Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 30:8 - પવિત્ર બાઇબલ C.L.

8 પ્રભુએ મને કહ્યું, “હવે તું જઈને લોકો કેવા દુષ્ટ છે તે તેમની રૂબરૂમાં આ બધું એક પાટી પર લખ અને પુસ્તકમાં નોંધી લે; જેથી તે ભવિષ્યમાં કાયમી સાક્ષી તરીકે કામ લાગે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 પ્રભુએ મને કહ્યું, “હવે ચાલ, તેઓની રૂબરૂ પત્ર પર તે લખ, ને પુસ્તકમાં નોંધી રાખ, જેથી તે ભવિષ્યમાં સદાને માટે સાક્ષી તરીકે રહે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 પ્રભુએ મને કહ્યું, હવે ચાલ, તેઓની રુબરુ એક પાટી પર લખ અને તેને ટીપણાંમા કોતરી નાખ, જેથી તે ભવિષ્યમાં સદાને માટે સાક્ષી તરીકે રહે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 યહોવાએ મને કહ્યું, હવે ચાલુ તું જઇને લોકોના દેખતાં એક તકતી પર લખી નાખ, અને તેને ટીપણાંમા કોતરી નાખ, જેથી ભવિષ્યમાં સદાને માટે એ સાક્ષી તરીકે કામ આવે,

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 30:8
22 Iomraidhean Croise  

આખરી દિવસોમાં પ્રભુના મંદિરનો પર્વત બધા પર્વતોમાં મુખ્ય બની રહેશે, અને તેને બધા ડુંગરો કરતાં ઊંચો કરવામાં આવશે. બધી પ્રજાઓ ત્યાં પ્રવાહની જેમ ચાલી આવશે.


પ્રભુના પુસ્તકમાં શોધ કરીને વાંચો: ત્યાં આ પ્રાણીઓમાંથી એકેય ખૂટતું નહિ હોય અને એમાંનું એકેય પોતાના સાથી વગરનું નહિ હોય. કારણ, પ્રભુએ એવી આજ્ઞા કરી છે. તે પોતાના સામર્થ્યથી તેમને એકઠાં કરશે.


પ્રભુએ મને કહ્યું, “એક મોટી લેખનપાટી લઈને તે પર મોટા અક્ષરે ‘માહેર-શાલાલ-હાશ-બાઝ’ (ત્વરિત લૂંટાલૂંટ, ઝડપી લૂંટાલૂંટ) લખ.


પ્રભુના મનસૂબા પાર ન પડે ત્યાં સુધી પ્રભુનો કોપ શાંત પડશે નહિ. આવનાર દિવસોમાં તમને આ વાત બરાબર સમજાશે:


“ઇઝરાયલના ઈશ્વર પ્રભુ આ પ્રમાણે કહે છે, મેં તને જે જે સંદેશાઓ આપ્યા છે તે બધા તું એક પુસ્તકમાં લખી લે.


તેમણે કહ્યું “એક ચર્મપત્રનો વીંટો લે અને તેમાં ઇઝરાયલ, યહૂદિયા અને બીજી બધી પ્રજાઓ વિષે યોશિયાના સમયથી અત્યાર સુધી મેં તને જે જે કહ્યું તે બધું તેમાં લખ.


તેથી યર્મિયાએ નેરિયાના પુત્ર બારૂખને બોલાવ્યો અને બારૂખે યર્મિયાને પ્રભુ તરફથી મળેલા સર્વ સંદેશાઓ યર્મિયાના લખાવ્યા પ્રમાણે તે વીંટામાં લખી લીધા.


પરંતુ અંત સમયે હું મોઆબને ફરીથી આબાદ બનાવીશ હું પ્રભુ આ બોલું છું.”


યર્મિયાએ બેબિલોન પર આવી પડનાર વિનાશ વિષેના સંદેશા તથા બેબિલોન વિષેની અન્ય બધી વાતો એક પુસ્તકમાં લખી નાખી.


આખા દેશને ઢાંકી દેનાર વાદળની જેમ તું મારા ઇઝરાયલી લોક પર ચઢી આવશે. હે ગોગ, હું તને પાછલા દિવસોમાં મારા દેશ પર આક્રમણ કરવાને લઈ આવીશ, જેથી તારી મારફતે હું સર્વ પ્રજાઓ સમક્ષ મારી પવિત્રતાનું સમર્થન કરું અને તે દ્વારા તેઓ મને ઓળખે.”


એવો સમય આવશે જ્યારે ઇઝરાયલના લોકો તેમના ઈશ્વર પ્રભુ અને તેમના રાજા દાવિદ તરફ પાછા વળશે. પછી તેઓ ઈશ્વરની બીક રાખશે અને તેમની પાસેથી ઉદાર દાનો મેળવશે.


પ્રભુએ મને આ પ્રમાણે જવાબ આપ્યો, “હું તને જે પ્રગટ કરું તે પાટીઓ પર એવું સ્પષ્ટ લખ કે દોડનાર પણ સહેલાઈથી વાંચી શકે.


બલામે બાલાકને કહ્યું, “હું તો ઘેર મારા લોક મધ્યે પાછો જઉં છું. પણ જતાં પહેલાં આ ઇઝરાયલીઓ ભવિષ્યમાં તારા મોઆબી લોકના કેવા હાલ કરશે તે જાણી લે.”


“તેથી તું તમારે માટે આ ગીત લખી લે; તું ઇઝરાયલીઓને એ ગીત શીખવ, અને તેમને મુખપાઠ કરાવ; જેથી તે તેમની વિરુધ મારે માટે સાક્ષીરૂપ થાય.


આથી તે જ દિવસે મોશેએ તે ગીત લખી કાઢયું અને ઇઝરાયલના લોકોને શીખવ્યું.


કારણ, મને ખબર છે કે મારા મૃત્યુ પછી તમે તદ્દન ભ્રષ્ટ થઈ જશો અને જે માર્ગે ચાલવાનું મેં તમને ફરમાવ્યું છે તેમાંથી ગેરમાર્ગે ચડી જશો, અને ભવિષ્યમાં તમારા પર આપત્તિ આવી પડશે. કારણ, પ્રભુની દૃષ્ટિમાં જે અધમ છે તેવાં તમારાં દુરાચરણથી તમે તેમને કોપાયમાન કરશો.”


જ્યારે તમે સંકટમાં આવી પડો અને આ બધી વિપત્તિઓ તમારા પર આવી પડશે, ત્યારે આખરે તમે તમારા ઈશ્વર પ્રભુ તરફ પાછા ફરીને તેમને આધીન થશો.


પવિત્ર આત્મા સ્પષ્ટ રીતે જણાવે છે કે પાછલા સમયમાં કેટલાક માણસો વિશ્વાસમાં ડગી જશે. તેઓ જૂઠા આત્માઓ અને દુષ્ટાત્માઓના શિક્ષણને અનુસરશે.


સૌ પ્રથમ તો તમારે જાણવું જોઈએ કે અંતના દિવસોમાં પોતાની દુર્વાસના પ્રમાણે ચાલનારા કેટલાક લોકો ઊભા થશે. તેઓ તમારી મજાક ઉડાવશે અને કહેશે,


તેમણે કહ્યું હતું, “અંતિમ દિવસોમાં તમારી મશ્કરી ઉડાવનારા માણસો ઊભા થશે, અને તેઓ પોતાની અપવિત્ર વાસનાઓ પ્રમાણે ચાલશે.”


Lean sinn:

Sanasan


Sanasan