Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 31:9 - પવિત્ર બાઇબલ C.L.

9 તેમના ગઢ સમો તેમનો રાજા ભયનો માર્યો નાસી જશે. તેમના લશ્કરી અધિકારીઓમાં એવો આતંક ફેલાશે કે તેઓ યુદ્ધનો વજ પડતો મૂકીને ભાગી જશે.” સિયોનમાં જેમનો અગ્નિ છે અને યરુશાલેમ જેમની ભઠ્ઠી છે એવા પ્રભુ આ બોલ્યા છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 તેનો ખડક ભયને લીધે જતો રહેશે, ને તેના સરદારો ધ્વજાથી બીશે.” યહોવા, જેનો અગ્નિ સિયોનમાં, ને જેની ભઠ્ઠી યરુશાલેમમાં છે, તેમનું કહેવું એમ છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 તેઓ ત્રાસને કારણે પોતાનો બધો ભરોસો ખોઈ બેસશે અને તેના સરદારો યહોવાહની યુદ્ધની ધ્વજાથી બીશે.” યહોવાહ, જેમનો અગ્નિ સિયોનમાં અને જેમની ભઠ્ઠી યરુશાલેમમાં છે, તેમનું આ વચન છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 તેનો રાજા ભયને લીધે ભાગી જશે અને તેના સરદારો એવા તો બીશે કે ધ્વજને છોડીને નાસી જશે. આ યહોવાના વચન છે, જેની ભઠ્ઠીનો અગ્નિ યરૂશાલેમમાં ભડભડ બળે છે.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 31:9
20 Iomraidhean Croise  

એ માટે સર્વસમર્થ પ્રભુ તેના ખડતલ યોદ્ધાઓ નિર્બળ થઈ જાય તેવો રોગ મોકલશે. તે તેમના શરીરમાં ભભૂક્તી આગની જેમ બળ્યા કરશે.


ઇઝરાયલનો પ્રકાશ અગ્નિરૂપ થશે અને પવિત્ર ઈશ્વર તેમને માટે જ્વાળારૂપ બનશે.


તે દિવસે યિશાઈનું મૂળ પ્રજાઓ માટે સંકેતની વજા બની રહેશે. તેઓ તેની પાસે એકત્ર થશે અને તેના નિવાસસ્થાનનું ગૌરવ વધશે.


વેરાન પર્વતના શિખર પર લડાઈનો વજ લહેરાવો! સૈનિકો હાંક મારો અને તેમને હાથ હલાવી ઈશારો કરતાં જણાવો કે તેઓ ઉમરાવોના દરવાજાઓમાં ધૂસી જાય.


જો કે લોકો સાગરની જેમ ગર્જે તોપણ ઈશ્વર તેમને ધમકાવે એટલે તેઓ પર્વત પર પવનથી ઊડી જતા ફોતરાની જેમ અને વંટોળિયા આગળ ધૂળની ઘૂમરીની જેમ પાછા હટી જાય છે.


હે પૃથ્વીના પટ પર વસતા સૌ લોકો, સાંભળો! પર્વતની ટોચે સંકેતરૂપે વજા ફરકાવાય તેની રાહ જોજો! રણશિંગડું વાગે ત્યારે તે સાંભળજો!


તે દિવસે યહૂદિયાના પ્રદેશમાં લોકો નીચેનું ગીત ગાશે: “અમારું શહેર મજબૂત છે! ઈશ્વરે તેના કોટ અને કિલ્લા અમારું રક્ષણ કરવા બાંયા છે.


પ્રભુએ ઇઝરાયલને તેના દુશ્મનોના જેવો માર માર્યો નથી અને તેમના દુશ્મનો જેવો તેમનો સંહાર કર્યો નથી.


સર્વસમર્થ પ્રભુ તારી વહારે ધાશે. તે આવશે ત્યારે મેઘગર્જના, ધરતીકંપ, ભારે અવાજ, આંધી અને તોફાન થશે અને ભરખી જનાર અગ્નિની જ્વાળાઓ ભભૂકી ઊઠશે.


આશ્શૂરના રાજાને અગ્નિદાહ દેવા ઘણા સમયથી તોફેથ (દહનસ્થાન) તૈયાર છે. ત્યાં અગ્નિ બળ્યા કરે છે. તેની ચિતા ઊંડી અને પહોળી છે અને તેમાં પુષ્કળ લાકડાં સીંચેલાં છે. પ્રભુનો શ્વાસ સળગતા ગંધકના પ્રવાહની જેમ તેને પેટાવે છે.


તેથી આશ્શૂરનો રાજા સાન્હેરીબ નીનવે પાછો જતો રહ્યો.


ત્યારે પ્રભુ સિયોનવાસીઓની મલિનતા ધોઈ નાખશે અને ઝંઝાવાતી ન્યાયશાસન તથા ભડભડતા અગ્નિ દ્વારા તે યરુશાલેમને તેમાં વહેવડાવેલા રક્તથી શુદ્ધ કરશે.


પ્રભુ દૂરની પ્રજાને વજા ફરકાવીને બોલાવે છે, તે તેમને સીટી વગાડીને બોલાવે છે. જુઓ, તે સત્વરે અને ઝટપટ આવે છે!


પ્રભુ અગ્નિ સહિત આવશે. તેમના રથો વંટોળિયા જેવા છે. તે અતિ જુસ્સામાં પોતાનો રોષ ઠાલવશે અને અગ્નિની જ્વાળાઓથી તે ધમકી દેશે.


યજ્ઞવેદી પર અગ્નિ સતત સળગતો રાખવો અને તેને કદી હોલવાઈ જવા દેવો નહિ.


પ્રભુએ વચન આપ્યું છે કે તે પોતે શહેરની ફરતે અગ્નિકોટ બનીને તેનું રક્ષણ કરશે અને તે પોતાના પૂરા મહિમામાં ત્યાં રહેશે.”


સર્વસમર્થ પ્રભુ કહે છે, “એવો દિવસ આવે છે જ્યારે સર્વ ગર્વિષ્ઠ અને દુષ્ટ લોકો ખૂંપરાની જેમ બળી જશે. તે દિવસે તેઓ બળીને ખાખ થઈ જશે અને તેમનું નામનિશાન રહેશે નહિ.


તેમના શત્રુઓ જાણે છે કે તેમના દેવો કંઈ ઇઝરાયલના ઈશ્વર જેવા સમર્થ નથી.


ત્યારે પ્રભુ તેમને પૂછશે, ‘તમે જે દેવો પર ભરોસો રાખતા હતા તેઓ ક્યાં છે?


Lean sinn:

Sanasan


Sanasan