Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 32:10 - પવિત્ર બાઇબલ C.L.

10 હમણાં તમે સહીસલામતી અનુભવો છો, પણ આવતે વર્ષે આ સમયે તમે ધ્રૂજવા માંડશો. કારણ, દ્રાક્ષનો પાક નિષ્ફળ જવાનો છે; એટલે, દ્રાક્ષો વીણવાનો સમય આવશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 હે બેદરકાર સ્ત્રીઓ, એક વર્ષ ઉપરાંત કેટલાક દિવસો પછી તમે ધ્રૂજશો, કેમ કે દ્રાક્ષાની ઊપજ બંધ થશે, ને એકત્ર કરવાનો સમય આવશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 હે બેદરકાર સ્ત્રીઓ, એક વર્ષ ઉપરાંત કેટલાક દિવસો પછી તમારો વિશ્વાસ ઊઠી જશે, કેમ કે દ્રાક્ષાની ઊપજ બંધ થશે અને તેને એકત્ર કરવાનો સમય આવશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

10 હે બેદરકાર સ્ત્રીઓ, અત્યારે તમને કશી ચિંતાફિકર નથી, પણ વરસ પૂરું થતાં જ તમે ધ્રૂજી ઊઠશો, કારણ, દ્રાક્ષની ભેગી કરવાની ઋતું પૂરી થઇ ગઇ હશે અને તમે કઇં ભેગું કર્યું નહિ હોય.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 32:10
14 Iomraidhean Croise  

તેમની ફળની વાડીઓમાંથી આનંદ અને ઉત્સાહ ઓસરી ગયાં છે. દ્રાક્ષવાડીઓમાં ગવાતાં ગીતો બંધ થઈ ગયાં છે. કોઈ દ્રાક્ષાકુંડમાં દ્રાક્ષો ખૂંદીને તેનો દ્રાક્ષાસવ કાઢતું નથી. કારણ, મેં આનંદના પોકારનો અંત આણ્યો છે.


“તે સમયે જ્યાં ચાંદીના હજાર સિક્કાની કિંમતના હજાર દ્રાક્ષવેલા હતા તેવી દ્રાક્ષવાડીમાં કાંટા અને ઝાંખરા ઊગી નીકળશે.


“જેમ કોઈ ફસલ એકઠી કરે તેમ હું મારા લોકને એકઠા કરવા માંગતો હતો, પણ તેઓ તો દ્રાક્ષ વગરના દ્રાક્ષવેલા અને અંજીર વગરના અંજીરવૃક્ષ જેવા છે, અરે, પાંદડાં પણ ચીમળાઈ ગયાં છે, તેથી મેં તેમને જે કંઈ આપ્યું તે તેમની પાસેથી જતું રહેશે.”


તેના દ્રાક્ષવેલા અને અંજીરીઓ જેઓ વિષે તેણે કહ્યું કે એ તો મારા આશકો પાસેથી વેતન તરીકે મળેલાં છે તેમનો હું વિનાશ કરીશ. હું તેની દ્રાક્ષવાડીઓ અને તેના બાગ બગીચાઓને વેરાન કરી નાખીશ, અને વન્ય પ્રાણીઓ તેમને ભેલાડી મૂકશે.


તે જ પ્રમાણે ઇઝરાયલના લોકો લાંબા સમય સુધી રાજા, આગેવાનો, યજ્ઞો, પવિત્ર સ્તંભો, મૂર્તિઓ અને ભવિષ્યકથન માટે વપરાતી પ્રતિમા વગરના રહેશે.


દ્રાક્ષવેલા અને અંજીરીઓ ચિમળાઈ ગયાં છે; બધાં ફળાઉ વૃક્ષો સુકાઈને મરી ગયાં છે. લોકોનો આનંદ અલોપ થયો છે.


હે નશાબાજો, જાગો અને વિલાપ કરો; હે શરાબીઓ, પોક મૂકો. નવો દ્રાક્ષાસવ બનાવવા માટેની દ્રાક્ષોનો નાશ થયો છે.


તેમણે આપણા દ્રાક્ષવેલાઓનો નાશ કર્યો છે અને આપણી અંજીરીઓ કરડી ખાધી છે. ડાળીઓ સફેદ દેખાય ત્યાં સુધી તેમણે તેમની છાલ ઉખાડી ખાધી છે.


જો કે અંજીરીને ફૂલ ન બેસે, અને દ્રાક્ષવેલાઓ પર કંઈ દ્રાક્ષ ન પાકે; જો કે ઓલિવનો પાક નિષ્ફળ નીવડે, અને ખેતરોમાં કંઈ ધાન્ય પાકે નહિ; જો કે વાડામાંનાં બધાં ઘેટાં નાશ પામે, અને ઢોરની બધી કોઢો ખાલીખમ થઈ જાય,


તેમની સંપત્તિ લૂંટી લેવાશે, અને તેમનાં ઘર તોડી પડાશે. પોતે બાંધેલાં ઘરોમાં તેઓ ન તો રહી શકશે, ન તો પોતે રોપેલી દ્રાક્ષવાડીનો દ્રાક્ષાસવ પી શકશે.”


Lean sinn:

Sanasan


Sanasan