Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 30:31 - પવિત્ર બાઇબલ C.L.

31 પ્રભુનો અવાજ સાંભળતાં આશ્શૂર થરથરી જશે અને પ્રભુના રાજદંડથી તેમના પર પ્રહાર થશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

31 કેમ કે યહોવાની વાણીથી આશૂર ભયભીત થશે, તે તેને સોટીથી મારશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

31 કેમ કે યહોવાહની વાણીથી આશ્શૂર ભયભીત થશે, તે તેને સોટીથી મારશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

31 યહોવાના અવાજથી આશ્શૂરના લોકો શિક્ષા પામશે. એક સમયે યહોવાએ તે પ્રજાનો શિક્ષાની લાકડી તરીકે ઉપયોગ કર્યો હતો.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 30:31
15 Iomraidhean Croise  

જ્યારે તમે દુષ્ટોને શિક્ષા કરો, ત્યારે તમારા માર્ગનો ત્યાગ કરનાર સૌને પણ શિક્ષા કરજો. ઇઝરાયલના લોકનું કલ્યાણ થાઓ!


પણ પ્રભુ કહે છે, “સિયોન પર્વત પર અને યરુશાલેમમાં મારું કાર્ય પૂરું થયા પછી હું આશ્શૂરના રાજાને તેના મનના ઘમંડ માટે અને તેની આંખની મગરૂબી માટે સજા કરીશ.”


પ્રભુ કહે છે, “શું કુહાડી તેના વાપરનારની સામે બડાઈ મારે? એ તો લાઠી માણસને ઊંચક્તી નથી, પણ માણસ લાઠીને ઉઠાવે છે એના જેવું છે.”


તેથી સર્વસમર્થ પ્રભુ કહે છે, “હે સિયોનમાં વસનારા મારા લોક, જો કે આશ્શૂરીઓ તમારા પર ઇજિપ્તીઓની માફક જુલમ ગુજારે તો પણ તમે તેમનાથી ગભરાશો નહિ.


જેમ મેં ઓરેબના ખડકે મિદ્યાનના લોકોને ફટકાર્યા તેમ હું તેમને ચાબુકથી ફટકારીશ અને જેમ મેં ઇજિપ્તીઓને સમુદ્રમાં શિક્ષા કરી હતી તેમ હું આશ્શૂરને સજા કરીશ.


પ્રભુએ કહ્યું, “અરે, આશ્શૂર! આશ્શૂર તો મારા કોપનો દંડ છે અને તેના હાથમાં મારા રોષની લાકડી છે.


તે નિરાધારોનો યથાર્થ ન્યાય કરશે અને દેશના દીનજનોને તેમના હક્ક અપાવશે. તેની દંડાજ્ઞાથી પૃથ્વીના રહેવાસીઓ શિક્ષા પામશે અને તેની ફૂંકમાત્રથી દુષ્ટો માર્યા જશે.


હું મારા ઇઝરાયલ દેશમાં આશ્શૂરીઓને કચડી નાખીશ અને મારા પર્વતો પર તેમને ખૂંદી નાખીશ. હું મારા લોકને આશ્શૂરની ઝૂંસરીમાંથી અને તેમના ખભા પરના તેમના બોજથી મુક્ત કરીશ.


પ્રભુએ ઇઝરાયલને તેના દુશ્મનોના જેવો માર માર્યો નથી અને તેમના દુશ્મનો જેવો તેમનો સંહાર કર્યો નથી.


પ્રભુ સૌને પોતાની પ્રતાપી ગર્જના સંભળાવશે અને પોતાના ઉગ્ર કોપમાં લોકોને ભભૂક્તા અગ્નિથી, આંધીથી, ધોધમાર વરસાદથી તથા કરાથી પોતાના ભુજનું ત્રાટકવું દેખાડશે.


આશ્શૂર તરવારનો ભોગ થઈ પડશે. પણ માનવી હાથે તેનો નાશ થશે નહિ. આશ્શૂરીઓ લડાઈમાંથી નાસી જશે અને તેમના યુવાનોની પાસે વેઠ કરાવવામાં આવશે.


કારણ, વર્ષો પૂર્વે તમે મિદ્યાનીઓના સૈન્યને હરાવ્યું હતું તે પ્રમાણે તમે તમારા લોક પરની ઝૂંસરીનાં, તેમના ખભા પરના ત્રાસદાયક દાંડાના એટલે તેમના પર જુલમ કરનારાઓના દંડના ભાંગીને ચૂરેચૂરા કરી નાખ્યા છે.


Lean sinn:

Sanasan


Sanasan