Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 30:11 - પવિત્ર બાઇબલ C.L.

11 તમે અમારા માર્ગમાંથી ખસી જાઓ અને વચ્ચે આડે આવશો નહિ. અમારી આગળ ઇઝરાયલના પવિત્ર ઈશ્વરને પ્રગટ કરવાનું બંધ કરો.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 માર્ગમાંથી નીકળી જાઓ, રસ્તા પરથી બાજુએ ખસી જાઓ, અમારી આગળથી ઈઝરાયલના પવિત્ર ઈશ્વર ને દૂર કરો.’”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 માર્ગમાંથી નીકળી જાઓ; રસ્તા પરથી બાજુએ ખસી જાઓ; અમારી આગળથી ઇઝરાયલના પવિત્રને દૂર કરો.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

11 રસ્તો છોડો, અમારા માર્ગમાંથી ખસી જાઓ, ઇસ્રાએલના પરમપવિત્ર દેવની વાત અમારી આગળ ન કરશો.”

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 30:11
12 Iomraidhean Croise  

તું કોનું અપમાન કે મશ્કરી કરે છે તે તું જાણે છે? તેં મારું, એટલે ઇઝરાયલના પવિત્ર ઈશ્વરનું અપમાન કર્યું છે.


જો કે આ દુષ્ટ લોકો તો ઈશ્વરને કહેતા, ‘અમારાથી દૂર રહો! અમે તમારા માર્ગો વિષે જાણવા માગતા નથી.


પ્રભુ કહે છે, “આ લોકો મારું માત્ર મુખના શબ્દોથી ભજન કરવા આવે છે. તેઓ પોતાના હોઠથી મારું સન્માન કરે છે, પણ તેમનું હૃદય મારાથી દૂર હોય છે. તેમની ઉપાસના માત્ર મુખપાઠ કરેલ માનવી નિયમો અને પ્રણાલિકાઓ છે.


બીજાઓ પર તહોમત મૂકનારા, નગરપંચમાં બચાવપક્ષે બોલનારને ફાંદામાં ફસાવનારા અને જુઠ્ઠી સાક્ષી પૂરી નિર્દોષને ન્યાયથી વંચિત રાખનારાઓનો ઈશ્વર નાશ કરશે.


અહીં બેથેલમાં હવે સંદેશ પ્રગટ કરીશ નહિ, કારણ, આ તો રાજાનું પૂજાસ્થાન - રાજમંદિર છે.”


“આ લોકોને તો એવો સંદેશવાહક જોઈએ છે કે જે જૂઠ અને કપટથી ભરપૂર હોય અને કહેતો ફરે કે, ‘હું ભવિષ્ય ભાખું છું કે તમારે માટે દ્રાક્ષાસવ અને શરાબની રેલમછેલ થશે.’


પણ જાદુગર એલિમાસે, જે એનું ગ્રીક નામ છે, તેમનો વિરોધ કર્યો. તેણે રાજ્યપાલને વિશ્વાસ કરતો અટકાવવા પ્રયત્ન કર્યો.


ઈશ્વર વિષેનું સાચું જ્ઞાન પોતાના મનમાં રાખવાનો માણસો ઇમકાર કરે છે. એને લીધે, ન કરવાં જેવાં કામો કરવા માટે ઈશ્વર તેમને ભ્રષ્ટ બુદ્ધિને આધીન કરે છે.


તેઓ ચુગલીખોર, નિંદાખોર, ઈશ્વરનો ઇન્કાર કરનારા, ઉદ્ધત, અભિમાની, બડાઈખોર, કપટી, માતાપિતાની આજ્ઞા નહિ માનનારા,


માનવી સ્વભાવ પ્રમાણે ચાલતો માણસ ઈશ્વરનો દુશ્મન બને છે; કારણ, તે ઈશ્વરના નિયમને આધીન થતો નથી. હકીક્તમાં તો, તે આધીન થઈ શક્તો જ નથી.


હવેથી વિધર્મીઓ, જેમના વિચાર નિરર્થક છે અને જેમનું મન અંધકારમય છે, તેમના જેવું જીવન તમે ન જીવો. ઈશ્વરદત્ત જીવનમાં તેમને કંઈ લાગભાગ નથી; કારણ, તેઓ તદ્દન અજ્ઞાન અને હઠીલા છે.


Lean sinn:

Sanasan


Sanasan