Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 30:10 - પવિત્ર બાઇબલ C.L.

10 તેઓ દષ્ટાઓને કહે છે, “હવેથી સંદર્શનો જોશો નહિ.” તેઓ સંદેશવાહકોને કહે છે, “તમે અમને સાચો સંદેશ જણાવશો નહિ. અમને તો માત્ર મનગમતી વાતો કહો અને અમારાં ભ્રામક દર્શનો વિશે જ કહો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 તેઓ દષ્ટાઓને કહે છે, ‘તમે દર્શન કરશો નહિ’ અને પ્રબોધકાને [કહે છે] , ‘તમે અમને સત્ય વાતો કહેશો નહિ, પણ અમારી આગળ મીઠી મીઠી વાતો બોલો, ઠગાઈનો પ્રબોધ કરો;

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 તેઓ દૃષ્ટાઓને કહે છે, “તમે દર્શન જોશો નહિ;” અને પ્રબોધકોને કહે છે, “અમને સત્યની સીધી ભવિષ્યવાણી કહેશો નહિ; પણ અમને મીઠી મીઠી વાતો કહો અને ઠગાઈની ભવિષ્યવાણી કહો;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

10 તેઓ દષ્ટાઓને કહે છે, “જોશો નહિ.” પ્રબોધકોને કહે છે, “અમને સત્ય સંભળાવશો નહિ, અમને મીઠી મીઠી વાતો અને ભ્રામક દર્શનો વિષે કહેજો.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 30:10
39 Iomraidhean Croise  

એલિયાને જોઈને આહાબે કહ્યું, “હે મારા શત્રુ, શું તેં મને પકડી પાડયો છે?” એલિયાએ જવાબ આપ્યો, “હા, મેં તમને પકડી પાડ્યા છે. પ્રભુની દૃષ્ટિએ ઘૃણાસ્પદ છે તે જ કરવા તમે તમારી જાતને વેચી દીધી છે.


તેમને કહેજો કે તેઓ તેને કેદમાં નાખે અને હું સહીસલામત પાછો ફરું ત્યાં સુધી તેને માત્ર રોટલી અને પાણી પર રાખજો.”


એનાથી સંદેશવાહક પર આસાને એટલો ક્રોધ ચઢયો કે તેણે તેને સાંકળોમાં કેદ પૂર્યો. એ જ સમયે આસાએ કેટલાક લોકો પર અસહ્ય જુલમ વર્તાવ્યો.


અમાસ્યા વચમાં બોલી ઊઠયો, “અમે તને રાજાનો સલાહકાર ક્યારે બનાવ્યો? ચૂપ થા! તું શા માટે જાણી બૂજીને મોત માગે છે?” તે પછી સંદેશવાહક માત્ર આટલું જ બોલ્યો: “હવે મને ખબર પડી કે આ બધાં કાર્યોને લીધે અને મારી સલાહ નહિ ગણકારવાને લીધે ઈશ્વરે તારો વિનાશ કરવાનો નિર્ણય કર્યો છે.”


શું તે તારાથી છૂટવા તને કરગરશે? અથવા શું તે મીઠી મીઠી વાતોથી તને ખુશ કરશે?


તમે બડાઈ મારો છો કે અમે તો મરણની સાથે કરાર કર્યો છે અને મૃત્યુલોક શેઓલ સાથે સંધિ કરી છે. વિનાશનો ચાબુક વીંઝાશે ત્યારે તે અમને અડશે નહિ. કારણ, અમે જુઠનો આશ્રય લીધો છે અને અસત્યને અમારો ઓથો બનાવ્યો છે.


પ્રભુએ તમને ઘેનમાં નાખ્યા છે અને તમે ભરઊંઘમાં પડવાની તૈયારીમાં છો. સંદેશવાહકો તમારી આંખો છે, પણ પ્રભુએ તેમને મહોર મારી બંધ કરી દીધી છે. દષ્ટાઓ તમારાં મગજ છે, પણ પ્રભુએ તેમને ઢાંકી દીધાં છે.


તમારી કેવી દુર્દશા થશે! તમે ભૂંડાને સારું અને સારાને ભૂંડું કહો છો. તમે અંધકારને પ્રકાશમાં અને પ્રકાશને અંધકારમાં પલટી નાખો છો. તમે કડવાને મીઠું અને મીઠાને કડવું બનાવો છો.


અનાથોથના જે લોકો મારું ખૂન કરવા માગતા હતા અને જેમણે મને ધમકી આપી હતી કે, ‘યાહવેને નામે ઉપદેશ કરવાનું ચાલુ રાખીશ તો અમે તને મારી નાખીશું’ તેમને વિષે પ્રભુ કહે છે;


મારી અવગણના કરનારાઓને તેઓ કહે છે, ‘પ્રભુ કહે છે કે તમે સુખશાંતિમાં રહેશો’ અને પોતાના કઠણ દયના દુરાગ્રહને અનુસરનારને તેઓ કહે છે, ‘તમારા પર કોઈ આફત આવવાની નથી.’


તો પછી તેં અનાથોથ ગામના યર્મિયાને કેમ ધમકાવ્યો નથી? તે તો પોતાને તમારો સંદેશવાહક મનાવે છે.


યહૂદિયાના રાજા યહોયાકીમને આ પ્રમાણે કહેજે કે, પ્રભુ આ પ્રમાણે કહે છે કે બેબિલોનનો રાજા આવીને આ દેશનો વિનાશ કરશે અને લોકોનો તથા પ્રાણીઓનો સંહાર કરશે એવું શા માટે લખ્યું છે એમ કહીને યહૂદિયાના રાજા યહોયાકીમે જાતે જ વીંટો બાળી નાખવાની હિંમત કરી છે.


પછી એ અધિકારીઓએ રાજા પાસે જઈને કહ્યું, “આ માણસને ખતમ કરો. આવા સંદેશા આપીને તે આપણા સૈનિકોને અને નગરમાં બાકી રહેલા લોકોને નાહિંમત કરી દે છે. કારણ, આ માણસ લોકોનું કલ્યાણ નહિ, પણ તેમનું નુક્સાન ઇચ્છે છે.”


“સંદેશવાહકો જૂઠો સંદેશ પ્રગટ કરે છે, યજ્ઞકારો પણ સંદેશવાહકોના કહ્યા પ્રમાણે લોકો પર જોહુકમી ચલાવે છે, અને મારા લોકોને એ બધું ગમે છે! પણ આખરે તેઓ શું કરશે?”


પરંતુ તમે નાઝારીઓને દ્રાક્ષાસવ પાયો અને સંદેશવાહકોને મારો સંદેશ જાહેર કરવાની મના ફરમાવી.


અહીં બેથેલમાં હવે સંદેશ પ્રગટ કરીશ નહિ, કારણ, આ તો રાજાનું પૂજાસ્થાન - રાજમંદિર છે.”


“આ લોકોને તો એવો સંદેશવાહક જોઈએ છે કે જે જૂઠ અને કપટથી ભરપૂર હોય અને કહેતો ફરે કે, ‘હું ભવિષ્ય ભાખું છું કે તમારે માટે દ્રાક્ષાસવ અને શરાબની રેલમછેલ થશે.’


લોકો મને ઉપદેશ આપે છે, “તું અમને ઉપદેશ આપીશ નહિ અને એ બધી વાતોનો બોધ કરીશ નહિ. ઈશ્વર અમને લજ્જિત કરશે નહિ.


દુનિયા તમારો તિરસ્કાર કરી શક્તી નથી; પરંતુ તે મારો તિરસ્કાર કરે છે; કારણ, તેનાં કાર્યો ભૂંડાં છે એમ હું કહ્યા કરું છું.


હું સત્ય કહું છું એટલે જ તમે મારું માનતા નથી.


પણ આ વાત લોકોમાં વધુ પ્રસરે નહિ માટે આપણે આ માણસોને ઈસુને નામે ઉપદેશ ન કરવા ચેતવીએ.”


“એ માણસને નામે શિક્ષણ નહિ આપવાની અમે તમને સખત આજ્ઞા આપી નહોતી? પણ તમે શું કર્યું? તમે તમારું શિક્ષણ આખા યરુશાલેમમાં ફેલાવ્યું છે, અને તેના ખૂન માટે તમે અમને જવાબદાર ઠરાવવા માગો છો!”


જેઓ આવાં કાર્યો કરે છે, તેઓ ખ્રિસ્ત આપણા પ્રભુની સેવા કરતા નથી. પણ પોતાના પેટની પૂજા કરે છે તથા મીઠી મીઠી વાતો અને ખુશામતથી ભોળા લોકોનાં મન ભમાવે છે.


તો હવે તમને સત્ય જણાવવાને લીધે હું તમારો દુશ્મન બન્યો છું?


એવો સમય આવશે કે જ્યારે માણસો સાચું શિક્ષણ સાંભળવા માગશે નહિ, પણ પોતાની ઇચ્છાઓ પ્રમાણે ચાલશે અને તેમના કાનની ખંજવાળ મટાડે તેવા શિક્ષકોનાં ટોળાં ભેગાં કરશે.


સત્યને બદલે તેઓ દંતકથાઓ સાંભળવા તરફ ધ્યાન આપશે.


પણ જ્યારે તેઓ સંદેશ આપવાનું તેમનું કાર્ય પૂરું કરશે, ત્યારે અગાધ ઊંડાણમાંથી નીકળી આવેલું ‘પશુ’ તેમની સાથે યુદ્ધ કરશે, તેમને હરાવશે અને તેમને મારી નાખશે.


શાઉલે જવાબ આપ્યો, “વિચાર ઘણો સારો છે; ચાલ, જઈએ.” તેથી તેઓ ઈશ્વરભક્તના નગરમાં ગયા. તેઓ નગરમાં જવા પર્વત ચઢતા હતા ત્યારે પાણી ભરવા આવતી કેટલીક યુવતીઓ તેમને મળી. તેમણે તેમને પૂછયું, “દૃષ્ટા નગરમાં છે?” (ભૂતકાળમાં જ્યારે કોઈને ઈશ્વરની દોરવણી મેળવવી હોય ત્યારે તે કહેતા, ‘ચાલો, દૃષ્ટા પાસે જઈએ.’ કારણ, તે સમયે સંદેશવાહકને દૃષ્ટા કહેતા હતા.)


Lean sinn:

Sanasan


Sanasan