Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 30:3 - પવિત્ર બાઇબલ C.L.

3 પણ ફેરો રાજાનું રક્ષણ મેળવવા જતાં તેમણે લજ્જિત થવું પડશે અને ઇજિપ્તની છાયા અપમાનમાં પરિણમશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 તેથી ફારુનનું બળ લજ્જારૂપ, ને મિસરની છાયાનું શરણ તમને અપજશરૂપ થશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 તેથી ફારુનનું રક્ષણ તે તારા માટે શરમરૂપ અને મિસરની છાયામાં આશ્રય તને અપમાનરૂપ થશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 “પણ ફારુનનો આશ્રય લેવા જતાં તેમની માત્ર ફજેતી જ થશે, અને મિસરની છાયામાં શરણું લેવાથી માનહાની જ થશે.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 30:3
18 Iomraidhean Croise  

કદાચ ઇજિપ્ત મદદ કરશે એવી તારી અપેક્ષા હશે. પણ ઇજિપ્ત તો બરુની ભાંગી ગયેલી લાકડી જેવું છે. જે કોઈ તેનો ટેકો લે તેનો હાથ જ ચીરાઈ જાય. ઇજિપ્તનો રાજા તેના પર આધાર રાખનાર સૌને માટે એવો જ છે.”


શત્રુઓ વિરુદ્ધ અમને સહાય કરો. કારણ, માનવી સહાય વ્યર્થ છે.


વિશ્વાસઘાતી માણસમાં સંકટ સમયે મૂકેલો વિશ્વાસ, એ તો સડેલા દાંત કે તૂટેલા પગ પર ભરોસો મૂકવા સમાન છે.


કૂશ પર આધાર રાખનારાઓ અને ઇજિપ્ત વિષે બડાઈ મારનારાઓ ગભરાઈ જશે અને તેમની આશા નાશ પામશે.


એ સમયે પલિસ્તીઓના કાંઠા પ્રદેશના રહેવાસીઓ કહેશે, “આશ્શૂરના રાજાની તાબેદારીમાંથી મુક્ત થવા આપણે જેમના પર આધાર રાખ્યો હતો તેમની કેવી દુર્દશા થઈ છે! તો પછી આપણે કેવી રીતે બચીશું?”


તું તો ઇજિપ્ત પર આધાર રાખે છે. પણ તે તો માણસની હથેલીમાં આરપાર ધૂસી જાય તેવી ભાંગેલી બરુની લાકડી જેવું છે. કોઈ તેના પર ટેકે તો તેને જખમ થયા વિના રહે નહિ. ઇજિપ્તનો રાજા ફેરો તેના પર આધાર રાખનાર સૌને માટે એવો જ છે.


બીજા દેશોના દેવો પાછળ ભટકી જઈને તેં પોતાને લજ્જિત કરી છે. આશ્શૂર દેશની જેમ ઇજિપ્ત પણ તને લજ્જિત કરશે.


વળી, ઇઝરાયલના ઈશ્વર સેનાધિપતિ પ્રભુ આ પ્રમાણે કહે છે: “જેમ યરુશાલેમના લોકો ઉપર મેં મારો ક્રોધ અને કોપ રેડી દીધા તેમ જ જો તમે ઇજિપ્ત જશો તો ત્યાં હું તમારા પર મારો ક્રોધ રેડી દઈશ. ત્યાં તમે ધિક્કારપાત્ર, અને ત્રાસદાયક બનશો; લોકો તમને શાપ આપશે અને તમારી નિંદા કરશે અને આ સ્થાનને તમે ફરી કદી જોવા પામશો નહિ.”


તેથી આટલું તો યાદ રાખજો. તમે જ્યાં જઈને વસવાટ કરવા ચાહો છો, ત્યાં તમે યુદ્ધ, દુકાળ અને રોગચાળાથી માર્યા જશો.”


ઇઝરાયલના ઈશ્વર સેનાધિપતિ પ્રભુ આ પ્રમાણે કહે છે, “હું નો નગરના દેવ આમોનને, આખા ઇજિપ્તને, તેના દેવોને, તેના રાજા ફેરોને અને તેના પર ભરોસો રાખનાર સૌને સજા કરીશ.


જ્યારે તેમણે તને હાથમાં લીધો ત્યારે તું ભાંગી ગયો. તેં તેમના ખભાને ચીરી નાખ્યા અને જ્યારે તેમણે તારો ટેકો લીધો ત્યારે તેનાથી તેમની કમરો વળી ગઈ.


તે વાછરડાની મૂર્તિ જ નજરાણાં તરીકે આશ્શૂરના સમ્રાટ પાસે લઈ જવાશે. પોતે અનુસરેલી સલાહને લીધે ઇઝરાયલના લોકો અપમાનિત અને લજ્જિત થશે.


શાસ્ત્રમાં લખેલું છે: “જે કોઈ તેના પર વિશ્વાસ કરે છે તે નિરાશ થશે નહિ.”


આ આશા છેતરતી નથી. કારણ, ઈશ્વરે આપણને આપેલી તેમની ભેટ, એટલે પવિત્ર આત્મા દ્વારા આપણા અંત:કરણમાં તેમનો પ્રેમ રેડી દીધો છે.


Lean sinn:

Sanasan


Sanasan