Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 30:7 - પવિત્ર બાઇબલ C.L.

7 ઇજિપ્તની મદદ નકામી છે. એ માટે તો મેં ઇજિપ્તનું નામ ‘નિષ્ક્રિય રાહાબ’ પાડયું છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 પણ મિસર [ની સહાય] વૃથા છે, તેની સહાય નકામી છે; તે માટે મેં તેનું નામ ‘બેસી રહેનારી રાહાબ’ પાડયું છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 પણ મિસરની સહાય વ્યર્થ છે; તે માટે મેં તેનું નામ બેસી રહેનારી રાહાબ પાડ્યું છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 પણ તે પ્રજાથી એમને કશો લાભ થાય એમ નથી. કારણ, મિસરની સહાય મિથ્યા છે, તેની કશી વિસાત નથી; અને માટે જ મેં મિસરનું નામ “દૈવત વગરનો દૈત્ય” પાડ્યું છે.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 30:7
20 Iomraidhean Croise  

કોઈ આવા ઈશ્વરનો કોપ પાછો વાળી શકે નહિ. અરે, જળરાક્ષસ રાહાબના સાથીદારો પણ તેમનાં ચરણો નીચે કચડાયેલા છે.


“મને જાણનારાઓમાં હું ઇજિપ્ત અને બેબિલોનની નોંધ લઈશ; પલિસ્તી દેશ, તૂર અને કૂશનો પણ તેમાં સમાવેશ કરીશ; તેઓ કહેશે, ‘આનો જન્મ ત્યાં થયો હતો.”


તમે જ જલરાક્ષસ રાહાબને છૂંદીને મારી નાખ્યો, અને તમારા બાહુબળથી તમારા શત્રુઓને પરાજિત કર્યા.


મોશેએ જવાબ આપ્યો, “ગભરાશો નહિ. મક્કમ રહો, અને તમારો બચાવ કરવા પ્રભુ આજે શું કરશે તે તમે જોશો.


વિશ્વાસઘાતી માણસમાં સંકટ સમયે મૂકેલો વિશ્વાસ, એ તો સડેલા દાંત કે તૂટેલા પગ પર ભરોસો મૂકવા સમાન છે.


ઈશ્વર તમને સજા ફરમાવશે ત્યારે તમે શું કરશો? તે તમારા પર દૂર દેશથી આફત લાવશે ત્યારે તમે શું કરશો? તમે મદદ માટે કોની પાસે દોડી જશો? તમારી ધનદોલત ક્યાં મૂકી જશો?


હવે મર્ત્ય માનવીનો ભરોસો ન કરશો. એની શી વિસાત છે?


એ સમયે પલિસ્તીઓના કાંઠા પ્રદેશના રહેવાસીઓ કહેશે, “આશ્શૂરના રાજાની તાબેદારીમાંથી મુક્ત થવા આપણે જેમના પર આધાર રાખ્યો હતો તેમની કેવી દુર્દશા થઈ છે! તો પછી આપણે કેવી રીતે બચીશું?”


ઈશ્વર તો તમને કહે છે કે, “આ વિશ્રામસ્થાન છે. હે થાકેલાઓ, તેમાં આવીને આરામ કરો.” પણ તમે તેમનું ય સાંભળવા ઈન્કાર કરો છો.


ઇઝરાયલના પવિત્ર ઈશ્વર, સર્વસમર્થ પ્રભુ લોકોને કહે છે, “પાછા ફરો અને સ્વસ્થ રહો તો તમે સલામત રહેશો. શાંત રહો અને વિશ્વાસ રાખો તો તમને સામર્થ્ય પ્રાપ્ત થશે.” પણ તમે તેમ કરવા ઈન્કાર કર્યો છે.


પણ મદદમાં ન આવે એવા લોકને લીધે તેઓ સૌએ શરમાવું પડશે. એ લોકો તરફથી કંઈ લાભ કે મદદ તો નહિ, પણ માત્ર શરમિંદગી અને અપમાન જ મળશે.”


જો તારાથી એટલું ય ન થાય તો ઇજિપ્તના રથો અને ઘોડેસવારોના આધારે તું મારા માલિકના સૌથી નીચલી પાયરીના અધિકારીને પણ કેવી રીતે હરાવી શકીશ?


હે પ્રભુના ભુજ જાગ! પ્રાચીન સમયમાં તેં પૂર્વજોની પેઢીઓ દરમ્યાન કરેલ તેમ વસ્ત્રની જેમ સામર્થ્ય ધારણ કર. શું તેં જ રાહાબના ટુકડેટુકડા કરી નાખ્યા નહોતા? તેં જ એ રાક્ષસી અજગરને વીંધી નાખ્યો નહોતો?


તારે તેને આમ કહેવું, ‘સાવધ રહે, શાંત થા અને બીશ નહિ. અરામનો રાજા રસીન અને રમાલ્યાનો પુત્ર પેકા તો બે ધૂમાતા ઠૂંઠા જેવા છે. તેમના ધૂંધવાતા ક્રોધથી મનમાં હતાશ થઈ જઈશ નહિ.


તેથી તે આપણો ઉદ્ધાર કરે તે માટે ધીરજથી તેમની રાહ જોવી એ આપણે માટે ઉત્તમ છે.


“જ્યારે એફ્રાઈમને પોતાની બીમારીની ખબર પડી અને યહૂદિયાએ પોતાના જખમ જોયા, ત્યારે એફ્રાઈમ મદદ માટે આશ્શૂરના સમ્રાટ પાસે ગયો; પણ તે તેમને સાજા કરી શકયો નહિ કે ન તો તેમના જખમ રૂઝવી શકયો.


Lean sinn:

Sanasan


Sanasan