Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 30:20 - પવિત્ર બાઇબલ C.L.

20 પ્રભુ તમને સંકટરૂપી રોટલી અને વિપત્તિરૂપી પાણી આપશે. છતાં એવા સમયોમાં તમારો શિક્ષક સંતાયેલો રહેશે નહિ, પણ તે તમારી આંખોની સામે જ રહેશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

20 પ્રભુ તમને સંકટરૂપી રોટલી તથા વિપત્તિરૂપી પાણી આપશે, તો પણ તારો શિક્ષક ફરી સંતાશે નહિ, પણ તારી આંખો તારા શિક્ષકને જોશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

20 જોકે યહોવાહ તમને સંકટરૂપી રોટલી તથા વિપત્તિરૂપી પાણી આપે છે, તોપણ તમારા શિક્ષક ફરી સંતાશે નહિ, પણ તમારી આંખો તમારા શિક્ષકને જોશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

20 યહોવા તમને સંકટરૂપી રોટલી અને વિપત્તિરૂપી પાણી આપે છે, તોપણ તમને શિક્ષણ આપવા તે તમારી સાથે રહેશે. તમે તમારી પોતાની આંખોથી તમારા શિક્ષકને જોશો.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 30:20
17 Iomraidhean Croise  

તેમને કહેજો કે તેઓ તેને કેદમાં નાખે અને હું સહીસલામત પાછો ફરું ત્યાં સુધી તેને માત્ર રોટલી અને પાણી પર રાખજો.”


તેમને કહો કે રાજાએ મિખાયાને કેદમાં પૂરી દેવાનો હુકમ કર્યો છે અને હું સહીસલામત પાછો આવું ત્યાં સુધી તેને માત્ર સૂકી રોટલી અને પાણી પર રાખજો.”


તમારા રોષ અને ક્રોધને લીધે તમે મને ઊંચકીને ફગાવી દીધો છે; તેથી હું રોટલીની જેમ રાખ ખાઉં છું, અને મારાં આંસુ પીવાના પ્યાલામાં પડે છે.


તમારું વહેલા ઊઠવું અને મોડા સૂવું અને ખોરાક માટે કઠોર પરિશ્રમ કરવો એ પણ વ્યર્થ છે. કારણ, ઈશ્વર પોતાનાં પ્રિયજનોની તેઓ ઊંઘતા હોય તો પણ તેમની દરકાર લે છે.


કારણ કે તેમનો કોપ ક્ષણિક છે, પણ તેમની કૃપા જીવનભર ટકે છે. રાત રુદનમાં વીતે, પણ સવારે હર્ષનાદ થાય છે.


અમે કોઈ પવિત્ર પ્રતીકો જોતા નથી. ઈશ્વરનો કોઈ સંદેશવાહક રહ્યો નથી, અને આ બધું ક્યાં સુધી ચાલશે તે કહેનાર કોઈ દષ્ટા નથી


તમે અમને દુ:ખનો ખોરાક ખવડાવ્યો છે, પીવા માટે પણ અમારાં આંસુઓનો મોટો પ્યાલો ભરી આપ્યો છે.


તેઓ મારે વિષે ફરિયાદ કરતાં કહે છે, “આ કોને શિક્ષણ આપી રહ્યો છે? કોને તેના સંદેશાની જરૂર છે?


એવો માણસ જ્યાં અખૂટ ખોરાક પાણીનો જથ્થો સંઘરેલો હોય તેવા પર્વતની ટોચે આવેલા કિલ્લાની સલામતી પામશે.


કારણ, કચડાયેલાઓ બહુ જલદી મુક્ત થશે, તેઓ બંદીખાનામાં જ મોત પામશે નહિ કે તેમને અન્‍નની તંગી વર્તાશે નહિ.


તેથી તમે ફસલના માલિકને પ્રાર્થના કરો કે તે તેમની ફસલ લણવાને માટે મજૂરો મોકલી આપે.


તેમણે શિષ્યોને દઢ કર્યા અને તેમને વિશ્વાસમાં મક્કમ રહેવાનો અનુરોધ કર્યો. તેમણે શીખવ્યું, “ઈશ્વરના રાજમાં પ્રવેશવા માટે આપણે ઘણાં સંકટોમાં થઈને પસાર થવાની જરૂર છે.”


તેમણે જ કેટલાકને પ્રેષિતો, કેટલાકને સંદેશવાહકો, કેટલાકને શુભસંદેશના પ્રચારકો, કેટલાકને પાળકો અને શિક્ષકો તરીકે બક્ષ્યા છે.


જ્યારે તમે પાસ્ખાપર્વના એ પ્રાણીનું માંસ ખાઓ ત્યારે તેની સાથે તમારે ખમીરવાળી રોટલી ખાવી નહિ. સાત દિવસ સુધી તમારે ખમીર વગરની રોટલી ખાવાની છે. એ તો દુ:ખની રોટલી છે; કારણ, ઇજિપ્ત દેશમાંથી તમારે બહુ ઉતાવળથી નીકળવું પડયું હતું.


Lean sinn:

Sanasan


Sanasan