા અને ઝાંખરાં ઊગી નીકળશે. લોકો પર્વતોને હાંક મારશે, “અમને સંતાડો!” અને ટેકરીઓને વિનવશે, “અમને ઢાંકી દો!”


નહિ તો હું તેને નિર્વસ્ત્ર કરી દઈશ અને તે તેના જન્મ દિવસે હતી તેવી નગ્ન કરી દઈશ. હું તેને સૂકી અને વેરાન ભૂમિ જેવી કરી દઈશ અને તેને તરસે મારી નાખીશ.


વિનાશમાંથી ઊગરવા લોકો નાસી છૂટશે ત્યારે ઇજિપ્તીઓ તેમને એકઠા કરીને મેમ્ફીસ નામના સ્થળે દફન કરવા માટે લઈ જશે. તેમના રૂપાના દાગીના ઝાંખરામાં પડશે અને તેમનાં ઘરની જગ્યાએ કાંટા ઊગી નીકળશે.


Lean sinn:

Sanasan


Sanasan