Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 30:29 - પવિત્ર બાઇબલ C.L.

29 પવિત્ર પર્વની રાત્રે ગીત ગાતા હો તેમ તમે આનંદથી ગાશો. વીણાના સંગીત સાથે ઇઝરાયલના ખડક સમા રક્ષક પ્રભુના મંદિરના પર્વતે જતી વેળાએ વાંસળી વગાડતા લોકની જેમ તમારાં હૃદય આનંદથી છલકાશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

29 પર્વની રાત્રે જેમ ગાનતાન થાય છે તેમ તમે ગાયન કરશો; અને યહોવાના પર્વત પર ઇઝરાયલના ખડકની પાસે વાંસળી વગાડતા વગાડતા જનાર માણસની જેમ તમે મનમાં આનંદ કરશો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

29 પર્વની રાત્રે જેમ ગીતો ગવાય છે તેમ ગાયન કરશો અને યહોવાહના પર્વત પર ઇઝરાયલના ખડકની પાસે વાંસળી વગાડતા વગાડતા જનાર માણસની જેમ તમે મનમાં આનંદ કરશો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

29 પણ તમે તો ઉત્સવની રાત્રે જેમ ગીતો ગવાય છે તેમ ગીતો ગાશો; ઇસ્રાએલના આધારરૂપ યહોવાના મંદિરની યાત્રાએ વાંસળી વગાડતા વગાડતા યાત્રાળુઓ જતા હોય તેમના જેવો આનંદ તમે અંતરમાં અનુભવશો.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 30:29
27 Iomraidhean Croise  

પ્રભુ સિવાય અન્ય ઈશ્વર કોણ છે? અમારા ઈશ્વર સિવાય અન્ય ખડક કોણ છે?


તમે મારું સંતાવાનું સ્થાન છો. તમે મને સંકટમાંથી ઉગારશો, અને ઉદ્ધારના પોકારો કરનારાથી મને ઘેરી લેશો. (સેલાહ)


હું કેવો જનસમુદાય સાથે જતો હતો! જય જયકાર કરતા અને સ્તુતિના નાદ ગજવતા પર્વ પાળનાર જનસમુદાયને હું પ્રભુના મંદિરમાં કેવો દોરી જતો હતો! એ વીતેલી વાતોનું સ્મરણ થતાં મારો પ્રાણ શોકમાં દ્રવી ઊઠે છે.


“હે મારા પ્રાણ, તું કેમ ઉદાસ થયો છે? તું કેમ ઉચાટ પામ્યો છે? ઈશ્વર પર ભરોસો રાખ અને હું ફરીથી મારા ઉદ્ધારક ઈશ્વરનાં સ્તુતિગાન ગાઈશ.”


તે દિવસે તમે ગાશો: “હે પ્રભુ, હું તમારી સ્તુતિ કરું છું! તમે મારા પર રોષે ભરાયા હતા, પણ હવે તમારો રોષ શમી ગયો છે અને તમે મને દિલાસો આપો છો.


હે ઇઝરાયલી લોકો, તમે તમારા ઉદ્ધારક ઈશ્વરને વીસરી ગયા છો અને તમારા આશ્રયસ્થાન સમા ખડકનું સ્મરણ કર્યું નથી. એને બદલે, તમે વનદેવતાની પૂજા માટે છોડ વાવો છો. તમે પરદેશી બિયારણ લાવીને વાવો છો.


એ પ્રજાઓના લોકો કહેશે, “ચાલો, આપણે પ્રભુના પર્વત પર, યાકોબના ઈશ્વરના મંદિરમાં ચડી જઈએ; તે આપણને તેમના માર્ગ શીખવશે, અને આપણે તેમના માર્ગમાં ચાલીશું, કારણ, પ્રભુના નિયમનું શિક્ષણ સિયોનમાંથી ફેલાશે, અને યરુશાલેમમાંથી પ્રભુ લોકોને સંદેશ પાઠવશે.”


તે દિવસે યહૂદિયાના પ્રદેશમાં લોકો નીચેનું ગીત ગાશે: “અમારું શહેર મજબૂત છે! ઈશ્વરે તેના કોટ અને કિલ્લા અમારું રક્ષણ કરવા બાંયા છે.


યાહવે પર સદા ભરોસો રાખો; કારણ, તે હંમેશા આપણું રક્ષણ કરનાર અચળ ખડક છે.


તેમનો શ્વાસ ગળા સુધી પહોંચતા ધસમસતા પ્રવાહ જેવો છે. તે પ્રજાઓને વિનાશની ચાળણીમાં ચાળે છે અને લોકો ભ્રમણામાં પડી જાય તેવી લગામ તેમના જડબાંમાં ઘાલે છે.


પ્રભુ સૌને પોતાની પ્રતાપી ગર્જના સંભળાવશે અને પોતાના ઉગ્ર કોપમાં લોકોને ભભૂક્તા અગ્નિથી, આંધીથી, ધોધમાર વરસાદથી તથા કરાથી પોતાના ભુજનું ત્રાટકવું દેખાડશે.


હે મારા લોક, ભયભીત થશો નહિ કે બીશો નહિ. શું મેં એ બધું પ્રાચીન સમયથી જાહેર કરેલું નથી? તમે પોતે મારા સાક્ષીઓ છો. શું બીજો કોઈ દેવ છે? ના, બીજો કોઈ એવો આશ્રયનો ખડક નથી. હું તો એવા બીજા કોઈને જાણતો નથી.”


પણ આ સ્થળોમાં ફરીથી આનંદ અને હર્ષના પોકાર અને વરકન્યાનો કિલ્લોલ સંભળાશે, અને લોકો પ્રભુના મંદિરમાં આભારબલિ ચડાવતી વખતે સ્તુતિ ગાશે: ‘સેનાધિપતિ પ્રભુનો આભાર માનો, કેમકે તે ભલા છે અને તેમનો અવિચળ પ્રેમ સર્વકાળ ટકે છે.’ હું આ દેશની પરિસ્થિતિ પલટી નાખીશ અને તેને પહેલાંની જેમ આબાદ બનાવીશ. હું પ્રભુ આ બોલું છું.”


નવમા દિવસની સાંજથી દસમા દિવસની સાંજ સુધી તમારે આ દિવસ ખાસ સાબ્બાથ દિન અને ઉપવાસના દિવસ તરીકે પાળવાનો છે.”


ત્યાર પછી ગીત ગાઈને તેઓ ઓલિવ પર્વત તરફ ચાલી નીકળ્યા.


તે પર્વમાં તમારે તમારાં સંતાનો, તમારાં નોકરચાકરો તેમજ તમારા નગરમાં વસતા લેવીઓ, પરદેશીઓ, અનાથો તથા વિધવાઓ સહિત આનંદોત્સવ કરવો.”


તેમના શત્રુઓ જાણે છે કે તેમના દેવો કંઈ ઇઝરાયલના ઈશ્વર જેવા સમર્થ નથી.


તે તો ખડક જેવા છે; તેમનું કાર્ય સંપૂર્ણ છે. તેમના સર્વ માર્ગો ન્યાયપૂર્ણ છે. તે વિશ્વાસુ છે અને કદી દગો દેતા નથી. તે સાચા અને ન્યાયી છે.


તેઓ ઈશ્વરના સેવક મોશેનું ગીત અને હલવાનનું ગીત ગાતા હતા. “હે પ્રભુ, સર્વસમર્થ ઈશ્વર તમારાં કાર્યો કેવાં મહાન અને અદ્‍ભુત છે! હે સર્વ પ્રજાના રાજવી, તમારા માર્ગો ન્યાયી અને સત્ય છે.


Lean sinn:

Sanasan


Sanasan