Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 30:13 - પવિત્ર બાઇબલ C.L.

13 એ અપરાધને કારણે તમારી હાલત મોટી તિરાડવાળી અચાનક તૂટી પડતી ઊંચી દીવાલ જેવી થશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 માટે આ અપરાધ ઊંચી ભીંતમાં પહોળી પડેલી ફાટ જેવો છે, જેથી તે પળવારમાં અકસ્માત તૂટી પડે છે, તેના જેવા તમારા હાલ થશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 માટે તમારાં આ પાપ ઊંચી ભીંતમાં પડેલી પહોળી ફાટ જેવાં છે, તે ભીંત પળવારમાં અકસ્માતે તૂટી પડે છે, તેના જેવા તમારા હાલ થશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

13 એટલે જેમ ભીંતમાં પહોળી ફાટ પડે છે અને તે તૂટી પડે છે અને થોડી ક્ષણોમાં જ કકડભૂસ નીચે પડે છે, તેમ તમારા પર અચાનક વિનાશ આવી પડશે.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 30:13
19 Iomraidhean Croise  

જેઓ બચી ગયા તેઓ એફેક નગરમાં નાસી ગયા તો ત્યાં તેમના સત્તાવીશ હજાર માણસો પર નગરનો કોટ તૂટી પડયો. બેનહદાદ પણ નગરમાં નાસી છૂટયો અને તેણે એક ઘરની પાછલી ઓરડીમાં આશ્રય લીધો.


જોજે, સમૃદ્ધિ તને ફોસલાવીને ભટકાવી ન દે, અને લાંચ તને લલચાવીને ભ્રષ્ટ બનાવી ન દે.


નમી ગયેલી ભીંત કે ભાંગી પડેલી વાડ જેવો હું છું. હે દુષ્ટો, મને પાડી નાખવા તમે ક્યાં સુધી આક્રમણ કરશો?


તમે તો મને ઉચ્ચપદ પરથી ગબડાવી દેવાની યોજના કરો છો. તમે જૂઠથી હરખાઓ છો, મુખથી આશિષ ઉચ્ચારો છો, પણ દયથી તો શાપ દો છો. (સેલાહ)


વારંવાર ઠપકો પામ્યા છતાં પોતાની જિદને વળગી રહેનાર એકાએક નાશ પામશે અને બચવાનો ઉપાય રહેશે નહિ.


તેથી કશી ચેતવણી આપ્યા વિના આપત્તિ તેમના પર ત્રાટકશે, અને કોઈ ઉપાય વિના તેમનો અચાનક વિનાશ થશે.


સર્વસમર્થ પ્રભુએ પોતે મને કહ્યું છે, “આ લોકોના જીવતાં તો એમની દુષ્ટતાનું પ્રાયશ્ર્વિત થઈ શકે તેમ નથી. હું સર્વસમર્થ પ્રભુ પરમેશ્વર એ બોલ્યો છું.”


પૃથ્વીના લોકને તેમના પાપની સજા કરવાને પ્રભુ તેમના આકાશી નિવાસમાંથી આવશે. પૃથ્વી પર થયેલી છૂપી હત્યાઓ પ્રગટ કરાશે અને હવે પછી પૃથ્વી મારી નંખાયેલાઓને સંતાડશે નહિ.


હે યરુશાલેમ, તારા પર આક્રમણ કરનારા પરદેશીઓનાં ધાડાં બારીક ધૂળની જેમ અને ઘાતકી લશ્કરો ફોતરાંની જેમ ઊડી જશે. ત્યારે એકાએક ક્ષણભરમાં


ચંદ્રનો પ્રકાશ સૂર્યના જેટલો થશે અને સૂર્યનો પ્રકાશ સાત દિવસના પ્રકાશ જેટલો મોટો થશે. પ્રભુ પોતાના લોકના ઘા પર પાટો બાંધશે અને તેમને પડેલા જખમ સાજા કરશે તે સમયે એવું થશે.


તેથી તારા પર એવી આફત આવી પડશે કે જેને તું નિવારી શકીશ નહિ; એવી વિપત્તિ આવી પડશે કે જેને તારો કોઈ જાદુમંત્ર રોકી શકશે નહિ. તેં ધાર્યું ન હોય એવી રીતે વિનાશ તારા પર અચાનક આવી પડશે.


પ્રભુ ઇઝરાયલને કહે છે, “જે ઘટનાઓ બની ચૂકી છે તેને વિષે તો મેં અગાઉથી ભવિષ્ય ભાખ્યું હતું; મેં મારે મુખે તેમની જાહેરાત કરી તેમને જણાવી હતી. પછી મેં એ ઘટનાઓ અચાનક બનવા પણ દીધી.


તારા વંશજો પ્રાચીનકાળનાં ખંડિયેરો બાંધશે અને તું પેઢીઓના જુના પાયા પર ચણતર કરશે. તું ફાટેલી દીવાલોને સમારનાર અને વસવાટની શેરીઓનું પુન:નિર્માણ કરનાર તરીકે ઓળખાશે.”


પુષ્કળ વરસાદ વરસ્યો, નદીઓમાં પૂર આવ્યાં અને તે ઘર પર જોરશોરથી પવનના સપાટા લાગ્યા અને તે પડી ગયું. આ પતન કેવું ભયંકર હતું!


પણ જે કોઈ મારાં બોધ વચનો સાંભળીને પાળતો નથી, તે તો પાયો નાખ્યા વિના જમીન પર ઘર બાંધનાર માણસ જેવો છે; તે ઘરને પૂરનો સપાટો લાગે કે તે તરત જ પડી જાય છે, અને એ ઘરનો કેવો મોટો નાશ થાય છે!”


Lean sinn:

Sanasan


Sanasan