Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 30:4 - પવિત્ર બાઇબલ C.L.

4 યહૂદિયાના અમલદારો ઇજિપ્તના શહેર સોઆનમાં અને તેમના રાજદૂતો હાનેસ શહેરમાં પહોંચી ગયા છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 જો કે તેના સરદારો સોઆનમાં છે, અને તેના એલચીઓ હાનેસ પહોંચ્યા છે;

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 જો કે તેના સરદારો સોઆનમાં છે અને તેના સંદેશવાહકો હાનેસ પહોંચ્યા છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 જો કે તેના અમલદારો સોઆનથી લઇને હાનેસ સુધી મુસાફરી કરે છે.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 30:4
12 Iomraidhean Croise  

પણ એક વર્ષે હોશિયાએ ઇજિપ્તના રાજા સો પાસે સંદેશકો મોકલી તેની મદદ માગી અને આશ્શૂરને ખંડણી આપવાનું બંધ કર્યું. આશ્શૂરના રાજા શાલ્મનેશેરને એની ખબર પડતાં, તેણે હોશિયાને પકડીને પૂરી દીધો.


ઇજિપ્ત દેશના સોઆનનાં મેદાનોમાં, તેમના પૂર્વજોની આંખો સામે ઈશ્વરે અદ્‍ભુત ચમત્કારો કર્યા હતા.


સોઆન નગરના અધિકારીઓ મૂર્ખ છે! ઇજિપ્તના ફેરોના જ્ઞાની સલાહકારોની સલાહ મૂર્ખતાભરેલી છે. પોતે જ્ઞાનીઓ અને પ્રાચીનકાળના રાજાઓના વંશજો છે એવું ફેરો આગળ કહેવાની હિમ્મત તેઓ કેમ કરે છે?


તું ઓલિવતેલ અને જાતજાતનાં અત્તરો લઈને મોલેખ પાસે પહોંચી ગઈ. ઉપાસના કરવા માટેના દેવોની શોધમાં તેં તારા રાજદૂતોને દૂર દૂર અરે, છેક મૃત્યુલોક શેઓલ સુધી મોકલ્યા.


તેઓ પ્રભુની આજ્ઞા અવગણીને ઇજિપ્તમાં ગયાં અને ત્યાં તેઓ તાહપાન્હેસ આવી પહોંચ્યાં.


યર્મિયાએ કહ્યું, “‘હે અદોમના લોકો, મને પ્રભુ તરફથી એક સંદેશ મળ્યો છે. બધા દેશમાં રાજદૂત મોકલીને તમારા પર આક્રમણ કરવા લશ્કરને સાબદું રાખવાનું ફરમાવ્યું છે.


હું પાથ્રોસને ઉજ્જડ કરીશ, અને ઉત્તરના સોઆન નગરને આગ લગાડીશ. નો નગરનો ન્યાય કરીને તેને શિક્ષા કરીશ.


હું જ્યારે ઇજિપ્તની સતાનું ખંડન કરીશ અને જે બળ પર તેઓ અભિમાન કરતા હતા તેનો અંત આણીશ ત્યારે તાહપન્હેસમાં અંધકાર છવાઈ જશે. વાદળ સમગ્ર ઇજિપ્તને ઢાંકી દેશે અને તેમા નગરના લોકો દેશનિકાલ થશે.


તેઓ મને તરછોડીને નિર્માલ્ય દેવતાઓ પાછળ ભમ્યા કરે છે. તેઓ નિશાન ચૂકવી દે એવા વાંકા ધનુષ્ય જેવા છે. તેમના આગેવાનો તેમની ઘમંડી વાતોને લીધે ક્રૂર મોતે મરશે અને ઇજિપ્તવાસીઓ તેમની મશ્કરી ઉડાવશે.”


ઓબાદ્યાનું સંદર્શન જે પ્રભુ પરમેશ્વરે તેને અદોમ વિષે પ્રગટ કર્યું તે. પ્રભુ તરફથી અમને સંદેશ મળ્યો છે; તેમણે સર્વ વિદેશીઓ પાસે મોકલેલો રાજદૂત આમ કહે છે: “ઊઠો, આપણે અદોમ સામે યુદ્ધ કરવા જઈએ.”


તેઓ નેગેબમાં થઈને હેબ્રોન પહોંચ્યા. ત્યાં રાક્ષસી જાતિ અનાકના વંશજો અહિમાન, શેશાય તથા તાલ્માયનાં કુટુંબો રહેતાં હતાં. (ઇજિપ્તમાં સોઆન બંધાયું તેનાં સાત વર્ષ પહેલાં હેબ્રોન બંધાયું હતું.)


Lean sinn:

Sanasan


Sanasan