Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 31:1 - પવિત્ર બાઇબલ C.L.

1 ઇજિપ્તની મદદ માટે દોડી જનારાઓની કેવી દુર્દશા થવાની! તેઓ ઇજિપ્તના ઘોડાઓ પર આધાર રાખે છે અને તેમના પુષ્કળ રથો અને સમર્થ ઘોડેસ્વારો પર ભરોસો રાખે છે. પણ તેઓ ઇઝરાયલના પવિત્ર ઈશ્વર પ્રભુ તરફ મીટ માંડતા નથી, કે તેમની મદદ માગતા નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 અફસોસ છે તેઓને કે જેઓ સહાયને માટે મિસર ચાલ્યા જાય છે, ને ઘોડાઓ પર આધાર રાખે છે! અરે રથો પુષ્કળ હોવાથી તેમના પર ભરોસો રાખે છે, ને સવારો ઘણા સમર્થ હોવાથી તેમના પર આધાર રાખે છે! પણ ઇઝરાયલના પવિત્ર [ઈશ્વર] ની તરફ તેઓ દષ્ટિ કરતા નથી, ને યહોવાને શોધતા નથી!

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 જેઓ સહાયને માટે મિસર ચાલ્યા જાય છે અને ઘોડાઓ પર આધાર રાખે છે, તેઓને અફસોસ છે; અને તેઓ રથો પુષ્કળ હોવાથી તેઓના પર ભરોસો રાખે છે અને સવારો ઘણા સમર્થ હોવાથી તેમના પર આધાર રાખે છે. પણ તેઓ ઇઝરાયલના પવિત્રની તરફ દૃષ્ટિ કરતા નથી, કે યહોવાહને શોધતા નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 તેઓ સહાયને માટે મિસર ચાલ્યા જાય છે, ને ઘોડાઓ પર આધાર રાખે છે; અને રથો પુષ્કળ હોવાથી તેમના પર ભરોસો રાખે છે, ને સવારો ઘણા સમર્થ હોવાથી તેમના પર આધાર રાખે છે; પણ તેઓ યહોવા પર, ઇસ્રાએલના પરમપવિત્ર દેવ તરફ તેઓ ષ્ટિ કરતા નથી, કે તેની મદદ માંગતા નથી,

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 31:1
39 Iomraidhean Croise  

અને યોસેફે ઘોડા, ઘેટાં, બકરાં, ઢોર અને ગધેડાંના બદલામાં તેમને અનાજ આપ્યું. આમ, તે વર્ષે તેણે તેમનાં બધાં ઢોરના બદલામાં અનાજ પૂરું પાડયું.


એ સમયે સંદેશવાહક હનાનીએ આસા રાજા પાસે જઈને તેને કહ્યું, “તમારા ઈશ્વર પ્રભુ પર આધાર રાખવાને બદલે તમે અરામના રાજા પર આધાર રાખ્યો છે.


પ્રભુની દૃષ્ટિ સમસ્ત દુનિયાનું નિરીક્ષણ કરે છે, કે જેથી જેમનાં હૃદય તેમના પ્રત્યે પૂરાં નિષ્ઠાવાન છે તેમને તે સમર્થ બનાવી સહાય કરે છે. તમે મૂર્ખાઈ કરી છે અને તેથી હવેથી તમારે હમેશાં લડાઈ રહેશે.”


તેની પ્રચંડ શક્તિ પર શું તું આધાર રાખી શકે? અને તારું ભારે કામ શું તેની પાસે કરાવી શકીશ?


કોઈ રથોનો અને કોઈ ઘોડાઓનો અહંકાર રાખે છે, પરંતુ આપણે તો આપણા ઈશ્વર યાહવેના નામનું સહાય માટે સ્મરણ કરીશું.


ઇઝરાયલનો પ્રકાશ અગ્નિરૂપ થશે અને પવિત્ર ઈશ્વર તેમને માટે જ્વાળારૂપ બનશે.


તેમનો દેશ સોનાચાંદીથી ભરપૂર છે અને તેમના ખજાનાનો કોઈ પાર નથી. તેમનો દેશ ઘોડાઓથી ભરપૂર છે અને તેમના રથોનો કોઈ પાર નથી.


કૂશ પર આધાર રાખનારાઓ અને ઇજિપ્ત વિષે બડાઈ મારનારાઓ ગભરાઈ જશે અને તેમની આશા નાશ પામશે.


વળી, પ્રાચીન કુંડનું પાણી વાળી લાવી તેનો સંગ્રહ કરવા માટે શહેરની અંદર જળકુંડ બનાવ્યો. પણ આ બધાના સરજનહાર તરફ તમે મીટ માંડી નહિ. તેમજ અગાઉથી તેની રચના કરનાર ઈશ્વર તરફ લક્ષ આપ્યું નહિ.


એને બદલે તમે કહ્યું, “ના, ના, અમે તો ઘોડા પર બેસી ભાગી જઈશું.” તેથી તમારે ભાગી જવાનું જ થશે. વળી, તમે કહ્યું, “અમે જલદ ઘોડા પર સવારી કરી નાસી જઈશું.” તેથી તમારો પીછો કરનારાઓની ઝડપ તેથી ય વિશેષ હશે.


તું તો ઇજિપ્ત પર આધાર રાખે છે. પણ તે તો માણસની હથેલીમાં આરપાર ધૂસી જાય તેવી ભાંગેલી બરુની લાકડી જેવું છે. કોઈ તેના પર ટેકે તો તેને જખમ થયા વિના રહે નહિ. ઇજિપ્તનો રાજા ફેરો તેના પર આધાર રાખનાર સૌને માટે એવો જ છે.


જો તારાથી એટલું ય ન થાય તો ઇજિપ્તના રથો અને ઘોડેસવારોના આધારે તું મારા માલિકના સૌથી નીચલી પાયરીના અધિકારીને પણ કેવી રીતે હરાવી શકીશ?


હું પ્રભુ તમારો ઈશ્વર છું; હું ઇઝરાયલનો સર્જનહાર છું.”


તમારી મિજબાનીઓમાં સિતાર, વીણા, ખંજરી, વાંસળી અને દ્રાક્ષાસવ હોય છે. પણ તમને પ્રભુનાં કાર્યો માટે માન નથી અને તેમનાં હાથનાં કામો માટે આદર નથી.


તું ઓલિવતેલ અને જાતજાતનાં અત્તરો લઈને મોલેખ પાસે પહોંચી ગઈ. ઉપાસના કરવા માટેના દેવોની શોધમાં તેં તારા રાજદૂતોને દૂર દૂર અરે, છેક મૃત્યુલોક શેઓલ સુધી મોકલ્યા.


છતાં કોઈ તમારે નામે વિનંતી કરતો નથી કે તમને ગ્રહણ કરવા જાગ્રત થતો નથી. તમે અમારાથી તમારું મુખ સંતાડયું છે અને અમને અમારા પાપાચારની પકડમાં છોડી દીધા છે.


પૂર્વ તરફથી અરામે અને પશ્ર્વિમ તરફથી પલિસ્તીઓએ ઇઝરાયલને ગળી જવા પોતાનું મોં ઉઘાડયું છે. આ બધું હોવા છતાં પ્રભુનો રોષ શમી ગયો નથી અને તેમનો હાથ હજી સજા કરવાને ઉગામેલો છે.


સર્વસમર્થ પ્રભુએ શિક્ષા કરી હોવા છતાં ઇઝરાયલીઓ પોતાના પાપથી વિમુખ થઈને પ્રભુ પાસે પાછા આવ્યા નથી.


પ્રભુ કહે છે, “પ્રભુથી વિમુખ થઈને મર્ત્ય માણસ પર ભરોસો રાખનાર અને મનુષ્યના બળ પર જ આધાર રાખનાર શાપિત થશે.


કારણ, મારા લોકે બે મહાપાપ કર્યાં છે: તેમણે મને, જીવનદાયક ઝરાને તજી દીધો છે અને પોતાને માટે જેમાં પાણી ટકે નહિ એવા કાણાં ટાંકાં ખોદ્યા છે.


પણ અમે તો ઇજિપ્ત ચાલ્યા જઈશું; ત્યાં અમારે યુદ્ધનો સામનો કરવો પડશે નહિ કે યુદ્ધની ચેતવણીના રણશિંગડાનો અવાજ પણ સાંભળવો પડશે નહિ, આહારને અભાવે ભૂખમરોય વેઠવો પડશે નહિ, અમે તો ત્યાં જ વસીશું.”


પણ યહૂદિયાના રાજાએ તેની વિરુદ્ધ બંડ કર્યું અને ઘોડા તથા મોટું સૈન્ય મેળવવા ઇજિપ્તમાં રાજદૂત મોકલ્યા. શું તે સફળ થશે? આવાં કામો કરીને તે બચવા પામશે? સંધિકરારનો ભંગ કરીને તે છટકી જશે?


ઇઝરાયલીઓ ફરી કદી સહાય માટે તેમના પર આધાર રાખશે નહિ. ઇજિપ્તના હાલહવાલ જોઈને પોતે તેમના પર આધાર રાખીને કેવી ભૂલ કરી હતી તેનું તેમને હંમેશા સ્મરણ થશે અને ત્યારે ઇઝરાયલ જાણશે કે હું પ્રભુ પરમેશ્વર છું.”


મોશેના નિયમશાસ્ત્રમાં લખ્યા મુજબની જ શિક્ષા અમને થઈ છે. તેમ છતાં હે પ્રભુ, અમારા ઈશ્વર, અમે હજુ સુધી અમારાં પાપથી વિમુખ થઈને અને તમારા સત્યને અનુસરીને તમને પ્રસન્‍ન કર્યા નથી.


પણ તેમણે મારી તરફ પાછા ફરવાનો ઇનકાર કર્યો છે એટલે તેમણે ઇજિપ્તમાં પાછા જવું પડશે અને આશ્શૂર તેમના પર રાજ કરશે.


હું મારા કોપમાં તમને સજા કરીશ નહિ, હું એફ્રાઈમનો બીજીવાર નાશ કરીશ નહિ; કારણ, હું ઈશ્વર છું, માણસ નહિ. હું, પવિત્ર ઈશ્વર તમારી સાથે છું; તમારી પાસે હું કોપાયમાન થઈને આવીશ નહિ.


આશ્શૂર દેશ અમને બચાવી શકે નહિ અને યુદ્ધના ઘોડાઓ અમને રક્ષણ આપી શકે નહિ. હવે અમે મૂર્તિઓને નહિ કહીએ કે તમે અમારા ઈશ્વર છો. અમે કબૂલ કરીએ છીએ: હે પ્રભુ, અનાથો પર તમે દયા દર્શાવો છો.”


તેમના ભભૂકી ઊઠેલા ક્રોધમાં તેઓ તેમના શાસકોને મારી નાખે છે. એમ તેમણે તેમના રાજાઓને એક પછી એક મારી નાખ્યા છે; પણ મદદ માટે કોઈ મને પ્રાર્થના કરતા નથી.”


હે પ્રભુ, તમે પ્રારંભથી જ ઈશ્વર છો. તમે અમારા પવિત્ર અને સનાતન ઈશ્વર છો. હે પ્રભુ, મારા ઈશ્વર અને રક્ષક, અમને શિક્ષા કરવા માટે જ તમે બેબિલોનવાસીઓને પસંદ કરીને તેમને બળવાન બનાવ્યા છે.


ઈશ્વર તેમાનથી આવે છે; પવિત્ર ઈશ્વર પારાનના ડુંગરો પરથી આવે છે. (સેલાહ) તેમના પ્રકાશથી આકાશ છવાઈ જાય છે અને પૃથ્વી તેમની સ્તુતિથી ભરપૂર થઈ છે.


યહૂદિયાના લોકો શેરીમાંના ક્દવમાં શત્રુઓને ખૂંદનાર સૈનિક જેવા વિજયવંત થશે. તેઓ લડશે, કેમ કે પ્રભુ તેમની સાથે છે અને તેઓ શત્રુઓના ઘોડેસવારોને પણ હરાવશે.


પણ રાજા પોતાના લશ્કર માટે મોટી સંખ્યામાં ઘોડા એકઠા ન કરે અને ઘોડાઓની સંખ્યા વધારવા માટે લોકોને ઇજિપ્ત દેશમાં પાછા ન મોકલે; કારણ કે, પ્રભુએ તમને કહ્યું છે કે, ‘તમારે કદીયે એ માર્ગે પાછા જવું નહિ.’


“જ્યારે તમે તમારા શત્રુઓ સામે લડવા જાઓ અને તમે ઘોડાઓને, રથોને અને તમારા લશ્કર કરતાં વિશાળ લશ્કરને જુઓ, ત્યારે તેમનાથી ડરી જશો નહિ; કારણ, તમને ઇજિપ્ત દેશમાંથી મુક્ત કરનાર તમારા ઇશ્વર પ્રભુ તમારી સાથે છે.


Lean sinn:

Sanasan


Sanasan