Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 31:5 - પવિત્ર બાઇબલ C.L.

5 જેમ પક્ષી પાંખો પ્રસારી બચ્ચાનું રક્ષણ કરે છે તેમ હું સર્વસમર્થ પ્રભુ યરુશાલેમ પર આચ્છાદન કરીને તેનો બચાવ કરીશ અને તેની વહારે આવીને તેનું રક્ષણ કરીશ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 ઊડનારાં પક્ષીની જેમ સૈન્યોના ઈશ્વર યહોવા યરુશાલેમ પર આચ્છાદન કરશે; તે આચ્છાદન કરીને તેને છોડાવશે, તેને છોડાવીને તે તેનું રક્ષણ કરશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 ઊડનારા પક્ષીની જેમ સૈન્યોના યહોવાહ યરુશાલેમનું રક્ષણ કરશે; તે આચ્છાદન કરીને તેને છોડાવશે, તેને છોડાવીને તે તેનું રક્ષણ કરશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 જે રીતે પક્ષી પોતાના બચ્ચાનું રક્ષણ કરવા માળા પર પાંખો પ્રસારે તેમ હું સૈન્યોનો દેવ યહોવા યરૂશાલેમનું રક્ષણ કરીશ અને તેનો મોક્ષ કરીશ.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 31:5
18 Iomraidhean Croise  

ત્યારે પૃથ્વી આકારરહિત અને ખાલી હતી. જલનિધિ પર અંધકાર હતો. પાણીની સપાટી પર ઈશ્વરનો આત્મા ધુમરાઈ રહ્યો હતો.


મારે પોતાને લીધે અને મારા સેવક દાવિદને મેં આપેલા વચનને લીધે હું આ શહેરનો બચાવ કરીશ.”


એ રીતે પ્રભુએ આશ્શૂરના સમ્રાટ સાનહેરિબથી અને તેમના અન્ય શત્રુઓથી પણ હિઝકિયા રાજા અને યરુશાલેમના લોકોને બચાવ્યા. તેમણે લોકોને તેમના પડોશી દેશો તરફથી શાંતિ આપી.


પ્રભુ તેમની સહાય કરે છે અને તેમને ઉગારે છે, તે દુષ્ટોથી તેમને ઉગારીને તેમનાથી તેમને મુક્ત કરે છે; કારણ, તેઓ પ્રભુનો આશ્રય લે છે.


ઈશ્વર તે નગરમાં છે, તેથી તેને કદી ઉથલાવી શકાશે નહિ; સત્વરે ઈશ્વર તેને સહાય કરશે.


રાષ્ટ્રો ભયભીત થાય છે, રાજ્યો ડગમગી જાય છે; ઈશ્વર ગર્જના કરે છે અને પૃથ્વી પીગળી જાય છે.


પક્ષી પોતાનાં બચ્ચાંને પીંછાથી ઢાંકે તેમ તે તેને ઢાંકશે અને તેમની પાંખો નીચે તને આશ્રય મળશે. તેમનું વિશ્વાસુપણું ઢાલ અને બખ્તર સમાન રક્ષણ આપશે.


ત્યારે તમારે તેમને આવો જવાબ આપવો: આ તો પ્રભુના સન્માનાર્થે પાસ્ખાનું બલિદાન છે; કારણ, તેમણે ઇજિપ્તીઓનો સંહાર કર્યો ત્યારે તેમણે આપણાં ઘરો પાસેથી પસાર થઈને આપણને બચાવી લીધા.” ત્યારે લોકોએ માથાં નમાવીને આરાધના કરી.


‘મેં પ્રભુએ ઇજિપ્તીઓની જે દશા કરી તે તમે તમારી નજરે જોઈ છે. વળી, જેમ ગરુડ પોતાનાં બચ્ચાંને પાંખો પર ઉપાડી લે છે તેમ હું તમને ઉપાડીને મારી પાસે લાવ્યો છું.


દુનિયાનાં રાજ્યો તો પંખીના માળા જેવાં છે અને તેમાંથી હું જાણે છોડી દીધેલાં ઈંડા એકઠાં કરતો હોઉં તેમ સહેલાઈથી તેમને જીતીને લૂંટી લીધાં છે. કોઈએ પાંખ પણ ફફડાવી નથી કે ચાંચ ઉઘાડીને ‘ચીંચી’ પણ કર્યું નથી.”


તે દિવસે યહૂદિયાના પ્રદેશમાં લોકો નીચેનું ગીત ગાશે: “અમારું શહેર મજબૂત છે! ઈશ્વરે તેના કોટ અને કિલ્લા અમારું રક્ષણ કરવા બાંયા છે.


“હું પ્રભુ એની રક્ષા કરું છું અને તેને સતત સીંચું છું. કોઈ તેમાં ઉપદ્રવ ન કરે તે માટે હું તેની રાતદિવસ ચોકી કરું છું.


ઉચાટ દિલવાળાને કહો, ‘દઢ થાઓ અને બીશો નહિ! જુઓ, તમારા ઈશ્વર આવે છે.’ તે તમારા દુશ્મનો પર વૈર વાળશે અને બદલો લેશે. તે પોતે તમારો બચાવ કરશે.


મારા પોતાના માનને લીધે અને મારા સેવક દાવિદને આપેલા વચનને લીધે હું આ નગરની રક્ષા કરીને તેનો બચાવ કરીશ.”


હું તારું અને યરુશાલેમ શહેરનું આશ્શૂરના રાજાથી રક્ષણ કરીશ અને હું આ શહેરનો પૂરેપૂરો બચાવ કરીશ.”


પ્રભુ પોતાના સર્વ લોકો ઉપર પ્રગટ થશે. તે વીજળીની માફક બાણ મારશે. પ્રભુ પરમેશ્વર રણશિંગડું વગાડશે. દક્ષિણના તોફાનમાં તે કૂચ કરશે.


હું મારા દેશનું રક્ષણ કરીશ અને તેમાં થઈને બહારનાં સૈન્યોને પસાર થવા દઈશ નહિ. હું જુલમીઓને મારા લોક પર ત્રાસ વરસાવા દઈશ નહિ. મારા લોક પર વીતેલાં દુ:ખ મેં જોયાં છે.”


જેમ ગરૂડ માળાને હચમચાવી નાખે છે અને પછી પડતાં બચ્ચાંની ઉપર ઊડયા કરે છે અને છેવટે પોતાની પાંખો પ્રસારીને તેમને ઝીલી લે છે, તેમ પ્રભુએ તેમને ઊંચકી લીધા.


Lean sinn:

Sanasan


Sanasan