Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 30:30 - પવિત્ર બાઇબલ C.L.

30 પ્રભુ સૌને પોતાની પ્રતાપી ગર્જના સંભળાવશે અને પોતાના ઉગ્ર કોપમાં લોકોને ભભૂક્તા અગ્નિથી, આંધીથી, ધોધમાર વરસાદથી તથા કરાથી પોતાના ભુજનું ત્રાટકવું દેખાડશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

30 યહોવા પોતાની વિજયી ગર્જના સંભળાવશે, ને ઉગ્ર કોપથી, બળતા અગ્નિની જ્વાળાથી, આંધીથી, મુશળધાર વરસાદથી તથા કરાથી તે પોતાના ભુજનું ઊતરી પડવું દેખાડશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

30 યહોવાહ પોતાની વિજયી ગર્જના સંભળાવશે અને ઉગ્ર કોપથી, બળતા અગ્નિની જવાળાથી, આંધીથી, મુશળધાર વરસાદથી તથા કરાથી તે શત્રુઓને પોતાના ભુજનું સામર્થ્ય દેખાડશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

30 યહોવા પોતાનો પ્રતાપી અવાજ સૌને સંભળાવશે અને પોતાનો પ્રચંડ કોપ સર્વભક્ષી અગ્નિની જવાળારૂપે, મૂશળધાર વરસાદરૂપે, વાવાઝોડારૂપે અને કરારૂપે ઉતારશે.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 30:30
50 Iomraidhean Croise  

“શું તેં હિમના ભંડારોની મુલાકાત લીધી છે? અથવા કરાના ભંડારો જોયા છે?


હું તેમને વિપત્તિના સમયો માટે તેમજ આક્રમણ અને યુદ્ધના દિવસ માટે સંઘરી રાખું છું!


શું તારી પાસે ઈશ્વરના જેવા બળવાન ભુજ છે? શું તેમના સાદ જેવી ગર્જના તું કરી શકે છે?


પછી રોષમાં તે તેમને ધમકી આપે છે; પોતાના પ્રકોપથી તે તેમને આતંક પમાડે છે.


રાષ્ટ્રો ભયભીત થાય છે, રાજ્યો ડગમગી જાય છે; ઈશ્વર ગર્જના કરે છે અને પૃથ્વી પીગળી જાય છે.


પ્રભુની સંમુખ કોઈ નવું ગીત ગાઓ. કારણ, પ્રભુએ અજાયબ કાર્યો કર્યાં છે. તેમના જમણા હાથે અને તેમના પવિત્ર ભુજે વિજય મેળવ્યો છે.


હે પ્રભુ, જ્યાં સુધી તમારા લોકોનું પ્રયાણ પૂરું ન થાય, જ્યાં સુધી તમે ગુલામીમાંથી છોડાવેલા લોકો પેલે પાર પહોંચી ન જાય, ત્યાં સુધી તમારા હાથનું સામર્થ્ય જોઈને તેઓ પથ્થર જેવા સ્તબ્ધ થઈ જશે.


પછી મોશેએ પોતાની લાકડી આકાશ તરફ ઊંચી કરી એટલે પ્રભુએ કડાકા તથા કરા મોકલ્યા. જમીન પર વીજળી પડી.


પ્રભુ ઈજિપ્ત પર કરાનું ભારે તોફાન લાવ્યા. વીજળીના ચમકારા સાથે કરા પડયા. તે કરા એવા ભારે હતા કે ઇજિપ્તનું રાજ્ય સ્થપાયું ત્યારથી સમગ્ર દેશમાં એવા કરા ક્યારેય પડયા નહોતા.


એ માટે સર્વસમર્થ પ્રભુ તેના ખડતલ યોદ્ધાઓ નિર્બળ થઈ જાય તેવો રોગ મોકલશે. તે તેમના શરીરમાં ભભૂક્તી આગની જેમ બળ્યા કરશે.


જેમ મેં ઓરેબના ખડકે મિદ્યાનના લોકોને ફટકાર્યા તેમ હું તેમને ચાબુકથી ફટકારીશ અને જેમ મેં ઇજિપ્તીઓને સમુદ્રમાં શિક્ષા કરી હતી તેમ હું આશ્શૂરને સજા કરીશ.


પ્રભુએ કહ્યું, “અરે, આશ્શૂર! આશ્શૂર તો મારા કોપનો દંડ છે અને તેના હાથમાં મારા રોષની લાકડી છે.


પ્રભુની પાસે એક જબરો અને જોરાવર વીરપુરુષ આક્રમણ કરવા તૈયાર છે. તે કરાના તોફાનની જેમ, વિનાશકારી વંટોળની જેમ, ધોધમાર વરસાદની જેમ અને ધસમસતાં ઊભરાતાં પૂરની જેમ તેને જોરથી જમીન પર પછાડશે.


સર્વસમર્થ પ્રભુ તારી વહારે ધાશે. તે આવશે ત્યારે મેઘગર્જના, ધરતીકંપ, ભારે અવાજ, આંધી અને તોફાન થશે અને ભરખી જનાર અગ્નિની જ્વાળાઓ ભભૂકી ઊઠશે.


પવિત્ર પર્વની રાત્રે ગીત ગાતા હો તેમ તમે આનંદથી ગાશો. વીણાના સંગીત સાથે ઇઝરાયલના ખડક સમા રક્ષક પ્રભુના મંદિરના પર્વતે જતી વેળાએ વાંસળી વગાડતા લોકની જેમ તમારાં હૃદય આનંદથી છલકાશે.


પ્રભુનો અવાજ સાંભળતાં આશ્શૂર થરથરી જશે અને પ્રભુના રાજદંડથી તેમના પર પ્રહાર થશે.


પ્રભુએ મને કહ્યું, “સિંહ પોતાના પકડેલા શિકાર પર ધૂરક્તો હોય ત્યારે ઘણા ભરવાડોને એકઠા કરવામાં આવે તો તેમના બુમાટાથી કે હોકારાથી સિંહ ગભરાઈ જતો નથી. તેવી જ રીતે સર્વસમર્થ પ્રભુ સિયોનના રક્ષણાર્થે તેના શિખર પર ઊતરી આવતાં કોઈથી રોકાશે નહિ.


(જો કે કરા પડવાથી વન પાયમાલ થશે અને નગર જમીનદોસ્ત થઈ જશે.) તમે કેવા સુખી થશો!


સિયોનમાં પાપીઓ ધ્રૂજી ઊઠયા છે. દુષ્ટોને કંપારી છૂટી છે. તેઓ કહે છે: “આપણામાંથી કોણ ભસ્મ કરી નાખનાર અગ્નિ સાથે અને સદા બળતી આગ સાથે વસી શકે?”


તેમનું ગૌરવ શહેરને દિવસના તાપથી છાયા આપશે અને તેને સુરક્ષિત બનાવશે; વરસાદ અને તોફાનથી તે તેનું રક્ષણ કરશે.


હે પ્રભુના ભુજ જાગ! પ્રાચીન સમયમાં તેં પૂર્વજોની પેઢીઓ દરમ્યાન કરેલ તેમ વસ્ત્રની જેમ સામર્થ્ય ધારણ કર. શું તેં જ રાહાબના ટુકડેટુકડા કરી નાખ્યા નહોતા? તેં જ એ રાક્ષસી અજગરને વીંધી નાખ્યો નહોતો?


દુનિયાની સર્વ પ્રજાઓનાં દેખતાં પ્રભુ પોતાનો પવિત્ર ભુજ પ્રગટ કરશે અને પૃથ્વીના છેડેછેડાના લોક આપણા ઈશ્વરે કરેલો ઉદ્ધાર જોઈ શકશે.


પ્રભુએ પોતાના જમણા હાથના અને પોતાના સમર્થ ભુજના સમ ખાધા છે: ‘હું ફરી કદી તારું અનાજ તારા દુશ્મનોને ખાઈ જવા દઈશ નહિ,


પ્રભુ અગ્નિ સહિત આવશે. તેમના રથો વંટોળિયા જેવા છે. તે અતિ જુસ્સામાં પોતાનો રોષ ઠાલવશે અને અગ્નિની જ્વાળાઓથી તે ધમકી દેશે.


તે અગ્નિ અને તલવારથી ન્યાયશાસન લાવશે અને પ્રભુ ઘણાનો સંહાર કરી નાખશે.


સેનાધિપતિ પ્રભુ કહે છે, “એક પછી એક દેશ પર વિપત્તિ આવી રહી છે અને પૃથ્વીના દૂર દૂરના વિસ્તારોથી એક મોટું વાવાઝોડું ફુંકાવાનું છે.


કરુબોની પાંખોનો અવાજ બહારના ચોક સુધી સંભળાતો હતો. એ અવાજ સર્વશક્તિમાન ઈશ્વરના બોલવાના અવાજ જેવો લાગતો હતો.


તેથી પ્રભુ પરમેશ્વર આમ કહે છે: “હું ક્રોધે ભરાઇને વાવાઝોડું, ધોધમાર વરસાદ અને કરા મોકલીશ અને તે ભીંતને પાડી નાખીશ.


પર્વતોનાં શિખરો પર કૂદકા મારતાં તેઓ રથોના ગડગડાટ જેવો અવાજ કરે છે, સળગતા સૂકા ઘાસની જેમ તેઓ તડ તડ અવાજ કરે છે. યુદ્ધને માટે સજ્જ સૈન્યની જેમ તેઓ હારબંધ રહે છે.


એ માટે હું રાબ્બાના કોટ પર અગ્નિ વરસાવીશ અને તેના કિલ્લા બાળી નાખીશ. તે વખતે યુદ્ધના હોકારા થશે અને આંધીના જેવી ભીષણ લડાઈ ફાટી નીકળશે.


ત્યારે, જેમ આગમાં મીણ પીગળી જાય તેમ પર્વતો તેમના પગ તળે પીગળી જશે અને કરાડો પરથી ધસી પડતા ધોધની જેમ ખીણોમાં રેડાઈ જશે.


દેશો અરસપરસ યુદ્ધમાં ઊતરશે. રાજ્યો એકબીજા પર હુમલો કરશે. ઠેર ઠેર દુકાળો પડશે અને ધરતીકંપો થશે.


પોતાનો સામર્થ્યવાન હાથ લંબાવીને તે ગર્વિષ્ઠોની યોજનાઓને છિન્‍નભિન્‍ન કરી નાખે છે.


ત્યારે જેઓ ઈશ્વરને ઓળખતા નથી અને આપણા પ્રભુ ઈસુ સંબંધીના શુભસંદેશને આધીન થતા નથી તેમને ઈશ્વર પૂરેપૂરી શિક્ષા કરશે.


અમોરીઓએ ઇઝરાયલી સૈન્યને જોયું કે પ્રભુએ તરત જ અમોરીઓમાં આતંક ફેલાવી દીધો. ઇઝરાયલીઓએ ગિબ્યોન આગળ તેમનો મોટો સંહાર કર્યો, અને બેથ-હોરોનના ઘાટ તરફ તેમનો પીછો કર્યો અને દક્ષિણે છેક અઝેકા અને માક્કેદા સુધી તેમના પર હુમલો જારી રાખ્યો.


અમોરીઓ ઇઝરાયલી સૈન્ય આગળથી ઘાટમાં થઈને નાસી રહ્યા હતા ત્યારે છેક અઝેકા સુધી પ્રભુએ તેમના પર મોટા કરા વરસાવીને તેમને માર્યા. ઇઝરાયલીઓ દ્વારા જેટલા માર્યા ગયા તેના કરતાં કરાથી માર્યા ગયેલાઓની સંખ્યા વધારે હતી.


પછી સ્વર્ગમાંનું ઈશ્વરનું મંદિર ખુલ્લું મૂકવામાં આવ્યું અને ઈશ્વરના કરારની પેટી મંદિરમાં જોવામાં આવી. પછી વીજળીના ચમકારા, કડાકા અને મેઘગર્જના થવા લાગ્યાં. પૃથ્વી પર ધરતીકંપ થયો અને કરાનો ભારે વરસાદ વરસ્યો.


શમુએલ બલિ ચઢાવતો હતો ત્યારે પલિસ્તીઓ હુમલો કરવાને ધસ્યા, પણ એ જ સમયે પ્રભુએ તેમની વિરુદ્ધ આકાશમાંથી ગર્જના કરી. તેઓ ગૂંચવાઈને ગભરાટમાં નાઠા.


Lean sinn:

Sanasan


Sanasan